આ ઝાડ ને કાપવામાં આવે તો નીકળે છે લોહી

0
26

કુદરત પાસે કેવા કેવા ચમત્કારો હોય છે એના વિષે આપણે વિચારી પણ ના શકીયે. આખી દુનિયા ભરમાં ખૂણે-ખૂણે એવી કેટલીયે અનોખી વસ્તુઓ જોવા મળતી હોય છે, કે જેના વિશે જાણીને લોકો ચોંકી જતા હોય છે. તો આજે આપણે આ લેખમાં એક એવા જ અનોખા વૃક્ષ વિષે વાત કરીશું. સાઉથ આફ્રિકાના વિસ્તારોમાં એક વૃક્ષ આપણને એવું જોવા મળે છે, કે જેને આફ્રિકાની ભાષામાં કિયાત, મુકવા અને મુનિંગા તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષને પોપ્યુલર કલ્ચરમાં ‘બ્લડવુડ ટ્રી’ તરીકે ઓળખવામાં આવે છે.  તમને એવો વિચાર આવતો હશે કે આ વૃક્ષને કેમ આ નામ આપવામાં આવેલું છે કારણકે જ્યારે આ ઝાડને કટ કરવામાં આવે તો તેમાંથી એકદમ લોહી જેવું જ લાલ કલરનું પ્રવાહી બહાર નીકળે છે.

આ લિકવિડનો ઉપયોગ થાય છે ઘણી સારવારમાં


આ લીકવીડ લાલ રંગનું હોય છે અને પ્રવાહી એકદમ ચીકણું હોય અને ત્યાં રહેતા લોકો ઘણી રીતે તેનો ઉપયોગ કરે છે. આ લિકવિડને જાનવરોની ચરબી જોડે મિક્સ કરીને ચહેરા અને શરીરના કૉસ્મેટિક્સ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ત્યાં રહેતા લોકો એવું કહે છે કે, આ પદાર્થ ખુબ જ જાદુઈ શક્તિઓ ધરાવે છે અને જે ઘણી સારવારમાં ઉપયોગી નીવડે છે. ત્યાંના લોકો આ લિકવિડને ધાધર, ચાકૂના ઘા પર, આંખોની સમસ્યામાં, મલેરિયા, તાવ, પેટની સમસ્યાઓ અને માતાના દૂધથી આપૂર્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરતા હોય છે.

વૃક્ષનું લાકડું હોય છે મજબૂત અને ટકાઉ


આ બ્લડવુડ ટ્રી વૃક્ષનું લાકડાનો પણ ખુબ જ ઉપયોગ થાય છે. આ લાકડામાંથી ખુબજ શાનદાર ફર્નીચર બનાવાય છે કારણ કે, આ લાકડાને ખુબ જ સરળતાથી કોઈપણ રૂપમાં ઢાળી શકાય છે. અને જયારે બ્લડવૂડના આ લીલા ઝાડને કાપીને સુકવી દેવામાં આવે તો પણ તે સાવ થોડું સંકોચાતું હોય છે. અને આ ઝાડનું લાકડું ઘણો લાંબો સમય સુધી ટકે એવું હોય છે. માટે જ આ ઝાડનું લાકડું હોડી બનાવવા અને બાથરૂમ ફ્લોર બનાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.

વૃક્ષની લંબાઈ આશરે 12થી18 મીટર જેટલી


હવે આ વૃક્ષની ડિમાન્ડ ખુબ જ વધી રહી છે તો તેને જોતા સેન્ટ્રલ અને દક્ષિણ આફ્રિકાના લોકો આ ઝાડને ઘણા જ વધુ પ્રમાણમાં ઉગાડી રહ્યા છે. જો આ વૃક્ષની લંબાઈની વાત કરીયે તો તે 12થી 18 મીટર જેટલું લાંબુ હોય છે. આ વૃક્ષના પાન ભૂરા કલરના હોય છે, અને તેનો આકાર છત્રી જેવો હોય છે. અને આ ઝાડ પર પીળા કલરના ફૂલો પણ ખીલતા હોય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?