કૃષ્ણ નગરી વૃંદાવનમાં વિધવાઓ રમે છે હોળી, રંગાય છે રંગમાં

0
287

વૃંદાવનમાં ગોપીનાથ મંદિરમાં વિધવાઓ માટે હોળીનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગયા વર્ષે પશ્ચિમ બંગાળ, બનારસ અને અન્ય શહેરોથી આવેલી 500 વિધવા મહિલાઓ હોળી રમી હતી. તેમના માટે 140 ટન ગુલાબ અને તેટલા જ ફૂલ મંગાવવામાં આવ્યા હતા.

બાળપણમાં જ થઈ ગઈ હતી વિધવા

– પશ્ચિમ બંગાળથી આવેલી વિધવા રાજેશ્વરીએ જણાવ્યું કે તે બાળપણમાં જ વિધવા થઈ ગઈ હતી.

– આજે જીવનમાં પહેલી વાર તે રંગોથી હોળી રમી છે અને તે ખૂબ ખુશ છે.

– તેમના માટે ગોપીનાથ મંદિરમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

– તેનુ આયોજન સુલભ ઈન્ટરનેશનલ તરફથી કરવામાં આવ્યું છે.

કૃષ્ણની ભક્તિમાં રંગનું મોટુ યોગદાન

– મથુરાના ગોપીનાથ મંદિરમાં આવી ખાસ હોળી પહેલી વાર આયોજીત કરવામાં આવી છે.

– સુલભ ઈન્ટરનેશનલની વૃંદાવન બ્રાંચની ઈનચાર્જ વિનીતા વર્માના જણાવ્યા પ્રમાણે, આ હોળી વિધાવાઓના જીવનમાં નવો રંગ લાવશે.

– વિધવાઓને સામાન્ય રીતે દેશમાં હોળી રમવાથી અલગ રાખવામાં આવે છે.

– પરંતુ સંગઠન ઈચ્છે છે કે, રંગભરેલી દુનિયામાં વિધવાઓ પણ તેમાં રંગાઈ જાય.

– કૃષ્ણની ભક્તિમાં રંગનું બહુ મોટુ યોગદાન હોય છે.

કોણ છે સુલભ ઈન્ટરનેશનલ?

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સુલભ ઈન્ટરનેશનલ વૃંદાવન અને વારાણસીમાં રહેતી અંદાજે 1500 વિધવા મહિલાઓની દેખભાળ કરે છે. સંસ્થા આવી મહિલાઓને તેમનું ખોવાયેલુ સન્માન પરત અપાવવાનો પ્રયત્ન કરે છે.

140 ટન ગુલાબ મંગાવ્યા હોળી રમવા

કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને વિધવા મહિલાઓ રમી હોળી

અબીલ, ગુલાલ અને ફુલોથી રમાઈ હોળી

બનારસથી વિધવાઓ હોળી રમવા પહોંચી મથુરા

500થીવધારે મહિલાઓ હોળી રમી

પશ્ચિમ બંગાળથી પણ વિધવા મહિલાઓ આવી હોળી રમવા

કૃષ્ણની ભક્તિમાં રંગનું મોટુ યોગદાન

રંગમાં રંગાયેલી વિધવા મહિલાઓ

વિધવાઓ ફૂલોથી રમી હોળી

સુલભ ઈન્ટરનેશનલ દ્વારા ગોપીનાથ મંદિરમાં હોળી આયોજિત કરવામાં આવી

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?