જાણો કેમ જગન્નાથ ભગવાનને ખીચડીનો ભોગ લગાવાય છે, જાણીયે તેની હકીકત ….

0
131

શું તમે જાણો છો કે ભગવાન અને તેમના ભક્તોની જે અમર કથાઓ છે તે તેમના અતૂટ આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે. આ કથાઓ પ્રભુનો પ્રેમ અને તેમના સ્નેહને બતાવવા માટે તેનું અસ્તિત્વ થયું છે અને એના પરથી જાણી શકીયે છે કે પ્રભુને ખાલી સાચો અને પવિત્ર ભાવની જ જરૂર હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણના પરમ ઉપાસક કર્મા બાઈ જી. જગન્નાથ પુરી માં રહેતા હતા અને તેમણે ભગવાનને તેમના બાળપણથી જ પુત્રના રૂપે પૂજતા. તેઓ ઠાકુર જી ના બાળ સ્વરૂપ જોડે એવી રીતે જ વાતો કરતા હતા જેમકે ઠાકુરજી એમના પુત્ર હોય અને એમના જ ઘરમાં રહેતા હોય. કર્મા બાઈને એક દિવસે એવી ઈચ્છા થઇ કે ભગવાનને તે ફળ અને મેવાની જગ્યાએ પોતાના હાથે જ કંઈક બનાવીને ખવડાવે. તેમણે જગન્નાથ પ્રભુ ને પોતાની ઈચ્છા કહી. ભગવાન તો ભક્ત માટે બધું હાજર કરી જ દેતા હોય છે. ત્યારે ભગવાન બોલે છે કે , મા જે કઈ પણ બનાવ્યું છે એ જ મને ખવડાઈ દો ,મને ખૂબ જ ભૂખ લાગી છે.

કર્માબાઈએ ત્યારે ખીચડી જ બનાઈ હતી. અને તેમણે ઠાકુરજીને ખીચડી ખાવા આપી. અને પ્રભએ ખૂબ પ્રેમથી ખીચડી ખાધી અને કર્માબાઈ એ જોયું અને ભગવાન સામે તે પંખો ચલાવવા માંડી કે ક્યાંક ગરમ ખીચડી ખાશે અને મારા ઠાકુરજીનું મોઢું ના દાઝી જાય. સંસારને એમના મુખમાં સમાવવાવાળા ભગવાનને કર્મા બાઈ એક માતાની જેમ પાંખો ચલાવતા હતા અને તે ભગવાનના ભક્તની ભાવનામાં ભાવ વિભોર થઇ ગયા હતા.

ભગવાન ભક્ત વત્સલ છે અને ભગવાને કહ્યું , મા ,મને તો ખીચડી બહુ જ સરસ લાગી . હવે તમે મારા માટે રોજ ખીચડી જ બનાવજો. હું રોજ અહીંયા ખીચડી ખાવા આવીશ.

હવે તો કર્માબાઈજી રોજ સવારે ઉઠે અને પહેલા ખીચડી જ બનાવી નાખે અને બીજું બધું કામ પછી કરતા અને ભગવાન પણ સવારમાં દોડીને આવી જાય. આવે અને કહે , મા ઝડપથી મને મારી પ્રિય ખીચડી આપી દો. આ ભગવાનનો ક્રમ રોજનો થઇ ગયો હતો. ભગવાન સવારમાં જ આવે અને આવીને ભોગ ખાઈને ચાલ્યા જાય.એક વાર વખત એક મહાત્મા કર્મા બાઈ પાસે આવે છે. મહાત્મા રોજ એમને સવાર જોવે ખીચડી બનાવતા અને નારાઝ થયા અને કહે છે કે માતાજી તમે આ શું કરો છો? સૌથી પહેલા સવારે નાહીને પહેલા પૂજાપાઠ કરવા જોઈએ અને તમે તો પેટનું જ વિચારો છો.

કર્મા બાઈ કહે છે કે , શું કરું ? મહારાજ જી. આખો સંસાર જે ભગવાનની પૂજા કરતો હોય છે એ મારા ઘરે સવારમાં જમવા આવે છે, માટે જ હું બધું કામ મૂકીને સૌથી પહેલા ખીચડી બનાવું છું. મહાત્મા વિચારે છે કે આ કર્મા બાઈની બુદ્ધિ ફરી જ ગઈ લાગે છે. એ તો એવું કહે છે જાણે ભગવાન એમની બનાવેલી ખીચડીનું જ રાહ જોઈને બેઠા હોય.

મહાત્મા આ કર્મા બાઈ ને સમજાવે છે કે, માતાજી તમે તો ભગવાનને અશુદ્ધ કરો છો. માટે સવારે રસોઈ કરો તે પહેલા સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ જ ભગવાનને ભોગ ધરાવો જોઈએ.

