ચાલો જાણી લઈએ હોળી શા માટે ઊજવાય છે? પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં?

  0
  123

  આપણા ભારતમાં દેશમાં અસંખ્ય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને એ બધા તહેવારોમાં હોળીનો ખાસ સમાવેશ થાય છે અને હોળીનું એકદમ જોરદાર રીતે સેલિબ્રેશન થાય છે. આ તહેવાર રંગો અને મસ્તીનો તહેવાર છે અને એમ જોવા જઇયે તો આખા વિશ્વભરમાં ઘણી રીતે હોળી મનાવામાં આવે છે. પણ હિન્દૂઓ માટે આ તહેવારનું પૌરાણિક મહત્ત્વ પણ રહેલું છે.

  હોળી માટે ભારતમાં ઘણી જ પ્રચલિત દંતકથાઓ જાણીતી છે. અલગ અલગ પ્રદેશ અને વિવિધ વિસ્તાર પ્રમાણે અલગ અલગ કથાઓ જાણીતી છે. અને આ કથાઓમાંથી અમે આજે તમને 4 મુખ્ય કથાઓ વિષે જણાવવાના છીએ.

  ખુબ જ જાણીતી એવી પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા

  જો હોળીની પાછળ સૌથી વધુ કોઈ પ્રચલિત કથા હોય તો તે છે પ્રહલાદ અને હિરણ્યકશિપુની.

  એવું કહેવાય છે કે એક સમયે હિરણ્યકશિપુ નામે એક શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા અને તેઓ માત્ર પોતાને જ ભગવાન માનતા હતા અને એમની ઈચ્છા એવી હતી બધા જ લોકો પણ તેમની જ પૂજા કરે. પણ પોતાના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન તરીકે માનવાની ના પાડી કહી દીધી હતી અને પ્રહલાદ તો ભગવાન વિષ્ણુની જ પૂજા કરતા હતા. પ્રહલાદને તેમણે ઘણી વાર સમજાવ્યા પણ પ્રહલાદ સમજ્યા જ નહિ અને હિરણ્યકશિપુએ એક યુક્તિ કરી કે હવે તે પ્રહલાદને મારી નાખશે. તેઓએ એમની બહેન હોલિકાને કહ્યું કે તે પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડે અને આગમાં પ્રવેશ કરે, કારણકે હોલિકાને એક વરદાન પ્રાપ્ત થયું હતું કે આગથી તે સળગે નહિ. અને એવું કહેવામાં આવે છે કે પ્રહલાદને પોતાની અપાર ભક્તિનું જ ફળ પ્રાપ્ત થયું અને હોલિકાએ પોતાની ખરાબ નીતિનું પરિણામ ભોગવ્યું. એટલે કે હોલિકા આગમાં સળગી ગયાં હતા , અને પ્રહલાદનો ચમત્કારિક રીતે બચાવ થયો.

  રાધા અને કૃષ્ણની કથા


  હોળીનો તહેવારનો રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ જોડાયેલો છે. વસંતમાં એકબીજા ઉપર રંગ નાખીને રમવાની તેમની લીલાનો એક અંગ માનવામાં આવ્યો છે.પછીથી આ પરંપરા જ બની ગઈ છે અને એટલે મથુરામાં ફૂલોથી પણ હોળી હજી પણ રમવામાં આવે છે.

  શ્રીકૃષ્ણ અને પૂતનાની કથા


  હજી એક પૌરાણિક કથા છે તે પ્રમાણે જ્યારે કંસને એવી માહિતી મળી કે શ્રીકૃષ્ણ ગોકુળમાં છે તો તેઓએ પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લીધો અને બધા જ બાળકને મારી નાખવા માટે મોકલ્યાં હતાં. પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતાં હતાં અને મહિલાઓ જોડે સરખી રીતે વાતચીત કરી શકતાં હતાં. અને ગોકુળનાં ઘણાં બધા બાળકો ત રાક્ષસીનો શિકાર બન્યા હતા પણ કૃષ્ણને તેમની સત્યતા ખબર પડી ગઈ હતી. ક્રષ્ણએ દુગ્ધાપન કરતી વખતે જ પૂતનાનો વધ કર્યો હતો. એવું કહેવાય છે કે બસ એ જ સમયથી હોળીનો પર્વ ઉજવવામાં આવે છે.

  શિવ- પાર્વતીની કથા


  હોળી સાથે એક કથા શિવ- પાર્વતીની પણ જોડાયેલી છે. પાર્વતીને શિવજી જોડે લગ્ન કરવા હતાં પણ શિવજી તપસ્યામાં લીન હતા માટે શિવજીને ખબર જ ના પડી. અને ત્યારે પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા હતા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવ્યું પણ શિવજીની તપસ્યા ભંગ શિવજીને ઘણો જ ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી હતી અને તેમનો જે ક્રોધ હતો એમાં એ ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થયા હતા. એ પછી શિવજી પાર્વતીને જોવે છે અને પછી કામદેવના બાણની તેમના પર અસર થઈ અને થોડી અસર પાર્વતીએ કરેલી આરાધનાની પણ થઈ અને શિવજીએ પાર્વતીને પત્ની સ્વરૂપે સ્વીકાર કર્યા હતા.

  ઘણા લોકો એવું પણ કહે છે કે હોળીની જે આગ હોય છે એમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજય માટેના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. પણ ઘણા લોકો આ કથાને વિસ્તારીને કહે છે. તેમના મુજબ કામદેવ ભસ્મ થઈ ગયા એટલે એમની પત્ની રતિ રડવા માંડ્યા હતા અને શિવજી પાસે જઈને કામદેવ ફરી જીવીત થાય એના માટે આહ્વાન કર્યું હતું. પણ શિવજીનો ગુસ્સો ઘણા દિવસો થઇ ગયા હતા માટે તેમનો ગુસ્સો શાંત થઈ ગયો હતો અને શિવજી કામદેવને પુનર્જીવિત કરી દે છે. અને એવું પણ કહેવાય છે કે કામદેવ ભસ્મ થઇ ગયા એ દિવસ માટે હોળીનું પ્રાગટ્ય થાય છે અને તે પાછા જીવિત થયા એની ખુશીમાં ધુળેટી એટલે કે રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?