જ્યારે રાવણ ના તપ થી ગભરાઈ ગયા બ્રહ્મા, ભોલેનાથ એ આપ્યું હતું રાવણ ને વરદાન

0
120

રામાયણ ના પ્રસંગ માં રાવણ ને ઘણું અધર્મી અને પાપી બતાવવા માં આવ્યું છે. જોકે બીજા રૂપ થી રાવણ ને જોઈએ તો એમાં કેટલીક એવી વાતો હતી જે કોઈ ને પણ પ્રેરિત કરી શકતી હતી. રાવણ પ્રચંડ જ્ઞાની હતું અને એની પાસે અથાક શક્તિ હતી. એના પતન નું કારણ રાવણ નું પોતાના જ્ઞાન અને બળ ઉપર ઘમંડ કરવું. રાવણ ની અંદર એક હજુ ખાસ વાત હતી જે સંસાર માં કોઈ ની પાસે ન હતી. એ શિવ નો પરમ ભક્ત હતો. એના જેવું ભક્ત ન કોઈ જન્મ્યો છે અને ના કોઈ જનમશે. એની ભક્તિ થી શિવ ભગવાન પણ નિહાલ થઇ જતા હતા.

રાવણ એ માંગ્યુ વરદાન

એક વાર રાવણ શિવ ને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત નો રસ્તો પકડ્યો અને ત્યાં તપસ્યા કરવા લાગ્યા. રાવણ એ ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરી એણે ના ઠંડી જોઈ કે ના ગરમી માત્ર મન માં એક નામ ચાલતું રહ્યું અને એ હતો શિવ. ભગવાન ભોલેનાથ તો એમ પણ પોતાના ભક્તો ની ભક્તિ થી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એમણે રાવણ ને તપ કરતાં જોયું તો પ્રગટ થઈ ગયા. શિવ રાવણ ની સામે પ્રગટ થયા તો રાવણ એ કીધું કે એમને એમની સાથે લંકા જવું પડશે.

શિવજી ભક્તિ થી પ્રસન્ન હતા તો એમણે કીધું કે હું શિવલિંગ ના રૂપ માં તારી સાથે આવીશ, પરંતુ આ વાત નું ધ્યાન રહે કે જે સ્થાન ઉપર સૌથી પહેલા મને મુકીશ મારો આસન ત્યાં જ રહેશે. રાવણ તૈયાર થઈ ગયો. એને લાગ્યું કે આવું કરવું ક્યાં મુશ્કેલ છે, પરંતુ કૈલાસ થી લંકા ની દૂરી ઘણી વધારે હતી. રાવણ શિવલિંગ લઈ ને આગળ વધવા લાગ્યો. ઘણી દૂર સુધી ચાલ્યા પછી અને રસ્તો ઓછો થતો દેખાયો તેણે આરામ કરવા નું વિચાર્યું. રાવણ થાક માં એ ભૂલી ગયો કે એને શિવલિંગ ને ક્યાંય મૂકવા નું નથી અને એણે શિવલિંગ નીચે મૂકી દીધું.

બ્રહ્મા એ નાખી બાધા

રાવણ જ્યારે આરામ કરી ને ઊભો થયો તો એણે શિવલિંગ ઉઠાવ્યું, પરંતુ ભગવાન શિવ પોતાનું આસન જમાવી ચૂક્યા હતા. ઘણા બળશાળી હોવા છતાં પણ રાવણ ના હાથ થી શિવલિંગ ન ઊઠયું. રાવણ ને પસ્તાવો થવા લાગ્યો અને દરરોજ શિવલિંગ ને પ્રસન્ન કરવા માટે પ્રતિદિન 100 કમળ ના ફૂલ અર્પિત કરવા લાગ્યો. રાવણ 12 વર્ષ સુધી આવું જ કરતો રહ્યો. બ્રહ્માજી ને જ્યારે આ વાત ની ખબર પડી તો એમણે રાવણ ના કામ માં બાધા નાખવા નું વિચાર્યું.

ભોલેનાથ એ આપ્યું વરદાન

બ્રહ્માજી એ રાવણ ના 100 કમળ ના ફૂલો માંથી એક કમળ નું ફૂલ ચોરી લીધું. રાવણ ને જ્યારે ગણ્યું તો એક ફૂલ ઓછું હતું તેણે પોતાનું માથું કાપી ને શિવલિંગ ની આગળ મૂકી દીધું. રાવણ ના આ કામ થી શિવ અને બ્રહ્મા બંને અચંબિત રહી ગયા. આના પછી શિવજી એ પ્રસન્ન થઈ ને એને 10 માથા નું વરદાન આપ્યું અને બ્રહ્માજી એ પ્રસન્ન થઈને એની નાભિ માં અમૃત કુંડ સ્થાપિત કરી દીધો અને એક બાણ પણ આપ્યું. રાવણ સમજી ગયો કે હવે અને કોઈ નથી હરાવી શકતું. આવા માં જ્યારે રાવણ નું શ્રીરામ થી યુદ્ધ થયું તો દરેક વખતે એની જીત થતી હતી. ત્યારબાદ મંદોદરી એ બાણ ના વિશે બતાવ્યું અને વિભીષણ એ નાભિ નું રહસ્ય બતાવ્યું ત્યારે જઈને શ્રીરામ રાવણ ને હરાવી શકયા.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?