આ ઉપાયથી દૂર કરો શરીરમાં જામેલી ગંદકી, મળ અને પેશાબ દ્વારા નીકળી જાય છે!!!!

0
57

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેનું શરીર એકદમ સ્વસ્થ રહે અને એના માટે લોકો કેટલાયે પ્રયોગો કરતા હોય છે અને જો આપણે આપણું શરીર સ્વસ્થ રાખવું હોય તો શરીરમાં ક્યાંય ગંદકી ના હોવી જોઈએ. તો એના માટે અમે જણાવીશું એક ખાસ ચૂર્ણ. જો આ ચૂર્ણનો રોજ ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં જામેલી ખૂણે ખૂણાની બધી જ ગંદકી (કચરો) મળ અને  પેશાબ મારફતે નીકળી જાય છે.અને વધારાની ચરબી પણ બળે છે, જો ચામડીમાં કરચલીઓ હોય તો એ પણ જાતે જ દૂર થાય છે, અને આપણું શરીર ખુબ જ તેજસ્વી અને ફુર્તિલુ બને છે. ચાલો તો આ ચૂર્ણ બનાવવાની રીત અને કેવી રીતે કરવો તેનો પ્રયોગ એ જણાવી દઈએ.

ચૂર્ણ બનાવવાની સામગ્રી

  • મેથીના દાણા 250 ગ્રામ
  • અજમો 100 ગ્રામ
  • કાળીજીરી 50 ગ્રામ

આ ચૂર્ણ તૈયાર કરવા માટે ઉપર જણાવેલી બધી જ વસ્તુઓને સાફ કરી લો અને પછી થોડું શેકી લેવાનું છે. પછી આ ત્રણેય વસ્તુઓને મીક્ષરમાં ક્રશ કરી લેવાનો છે અને કાચની કોઈ બોટલમાં ભરી લેવાનું છે. તમે રાતે સુવો એની પહેલા 1/2 ચમચી તૈયાર કરેલ પાઉડર એક ગ્લાસ નવસેકા પાણી જોડે નિયમિત લેવાનું છે , આ પીધા પછી કોઈન જ વસ્તુ ખાવા પીવાની નથી. આ ઉપાય કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે. આ ઉપાયથી 80-90 દિવસમાં ફાયદો ચોક્કસથી થશે.

આ ચૂર્ણથી થતા ફાયદાઓ

1. આ ઉપાયથી ગઠિયા જેવા જિદ્દી રોગો દૂર થાય છે.

2. આ ઉપાયથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

3. ગમે તેટલી જુની કબજિયાતથી પણ કાયમ માટે મુક્તિ મળે છે.

4. લોહી-સંચાર સરખી રીતે થાય છે, શરીરમાં લોહી-નલિકાઓ એકદમ શુદ્ધ થાય છે, લોહીમાં સફાઈ અને શુદ્ધતામાં વધારો થાય છે.

5. હ્ર્દય સરખી રીતે કાર્ય કરે છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, માટે હાર્ટ એટેકનો ખતરો ઓછો રહે છે.

6. આ ચૂર્ણ લેવાથી હાડકાઓ મજબૂત થાય છે, કાર્યક્ષમતામાં વધારો થાય છે, યાદ શક્તિમાં પણ વધારો થાય છે, થાક લાગતો હોય એ લાગતો નથી.

7. આ ચૂર્ણથી આંખોમાં તેજ વધે છે, અને કાનમાં બહેરાશ હોય એ પણ દૂર થાય છે, સાથે જ વાળનો પણ વિકાસ સરખી રીતે થાય છે અને દાંતની મજબૂતી વધે છે.

8. જો તમે ભૂતકાળમાં એલોપેથિક દવાઓ વધારે લીધી હોય તો એની સાઈડ-ઈફેક્ટ પણ દૂર થાય છે.

9. આ ચૂર્ણ ખાવાનું સંપૂર્ણ રીતે પચાવે છે અને જો ક્યારેક વધારે જમાઈ ગયું હોય તો પણ તે પચી જાય છે ( એટલે એવો અર્થ નથી કે જાણી જોઈને વધારે જામી લેવું )

10. લગ્ન પછી સ્ત્રીઓનું શરીર બેડોળ બનતું નથી, તેનો આકાર જળવાઈ રહે છે, લગ્ન પછી થતી કેટલીક તકલીફો પણ દૂર થઇ જાય છે.

11. નિયમિત આ ઉપાય કરવાથી ચામડીનો રંગ પણ નિખરે છે, ચામડી ડ્રાય થવી, સ્કિનમાં કરચલીઓ થવી વગેરે જેવી સ્કિનની તકલીફો પણ દૂર થાય છે.

