જોઈએ વિશ્વના સૌથી સસ્તા સ્માર્ટ LED TV વિષે, જોઈએ તેની કિંમત વિષે

0
69


નવી દિલ્હીઃ વિશ્વનું સૌથી સ સ્તું એન્ડ્રોઇડ ટીવી લોન્ચ થયું છે જે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત દેશની એક કંપનીએ લોન્ચ કર્યું છે. અને આ ટીવીની કિંમત હશે માત્ર 5 હજાર રૂપિયા. લાગી ને નવાઈ !!! આ ટીવીમાં એ બધા જ ફીચર રહેલા હશે, કે જે આપણે કોઈ પણ મોંઘુ સ્માર્ટ ટીવી ખરીદીયે છીએ. અને બીજું આ કે આ ટીવીમાં સ્ક્રીન મિરર અને ઇનબિલ્ટ વાઈ ફાઈ જેવા કેટલાક ખાસ ફીચર પણ તેમાં આવશે.

આવું ટીવી લોન્ચ કર્યું છે સેમી ઇન્ફોર્મેટીક્સે કંપનીએ અને આ વિશ્વનું સૌથી સસ્તુ સ્માર્ટ એલઇડી ટીવી છે, અને તેની કિંમત માત્ર 4,999 રૂપિયા જ રાખેલી છે. કંપનીએ આ ટીવીમાં એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ આપેલી છે અને આ સુવિધા મોટેભાગે સ્માર્ટ ટીવીમાં હોય છે. આ ટીવીની સાઈઝ 32-ઇંચની હશે અને આ ટીવી આપણા જ દેશમાં બનાવવામાં આવશે. કંપની આ ટીવી પર 3 વર્ષની વોરન્ટી પણ ઓફર કરશે.

ટીવીમાં 4.4 એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે. અને આ ટીવીમાં, ફેસબુક જેવી એપ્લિકેશન્સ, પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હશે , અને આ એપ્લિકેશનને અલગથી ઇન્સ્ટોલ કરવા માટે પણ બીજો એક વિકલ્પ રહેલો હશે. આ ટીવીમાં 4 જીબી રેમ અને 512 એમબી સ્ટોરેજ પણ રહેલી છે. આ ટીવી સાથે, કંપની સાઇટ પર વોરંટી અને ઓનઇટ સર્વિસ પણ આપશે.

આ ટીવીમાં 2 એચડીએમઆઇ પોર્ટ્સ અને બે યુએસબી પોર્ટ પણ મળશે. વધુ માહિતી આપીયે તો આ ટીવીમાં તમે ગેમની પણ મજા માણી શકશો અને આ ટીવીને તમે ગૂગલ પ્લે સ્ટોર પર સેમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખરીદી શકશો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?