કેમ જરૂરી છે હિન્દુઓ માટે તિલક અને ચાંદલો

0
99

આજના સમયમાં, ઘણા હિન્દુઓ નિયમિત તિલક કરતાં નથી. મહિલાઓ દ્વારા તેને જૂની પરંપરા ગણવામાં આવે છે જે તેમના પશ્ચિમી ઢબનાં કપડાં જોડે યોગ્ય લાગતી નથી,પરંતુ ઘણી મહિલાઓ બિંદી કરતી હોય છે. હવે વધારે પડતા તિલક ધાર્મિક પ્રસંગોમાં અને મંગલકારી દિવસોમાં (જન્મદિવસો, લગ્નો, વગેરે) અથવા લગ્ન પછી જ કરવામાં આવે છે.

તિલક ને પૂજા અને ભક્તિનું એક મુખ્ય અંગ ગણવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્ય કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી  જ થાય છે.

ભારતમાં ચંદનને એક પવિત્ર ઔષધીય અને ધાર્મિક મહત્વની વસ્તુ ગણાય છે. પ્રાચીન સમયથી જ આપણે ત્યાં ચંદનનો ઉપયોગ ધાર્મિક અને સારવાર માટેની ઘણી જરૂરિયાતોમાં થાય છે. માથા ઉપર ચંદનનું તિલક લગાવવાની પરંપરા ઘણી જૂની છે. તેની પાછળ એ તર્ક છુપાયેલું છે કે ચંદનનું તિલક કરવાથી એકાગ્રતા વધે છે અને મગજને ઠંડક મળે છે. પાછળથી તમામ અભ્યાસ પછી આ તથ્યોની સાચા છે તેવું સાબિત થયું છે. માથા ઉપર ચંદન લગાવવાથી માથાના દુખાવો મટી જાય છે. તે ઉપરાંત ત્વચા સબંધીત દરેક તકલીફો માટે પણ તે રામબાણ ઔષધી તરીકે વપરાય છે.તો ચાલો આપણે જાણીએ કે ચંદન લગાવવાથી કયા કયા ફાયદા મેળવી શકાય છે .

શું કામ તિલક ચાંદલો કરવો જરૂરી છે?

માથાનો દુખાવો કરે છે – 
ચંદનની પ્રકૃતિ ઠંડી હોય છે.તેથી ચંદન માથા ઉપર લગાવિયે તો માથાના દુખાવામાં આરામ મળે છે. તેનાથી માથાના દુખાવાને કારણે ગરમ થયેલી નસોમાં ઠંડક મળે છે અને તેને આરામ આપે છે. ખાસ તો જયારે ઉનાળામાં માથાનો દુખાવો થાય છે ત્યારે ચંદન ખુબ જ જલ્દી રાહત આપે છે.

એકાગ્રતા વધારે – 
જો તમને કોઈ પણ કામ અથવા તો વાંચવામાં ધ્યાન આપવામાં તકલીફ થાય છે તો માથા ઉપર ચંદન લગાવાથી મગજ ઠંડુ અને શાંત રહે છે જેથી એકાગ્રતા માં પણ સુધારો થાય છે. આપણા દેશમાં પ્રાચીન સમય થી જ વિદ્યાર્થીઓને તિલક લગાડવાની પરંપરા છે. તે ઉપરાંત સાધુ-સંતોને તિલક લગાવવાની પાછળ પણ આ કારણ જ છુપાયેલું છે

તાવ માંથી આપે રાહત – 
આપણે તાવમાં માથાને ઠંડુ રાખવા માટે પાણીની પટ્ટીઓ રાખતા હોઈએ છે. જો આપણે તેની જગ્યાએ ચંદનનો ઉપયોગ કરી શકાય છે , માટે જો માથા ઉપર ચંદન લગાવીએ તો શરીરનું તાપમાન સામાન્ય થવા માંડે છે. અને તાવમાં પણ આરામ મળે છે.

અનિન્દ્રા અને તાણથી આરામ મળે – 
જો આપણું મગજનું વધારે પડતું સક્રિય હોય તો માનસિક તાણ, થાક અને અનિન્દ્રા ની તકલીફ ઉભી થાય છે. આયુર્વેદ પ્રમાણે ચંદનના લેપથી માથા ઉપર મસાજ કરવાથી તનાવ અને અનિન્દ્રા બન્નેમાં રાહત થાય છે.

ખીલ થાય દુર – 
ચંદન ત્વચાના ડાઘ-ધબ્બા ને પણ દુર કરે છે. ચંદનનો લેપથી ઓઈલી સ્કીનમાં પણ રાહત થાય છે.તેના સિવાય ચહેરાના ખીલમાં પણ રાહત થાય છે.

આપણા દેશમાં 90 કરોડથી વધુ હિન્દુ જનસંખ્યા છે છતાં પણ આપણાં દેશમાં મોટા ભાગના હિન્દુઓનાં કપાળ કોરી તાવડી જેવા બની ગયા છે. એમાં પણ  ચાંદલો કરવાથી શરમ અનુભવતી હોય એવી બહેન દિકરીઓને જોઇને તો ઘણો આઘાત લાગે છે.તેમને માથાંમાં સિંદૂર લગાવામાં પણ શરમ આવતી હોય છે જયારે લાખો હિંદુઓ વૈષ્ણવ, શૈવ્ય, દેવ દેવી ઓ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય તિલક પરંપરાને અનુસરે છે. તો પણ એની આપણાં હિન્દુઓ દ્વારા જ ઠેકડી ઉડાડાય છે.

જ્યારે અંદાજે 20 કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો મુસ્લિમ સમાજ જેમાં પુરુષો માથે જાળીવાળી ટોપી પહેરતા હોય છે, લાંબી દાઢી રાખતા હોય છે. ખ્રિસ્તી વ્યક્તિ ગળામાં ક્રોસ પહેરતી હોય છે, તેથી એવું કહી શકાય કે દરેક સંપ્રદાય પોતપોતાની પરંપરાને અનુસરે છે પણ ક્યારેય મુસ્લિમ ને ટોપીનો વિરોધ કે મશ્કરી કરતાં દેખ્યા ? ક્યારેય ખ્રિસ્તીને ક્રોસનો વિરોધ કે મશ્કરી કરી કરતાં દેખ્યા ?

પરંતુ જયારે હિન્દુઓ જ તિલક કરતાં બીજા હિન્દુઓની મશ્કરી કરે એ વધુ દુઃખની વાત છે.
પોતે હિન્દુ છે છતાં પણ તિલકના કરે એ એની વ્યક્તિગત વાત છે, પરંતુ બીજા હિન્દૂ તિલક કરતા હોય એની મશ્કરી કેમ ?
કેટલી વખત આપણે સાંભળ્યું છે કે જોને લાંબા…લાંબા…ટીલા..ને ચાંદલા… કરી ને નીકડ્યા છે. પણ એવા લોકો એવું જાણતા નથી કે તમને સવારમાં કોઈ તિલક ચાંદલો કરેલ વ્યક્તિ જો સામો મળે તો પણ તમારો દિવસ સારો જાય છે.

આપણાં કપાળ ઉપર આજ્ઞા ચક્ર હોય છે કારણ કે તિલક પરંપરાનો ઇતિહાસ 10000 વર્ષ જુનો છે. વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં પણ એના વિષે ઉલ્લેખ જોવા મળે છે.

હડપ્પા અને મોહેંજો દડોની મૂર્તિઓ  તો 3700 વર્ષ જૂની છે છતાં પણ તે આ તિલક પરંપરાની ગવાહી આપે છે.

તો પણ હિન્દુઓ દ્વારા જ હિન્દુ ધર્મની પરંપરા ધુત્કારાય છે તે આશ્ચર્ય જનક છે

કેમ કરવું જોઈએ તિલક ?

જાણો કેમ વિદાય સમયે થાય છે તિલક ?
હિંદુ ધર્મમાં કોઇપણ પ્રકારનું પૂજન કરતી વખતે મસ્તક પર તિલક લગાડવું જરૂરી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તિલક વિના પૂજાનું ફળ આખું મળતું નથી. પરંતુ માત્ર પૂજનના સમયે જ તિલક કરવામાં આવે છે તેવું જરૂરી નથી પણ તિલકને તો આપણી ભારતીય સંસ્કૃતિનુ અભિન્ન અંગ કહેવાય છે. માટે જ આપણા ત્યાં જ્યારે પણ કોઇનું સ્વાગત કરાય છે, લગ્ન વિવાહમાં કોઇપણ રિવાજ થાય છે અથવા કોઇની પણ વિદાય થાય છે ત્યારે અને મહેમાનો પણ જયારે વિદાય થાય છે ત્યારે તેમને પણ તિલક લગાડીને જ વિદાય કરવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકોને એ ખબર હશે કે જેમને આ ખબર હશે કે વિદાય વખતે તિલક  શું કામ કરવામાં આવે છે  ?એમ તો તિલક એ આપણા ત્યાં સમ્માનનું પ્રતીક માનવામાં આવે છે. આના સિવાય તેને વિજયનું પ્રતીક પણ માનવામાં આવે છે.તેથી જ પ્રાચીન સમયમાં જ્યારે પણ કોઇ યુદ્ધ માટે જાય ત્યારે તેને તિલક લગાડીને વિદાય આપવામાં આવતી હતી . આની પાછળ એવી આશા રખાય છે કે તે જ્યારે પાછો ફરે તો તે વિજય મેળવીને જ પરત ફરે. આવામાં તિલક કરવાથી સકારાત્મક ભાવના કે દુવાઓ વિદાય લેનારાની સાથે હંમેશા રહે છે અને તેને પોતાના લક્ષ્ય સુધી પહોચાડવા ઘણી મદદ કરે છે.એની સાથે જ તિલક લગાડવાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે કારણકે તિલક લગાડવાથી આપણું કપાળમાં રહેલું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે અને સાથે જ આપણા મસ્તિષ્કને શીતળતા પ્રાપ્ત થાય છે.

પૂજાના સમયે તિલકનું વિશેષ મહત્વ છે અને ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તેમને ચંદનનું તિલક અવશ્ય લગાડવું જોઇએ. પૂજન કરનાર પણ પોતાના મસ્તક પર ચંદનનું તિલક લગાડતો હોય છે.ચંદન સુગંધીત હોય છે અને તેના ગુણમા પણ શીતળતા રહેલી હોય છે. ભગવાનને ચંદન અર્પણ કરવાનો ભાવ એ છે કે આપની કૃપા સુગંધથી ભરી જાય છે અને આપણો વ્યવહાર પણ શીતળ રહે એટલે કે આપણે શાંત ચિત્તે કામ કરી શકીએ છીએ. ઘણીવાર ઉત્તેજનામાં કામ બગડી જતું હોય છે. ચંદન લગાડવાથી ઉત્તેજના પણ કાબુમાં આવે છે. સ્ત્રીઓએ માથા પર કસ્તુરીનું તિલક અથવા બિંદી લગાડવી જોઇએ. ગણેશજી, હનુમાનજી, માતાજી અને અન્ય મુર્તિઓથી સિંદુર નીકાળી લગાડવું ના જોઇએ. સિંદુર ગરમ હોય છે. ચંદનનું તિલક લલાટ પર કે નાના ચાંલ્લા રૂપે બન્ને આઇબ્રોની વચ્ચે લગાડી શકાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચંદનનું તિલક લગાવવાથી મગજ શાંત રહે છે. માનવ મસ્તિષ્કમાં સેરાટોટિન તેમજ બીટાએડોરફિન નામક રસાયણોનું સંતુલન હોય છે.તેનાથી મેઘાશક્તિ વધે છે તથા માનસિક થાક વિકાર નથી થતો.

કેમ કરવો તિલક ચાંદલો ?

હિન્દુ ધર્મ પ્રમાણે તિલક કપાળ પર અને શરીરના અન્ય ભાગ પર થાય છે.

વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરાય છે અથવા તો ફક્ત વિશિષ્ટ ધાર્મિક પ્રસંગોમા કરવામાં આવે છે. પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવે છે કેમ કે પહેલાં સાઘ્ય એટલે ઈશ્વર-પૂજન અને ત્યાર પછી સાધન એટલે બુદ્ધિનું પૂજન. એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં, પૂજન-અર્ચનમાં મસ્તક પર તિલક અથવા તો ટીલું કરવામાં આવે છે. બહેન દ્વારા ભાઈના માથા પર તિલક કરવામાં આવે છે. એનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. ભાઈને આ તિલક કરવાથી ‘ત્રિલોચન’ બનાવે છે અને ત્રીજી આંખમાં કામ-દહનની શકિત છે.તિલકમાં જગતની સ્ત્રીજાતિ તરફ કામ-દૃષ્ટિથી ન જોતાં ભાવદૃષ્ટિથી, બહેનની ભાવનાથી જોવાનું હૃદયંગમ સૂચન તેમાં સમાયેલું છે.

હિન્દુ ધર્મમાં અલગ અલગ પરંપરાઓ જાણીતી છે. રોજ સવારે સ્નાન કર્યા બાદ ભગવાનનું વિધિ-વિધાનથી પૂજન થાય છે પછી તિલક લગાવવાનું હિન્દુની જ પરંપરામાં આવે છે. તિલક પણ અલગ-અલગ વસ્તુઓથી થાય છે. કોઈ વ્યક્તિ ચંદનનું તિલક લગાવે છે તો કોઈ સિંદૂરનું તે સિવાય પણ અનેક વસ્તુઓથી તિલક થાય છે. તિલક લગાવવા પાછળનું ફક્ત ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક કારણ પણ  રહેલું છે. જો એમ કહેવામાં આવે કે તિલક લગાવવું, હિન્દુ ધર્મ પરંપરાઓનું સૌથી અભિન્ન અંગ છે તો અતિશયોક્તિ નહીં કહેવાય.તમે માત્ર બે-ત્રણ પ્રકારના જ તિલગ લગાવતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે સાધુઓમાં કેટલા પ્રકારના તિલક જાણીતા હોય છે. જો આપણે વિગતે જોઈએ તો ૮૦ થી વધારે પ્રકારના તિલક લગાડાય છે. સનાતન ધર્મમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ અને અન્ય મતોના અલગ-અલગ તિલક હોય છે. હિન્દુ ધર્મમાં જેટલા સંતોનો મત છે, જેટલા પંથ છે, સંપ્રદાય છે તે બધાના પણ પોતાના અલગ-અલગ પ્રકારના તિલક હોય છે.

વિવિધ હિન્દુ પરંપરાઓ તિલક કરવા માટે અલગ અલગ વસ્તુઓ અને આકારોનો ઉપયોગ કરતા હોય છે.

• સૈવિતેઓ લાક્ષણિકપણે સમગ્ર કપાળ પર ત્રણ આડી રેખાઓ ભસ્મથી બનાવે છે. વિભૂતિની સાથે મોટા ભાગે મધ્યમાં કંકુની સાથે સુખડના લાકડાની લૂગદીનું ટપકું કરવામાં આવે છે. (ત્રિપુંડ્ર).

• વૈષ્ણવો તિલક માટે પવિત્ર નદી અથવા જે તે સ્થળની માટી (જેમ કે વૃંદાવન અથવા તો યમુના નદી)નો ઉપયોગ કરે છે, જેમાં ઘણી વખત સુખડનું લાકડું પણ ભેળવવામાં આવે છે. તેઓ બે લંબરૂપ રેખાના આકારમાં લૂગદી લગાવે છે, જે નીચેના ભાગમાં એકબીજા સાથે જોડાઈ શકે છે, તેનાથી કાં તો U આકાર બનાવતા હોય છે અથવા તુલસી પાંદડાનો એક વધારાનો આકાર બનાવતા હોય છે. તેમના તિલકને ઊર્ધ્વપુન્ડ્ર તિલક કહેવામાં આવે છે.

• ગણપત્ય લાલ સુખડની લૂગદીનો ઉપયોગ કરે છે (રક્ત ચંદન).

• શાક્તો કંકુ અથવા લાલ હળદરના પાઉડરનો ઉપયોગ કરે છે. તેઓ એક લંબરૂપ રેખા અથવા બિંદુનો ઉપયોગ કરે છે. તેઓ એક ઊભી રેખા અથવા બિંદુ દોરે છે.

• સન્માનદર્શક તિલકો (રાજ તિલક અને વીર તિલક): સામાન્ય રીતે તેમાં એક લંબરૂપ લાલ રેખા કરવામાં આવે છે. રાજ તિલકનો ઉપયોગ જ્યારે રાજાને ગાદી પર બેસાડવામાં આવે છે અથવા મહત્ત્વની વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. યુદ્ધ અથવા રમત બાદ વિજેતાઓ અથવા નેતાઓને અભિકૃત કરવા માટે વીર તિલકનો ઉપયોગ કરવામાં આવે છે.

• સ્વામિનારાયણ તિલક : તે કપાળની મધ્યમાં U આકારનું તિલક હોય છે. U આકારની મધ્યમાં લાલ રંગનો ચાંદલો કરતા હોય છે.

જ્ઞાતિ પ્રમાણે તિલક :

હિન્દુ જ્ઞાતિ આધારિત વ્યવસ્થા અને વૈદિક ગ્રંથો અનુસાર તિલક ૪ પ્રકારના હોય છે

► બ્રાહ્મણ તિલક – ઊર્ધ્વપુંડ્ર :
કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ બનાવવી (હવેના સમયમાં તે મોટા ભાગે U આકારનું તિલક બની ગયું છે).

► ક્ષત્રિય તિલક- ત્રિપુંડ્ર :
કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની – ત્રણ કમાનો.

► વૈશ્ય તિલક – અર્ધચંદ્ર :
અર્ધ વર્તુળ સાથે મધ્યમાં બિંદી અથવા ગોળાકાર નિશાન – અર્ધ ચંદ્ર તિલક

► શૂદ્ર તિલક – પર્તાલ :
કપાળની ઉપર મોટું વર્તુળાકાર નિશાન

આ લેખ વાંચીને આજથી જ આપણે બધાએ તિલક ચાંદલો અથવા તિલક કરવું જ જોઈએ. (ભલે આપણે કોઈ પણ ધર્મમાં, ભગવાનમાં માનતા હોય)

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?