12. શરીરમાં પાણી, હવા, તડકો અને તાપમાનથી જો કોઈ રોગો થયા હોય એમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે.

13. મહત્વની વાત કે આ ઉપાયથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે, તમે ઈચ્છો તો દવા ચાલુ રાખવી.

14. કફથી છુટકારો પ્રાપ્ત થાય છે , નપુંસકતા દૂર થાય છે, વ્યક્તિના તેજમાં વધારો થાય છે, વૃદ્ધાવસ્થા ઝડપથી નથી આવતી.

15. આ ચૂર્ણ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે બસ તેનું પ્રમાણ ધ્યાન રાખવાનું છે.

16. આ ચૂર્ણ લેવાથી જૂની કબજિયાતથી થતા રોગો પણ દૂર થાય છે સાથે જ પાચન શક્તિમાં પણ વધારો થાય છે.

17. ગઠિયા વાદી કાયમ માટે નાબૂદ થાય છે.

18. આ ચૂર્ણથી દાંતને પણ મજબૂતી મળે છે અને હાડકાઓને પણ મજબૂતી મળે છે.

19. શરીરમાં બિનજરૂરી કફ નથી બનતો.

20. કાર્ય ક્ષમતામાં વધારો થાય છે , શરીર સ્ફૂર્તિલું થાય છે, ઘોડા જેટલી ઝડપથી ચાલી શકાય છે.

21. ચામડીના રોગો દૂર થાય છે, શરીરની ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ટમેટા જેવી લાલિમા રહે છે અને શરીર ક્રાંતિ-ઓજ મય થાય છે.

22. વાળ ફટાફટ વધે છે.

23. શરીર સુડોલ, રોગરહિત થાય છે.

24. જો સાથે યોગ કરવામાં આવે તો આ ચૂર્ણથી લાભ ઝડપથી મળે છે.

ખાસ વાતો

1. સૌથી મહત્વની વાત કે આ દવાને (ચૂર્ણને) લઈને પછી બીજું કાંઈજ ખાવા પીવાનું નથી.
2. જો કોઈ વ્યક્તિને વ્યસન છે એટલે કે કોઈ વ્યક્તિ ધુમ્રપાન કરે છે, તમ્બાકુ-માવો ખાય છે અથવા માંસાહારી કરે છે, તો જો તે વ્યક્તિ આ બધા વ્યસન મૂકી દે છે પછી જ તેને આ ચૂર્ણથી ફાયદો મળે છે.
3. ધ્યાન રાખો કે સાંજે જમીને ઓછામાં ઓછા બે કલાક પછી  જ આ ચૂર્ણ લેવું.

કાળીજીરી એટલે ?

કાળીજીરીને હિન્દીમાં કાળીજીરી, કરજીરા, અને સંસ્કૃતમાં અરણ્યજીરક, કટુજીરક, બૃહસ્પતિ, તથા મરાઠીમાં કડુકારેલ, કડુજીરે, તેમજ ગુજરાતી કડવું જીરું, તથા બંગાળીમાં નજીરા અને અંગ્રેજી પર્પલ ફલીબેન તરીકે ઓળખવામાં આવે છે અને લૈટિનમાં વર્નોનીયા એન્થેલમીર્તિકા કહેવાય છે.

કાળીજીરીમાં શું હોય છે ગુણ ?

કાળીજીરીનો આકાર નાનો અને તેનો સ્વાદ તીખો હોય છે. એનું ફળ કડવું હોય છે. આ પૌષ્ટિક અને ઉષ્ણ વીર્ય હોય છે. કાળીજીરી આપણા શરીરમાંથી કફ, વાતને નાશ કરવાનું કાર્ય કરે છે અને મન અને મસ્તિષ્કને ઉતેજીત કરવાનું કાર્ય કરે છે આ ઉપાયથી પેટમાં રહેલા કીડા નાશ થાય છે અને લોહી પણ સાફ થઇ જાય છે. જો કોઈને ચામડીમાં ખંજવાળ આવે છે અથવા તો ઉલ્ટી થાય છે તો એમાં પણ આ ઘણો જ ફાયદો આપે છે.

કાળીજીરી આપણા ત્વચાના રોગોને દૂર કરે છે. તે પેશાબને છૂટથી લાવે છે અને મહિલાઓને ગર્ભાશયને સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સફેદ દાઘને દૂર કરવા વાળો, ઘા અને તાવને પણ નાશ કરે છે. જો સાપ કે અન્ય ઝેરીલા જીવ કરડ્યા હોય તો એમાં પણ આ ચૂર્ણ લાભદાયી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?