મુવી રિવ્યૂ : વાય ચીટ ઈન્ડિયા

0
137

ઓવરઓલ મૂવીની વાર્તા સારી છે, પણ વચ્ચે વચ્ચે તેનો વિષય ઠંડો થતો હોય એવું લાગે છે. જેને લીધે દર્શકો ફિલ્મ સાથે સતત જકડાયેલા નથી રહી શક્તા.

ભારતીય એજ્યુકેશન સિસ્ટમ પર જુદી જુદી ઢગલા બંધ મુવીઝ બની ચૂકી છે. હવે આ લિસ્ટમાં Why Cheat India પણ સામેલ છે. પણ અહીં વાત શિક્ષણ વ્યવસ્તામાં સૌથી મોટી ગરબડ એટલે કે ચીટિંગની છે. ઈમરાન હાશ્મી સ્ટારર આ ફિલ્મમાં ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ અને એક્ષામ દરમિયાન થતી છેતરપિંડી દેખાડવામાં આવી છે, જેને ચીટિંગ માફિયાઓ અંજામ આપતાં હતા. ઓવરઓલ મૂવીની વાર્તા સારી છે, પણ વચ્ચે વચ્ચે તેનો વિષય ઠંડો થતો હોય એવું લાગે છે. જેને લીધે દર્શકો ફિલ્મ સાથે સતત જકડાયેલા નથી રહી શક્તા.

Why Cheat Indiaમાં ચિટીંગ માફિયાઓ કેવી રીતે ઉધઈની જેમ શિક્ષણ વ્યવસ્થાને બગાડી રહ્યા છે તેની વાર્તા દર્શાવાઈ છે. મુવીની વાર્તા રાકેશ સિંહ ઉર્ફ રૉકીની આસપાસ ફરે છે, જે પારિવારિક મુશ્કેલીઓ અને મજબૂરીને કારણે ચીટિંગ માફિયા બની જાય છે. તે ખોટા માર્ગે નીકળી પડે છે અને તે પોતાની સાથે અન્ય માટે યોગ્ય માનવા લાગે છે. તે એજ્યુકેશન સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉપાડે છે. ગરીબ મેધાવી વિદ્યાર્થીની બુદ્ધિ અને યોગ્યતાનો ઉપયોગ કરીને અમીર બાળકોને પરીક્ષામાં પાસ કરાવે છે અને તેમના માતા-પિતા પાસેથી પૈસાની વસુલી કરે છે.

પાત્રની વાત કરીએ તો ઈમરાન હાશ્મી મુવીમાં ક્રિમિનલ વ્યક્તિનું કેરેક્ટર ભજવી રહ્યા છે. જો કે તેમનું પાત્ર નેગેટિવ કે ક્રિમિનલ કરતા ગ્રે વધુ લાગે છે. આ જ વાતને કારણે તેમનું પાત્ર દર્શકોની સહાનુભૂતિ મેળવવામાં નબળું લાગે છે.

પર્ફોર્મન્સની વાત કરીએ તો ઈમરાન હાશ્મીએ દર વખતની જેમ આ વખતે પણ સારું અભિનય કર્યું છે. ઈમરાને બીજી વાર કૉનમેન (ચીટ કરનાર વ્યક્તિ)ની ભૂમિકા ભજવી છે. આ પહેલા તે ફિલ્મ નટવરલાલમાં આ પ્રકારનું પાત્ર ભજવતા દેખાયો હતો. મુવીમાં શ્રેયા ધન્વંતરીએ પણ સારું પર્ફોર્મ કર્યું છે જેની આ પહેલી ફિલ્મ છે.

દિગ્દર્શક સૌમિક સેને ફિલ્મના વિષય – એજ્યુકેશન સિસ્ટમને ચીટિંગ માફિયાથી થતાં નુકસાનને દર્શકો સામે સફળતાપૂર્વક રજૂ કર્યો છે. ફિલ્મ સારી છે પણ દર્શકો સાથે વચ્ચે વચ્ચે જોડાણ તૂટી જાય છે પણ તેને ઈમરાન હાશ્મીનો અભિનય સાચવી લે છે. ફિલ્મમાં શાનદાર ડાયલૉગ્સ પણ છે જે દર્શકોને ગમશે. ફિલ્મમાં આઠ ગીતો છે. જેને ગુરુ રંધાવા, સૌમિક સેન, અરમાન મલિક અને તુલસી કુમારે અવાજ આપ્યો છે. સરવાળે આ એક સારી ફિલ્મ છે જે એજ્યુકેશન સિસ્ટમમાં ચીટિંગ માફિયાની પોલ ખોલે છે. આ ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર મળ્યા છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?