પછી બીજે દિવસે કર્માબાઈ એમજ કરે છે ,અને બીજા દિવસે સવારે ભગવાન આવે છે અને કહે છે કે માં , હું આવી ગયો છું અને મને મારી ખીચડી આપો.

કર્મા બાઈ કહે છે કે , પ્રભુ મારું અત્યારે સ્નાનનું કાર્ય કરું છું ,તો હવે થોડી રાહ જોવો. થોડા સમય પછી ભગવાન ફરી બોલાવે છે અને કહે છે કે માં ઝડપ કરો. મારે જવું છે , અને મારા મંદિરનો પટ ખુલવાનો સમય થઇ ગયો છે.

તો માં ફરી કહે છે , કે અત્યારે તો હું રસોઈની સફાઈ કરું છું પ્રભુ. ભગવાન વિચારે છે કે કેમ આજે આવું  થયું. પછી જ્યારે કર્માબાઈ ખીચડી પરોસે છે ત્યારે ભગવાન ઝડપથી ખીચડી ખાઈ લે છે . પણ આજે ભગવાનને ખીચડીમાં રોજનો ભાવ કે સ્વાદ પણ ના આવ્યો. તે દિવસે ભગવાન ઝડપથી પાણી પણ પિતા નથી અને મંદિરમાં ભાગે છે.

ભગવાન બહાર મહાત્મા ને જોવે છે અને બધું સમજી જાય છે. મારી માને આવી પટ્ટી આ મહાત્માને ભણાવી દીધી છે.

હવે જયારે ઠાકુરજીને મંદિરના પૂજારી જોવે છે અને મંદિરનો પટ ખોલે છે અને ભગવાનના મોઢે ખીચડી જોવે છે અને પૂજારી કહે છે કે , પ્રભુજી , તમારા મોઢે કેમ આ ખીચડી ચોંટી છે ?

ભગવાન કહે છે કે પૂજારીજી , હું રોજ મારી કર્મા બાઈને ત્યાં ખીચડી ખાતો હોઉં છું. તમે મા કર્માબાઈ ના ઘરે જાઓ અને તે મહાત્મા ને સમજાવી દો. અને કહો કે મારી માં ને કેમ આવું ખોટું સમજાવ્યું ?

પૂજારી મહાત્મા પાસે જાય છે અને બધી વાત કરે છે કે ભગવાન તો ભાવના જ ભૂખ્યા હોય છે.જયારે મહાત્મા આ સાંભળે છે અને મહાત્મા મુંજાય છે અને તરત જ કર્મા બાઈ પાસે જઈ ને કહે છે કે , માતાજી તમે મને માફ કરી દો. આ નિયમ ધર્મ તો આપણા સંતો માટે છે. હવે તમે પહેલા જ જેવી રીતે ખીચડી બનાવતા હોય એવી જ રીતે બનાવી દો. તમારો જે ભાવ હતો એવા જ ભાવથી ખવડાવો તો એવી જ રીતે ભગવાન ખીચડી ખાશે.

પછી એક દિવસ એવો આવે છે કે જ્યારે કર્મા બાઈના પ્રાણ છૂટી જાય છે. એ દિવસે પૂજારી મંદિરનો પટ ખોલે છે અને જોવે છે કે ભગવાનની આંખોમાં ખુબ જ આંસુ હતા અને પ્રભુ ખુબ જ રડી રહ્યા હતા. જ્યારે પૂજારી કારણ પૂછે છે તો ભગવાન કહે છે કે, પૂજારીજી આજે મારી મા કર્મા બાઈ આ દુનિયા મૂકીને જતા રહ્યા. હવે હું વિચારું છું કે હવે મને કોણ ખીચડી બનાવી ને ખવડાવશે?  પૂજારી કહે છે કે પ્રભુજી , હવે અમે તમને માની કમી તમને નહિ થવા દઈએ. આજ પછી. હવે તમને સૌથી પહેલા જ ખીચડી જ ખવડાવીશું. અને માટે જ આજે પણ જગન્નાથ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવામાં આવે છે.

શીખ

ભગવાન અને ભક્તોની જે આ અમર કથાઓ અતૂટ આસ્થા અને વિશ્વાસ નું પ્રતીક ગણાય છે. આ કથાઓ બધાને પ્રભુ નો પ્રેમ અને સ્નેહ ને દર્શાવે છે અને એમ સમજાવે છે કે પ્રભુ માત્ર સાચા અને પવિત્ર ભાવના જ ભુખ્યા છે. તો સૌ કોઈ આ કથાઓના માધ્યમ દ્વારા ભક્તિ રસને ચાખો અને આંનદના સરોવરમાં લગાવો ડૂબકી. ઈશ્વરની ભક્તિ માં દરેકનું મસ્તક જુકી જાય છે. માટે જ ચિકિત્સા વિજ્ઞાનના લોકો જણાવે છે કે ,દવા કરતા વધારે દુઆ જ અસર કરે છે.

તો સૌ પ્રેમથી બોલો જય જગન્નાથજી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?