આ કારણથી સુહાગરાત પર ફૂલોથી સજાવાય છે

0
475

આમતો દરેક લોકો લગ્નને લઇને ઘણા સપના જોવે છે લાખો અરમાનથી છોકરીઓ સાસરે જાય છે. લગ્નની દરેક રીત રસ્મને ખાસ માનવામાં આવે છે, પરંતુ સુહાગરાતને એક અલગ જ મહત્વ આપવામાં આવ્યું છે. લગ્નના દરેક રિવાજની જેમ સુહાગરાતને પણ ખાસ મહત્વ અપાય છે. અરમાન ભરેલી દુલ્હન અને દુલ્હા રાજા લગ્નની સાથે સાથે તેમની ફર્સ્ટ નાઈટને એટલેકે સુહાગરાતને લઈને ખુબજ એક્સાઈટેડ હોય છે

આ રાત માટે ઘણી તૈયારીઓ થાય છે એમાંથી એક છે બેડને સજાવવો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રાતે ફૂલોથી બેડને કેમ સજાવવામાં આવે છે. સુહાગરાતે નવા વરવધુનો બેડ એટલે કે પલંગને ફૂલોથી સજાવવામાં આવે છે. આ એક જૂની પંરપરા છે. માન્યતા છે કે આ દિવસથી લોકો પોતાની નવી જીંદગીની શરૂઆત કરે છે. એટલા માટે સૂવાના રૂમનો માહોલ રોમેન્ટિક બનાવવામાં આવે છે.

સુહાગરાતે આખા રૂમમાં સુગંધિત ફૂલ રજનીગંધા, ગુલાબ. ચમેલી અથવા કામેચ્છા વધારનાર માદક ફૂલોથી સજાવવામાં આવે છે. જણાવી દઇએ કે હિંદુ ધર્મમાં આ પ્રકારની માન્યતા સદીઓથી ચાલતી આવી છે. આનાથી વાતાવરણમાં અલગ જ માહોલ ઉભો થાય છે. નવી આવનારી વધુ નવા વાતાવરણમાં સેટ થાય શાંતિથી સુઈ શકે તે કારણે પણ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્રોત : સંભાવન્યૂઝ