ગજબની મિત્રતા છે મગર સાથે, અહીં લોકો મગર માથે બેસે છે અને સૂવે પણ છે

0
646

પ્રાણીઓની દુનિયામાં મગર સૌથી ખરતાનક પ્રાણી છે. એકાદ મહાકાય મગર સામે આવી જાય તો શું દશા થાય તે કહેવું પણ મુશ્કેલ છે. પરંતુ એક ગામ એવું છે કે જ્યાં લોકો મગરને પૂજે છે. એટલું જ નહીં તેઓ આ મગર સાથે કલાકો સુધી બેસે છે અને તેના ઉપર સુઈ પણ જાય છે. અમે તમને જણાવીશું કે આ ગામ ક્યાં આવ્યું છે અને શા માટે અહીંના લોકોને મગર સાથે છે આટલો મિત્રતા ભર્યો સંબંધ…

આ ગામ આફ્રિકન દેશ બુર્કીના ફાસોમાં આવેલું છે. બજૂલે નામનું આ ગામ બુર્કીના ફાસોની રાજધાનીથી માત્ર 30 કિમી દૂર છે. ગામમાં એક એવું તળાવ છે જેમાં 100થી વધુ મગર રહે છે. ગામના એક વ્યક્તિ જણાવે છે કે ‘જ્યારે હું નાનો હતો ત્યારથી હું આ મગરોની વચ્ચે જ મોટો થયો છું. અમારા પૂર્વજો પણ આ મગરો સાથે મોટા થયા છે. અમે આ મગર સાથે જ પાણીમાં તરીએ પણ છીએ. અમે ક્યારેક ક્યારેક તો તેમની પર બેસી જઈએ છીએ અને જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો તમે મગર પર સુઈ પણ શકો છો. જરા પણ બીક રાખવાની જરુર નથી આ ખૂબ જ પવિત્ર અને શાંત મગરો છે. કોઈને પણ અત્યાર સુધી નુકસાન પહોંચાડ્યું નથી.’

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તેમનો અને મગરનો આ સંબંધ 15મી સદીથી ચાલી રહ્યો છે. તે સમયે ગામમાં ભયંકર દુષ્કાળ હતો ત્યારે એક મગર ગામની મહિલાને ગુપ્ત તળાવ સુધી લઈ ગયો હતો. ત્યાર બાદ આખુ ગામ પાણીના સંકટમાંથી બચી ગયું હતું. ત્યાર પછી ગામ લોકોએ મગરનો આભાર માનવા માટે એક ખાસ કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આજે પણ દર વર્ષે આ સમારોહ આયોજીત કરવામાં આવે છે. જેમાં ગામના લોકો કંઈને કંઈ વસ્તુનો ત્યાગ કરે છે અને મગર પાસેથી પોતાની સમૃદ્ધી તેમજ સારી ખેતી માટે આશિર્વાદ મેળવે છે.

અહીં મગરને તેમના પૂર્વજો માનવામાં આવે છે. એટલે જ્યારે પણ કોઈ મગર મરી જાય તો એક માણસની જેમ અંતિમક્રિયા કરી દફનાવવામાં આવે છે. ગામવાળાનું માનીએ તો જ્યારે ગામ પર કોઈ સંકટ આવવાનું હોય ત્યારે બધા મગરો રોવાનું શરુ કરી દે છે અને આ રીતે ગામવાળાઓને અગાઉથીચેતવણી આપે છે.

દેશ વિદેશથી આવે પર્યટકો

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો