શું તમને ખબર છે રવિવારે રજા કેમ મળે છે? જરૂર જાણો આ પાછળનું કારણ

0
407

આપણે જાણીએ છીએ કે વર્ષ દરમિયાન આપણ ને ઘણી બધી રજાઓ મળતી હોય છે. ક્યારેક કોઈ મહાન પુરુષોની જયંતીની તો ક્યારેક રાષ્ટ્રીય તહેવારની રજા તો ક્યારેક અન્ય તહેવારો રજાઓ.

દરેક રજાઓ પાછળ કોઈને કોઈ કારણ અથવા કોઈ મહત્વ છુપાયેલું હોય છે. ક્યારેક કોઈના માનમાં તો ક્યારેક કોઈ વ્યક્તિ માનમાં રજાઓ રાખવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે રવિવારની રજા કેમ મળે છે? શા માટે આપણને રવિવારની જ રજા મળે છે. બીજા કોઈ દિવસ શા માટે નથી મળતી?

શું તમને ખબર છે રવિવારે રજા કેમ મળે છે? અમુક લોકો જે રવિવારે બપોર સુધી આરામ કરતા હોય છે તે લોકોએ આ ઈતિહાસ જરૂર જાણવો જોઈએ… કેમ કે તે આ આરામ કોના લીધે કરી રહ્યા છે તે જાણતા નહિ હોય. ઘણા ઓછા લોકો જાણતા હશે કે રવિવારની રજા પાછળનો ઈતિહાસ.

ચાલો કોઈ વાંધો નહિ તમને ખબર ના હોય તો આજે અમે તમને જણાવીશું કે શા માટે રજા માટે રવિવાર જ પસંદ કરાયો અને તેની પાછળ રહેલો ઈતિહાસ.

રવિવારની રજા પાછળ એક ઐતિહાસિક કારણ છે. એવું માનવામાં આવે છે કે રવિવારની રજાની શરૂઆત ભારતમાંથી શરુ થઇ છે. તો ચાલો જાણીએ સૌપ્રથમ રવિવારની રજા મળવાનું ઐતિહાસિક કારણ.

ઐતિહાસિક કારણ એ છે કે, રવિવારની રજાનો શ્રેય નારાયણ મેઘાજી લોખંડેને જાય છે. ભારત પર જયારે બ્રિટિશ શાસન હતું ત્યારેલોકોને ખૂબ ત્રાસ આપવામાં આવતો હતો, મજૂરોને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડતું હતું અને તેમને અડધા દિવસની પણ રજા નહોતી મળતી. નારાયણ મેઘાજી લોખંડે શ્રમિકોના નેતા હતા. શ્રમિકોની હાલત જોઈને તેમણે ૧૮૮૧માં બરવિવારની રજાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.

પરંતુ બ્રિટિશ સરકારે તેમના પ્રસ્તાવને નામંજૂર કર્યો. ત્યાર બાદ નારાયણ મેઘાજી લોખંડે અને શ્રમિકો સાથે મળીને આંદોલન શરુ કર્યું અને આટલું જ નહીં તેમણે મજૂરો માટે બીજા અન્ય કાર્યો પણ કર્યા છે.

આખરે 8 વર્ષ સંઘર્ષ બાદ લોખંડેની મહેનત રંગ લાવી. અંગ્રેજ સરકારે 10 જુન ૧૮૯૦ ના દિવસે જાહેરનામું બહાર પાડ્યું તે અઠવાડિયામાં એક દિવસ રજા મળશે જે બાદ રવિવારે રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાથે દરરોજ કામ દરમિયાન અડધો કલાકનો બ્રેક આપવામાં આવ્યો, જેને આજે આપણે લંચ બ્રેક કહીએ છીએ.

નારાયણ મેઘજી લોખંડેનું માનવું છે કે જે નોકરી મળી છે તે સમાજના કારણે મળી છે. દરેક વ્યક્તિ જે નોકરી કરે છે તેને એક દિવસનો સમય સમાજ સેવાના કાર્યો માટે મળવો જોઈએ. નારાયણ મેઘાજી લોખંડેના સન્માનમાં ભારત સરકાર દ્વારા ૨૦૦૫ માં તેમના નામની ટપાલ ટીકીટ પણ બહાર પાડવામાં આવી હતી.

આમ રવિવારની રજા નિશ્વિત કરી દેવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય માનકીકારણ સંસ્થા “INTERNATIOAL ORGENIZATION FOR STANDARDIZATION ‘IOS’ ” એ પણ માન્યું કે રવિવાર જ રજાનો દિવસ હોવો જોઈએ. આ સંસ્થાએ ૧૯૮૬ માં આંતરરાષ્ટ્રીય સ્તર પર રવિવારની રજા લાગુ પાડી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?