વોટ્સએપમાં આવી રહ્યા છે આ જોરદાર 5 નવા ફીચર્સ

0
155

દિવસે ને દિવસે વોટ્સએપની લોકપ્રિયતા વધી રહી છે , અને તેમાં નજીકના દિવસોમાં નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવશે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે એવી માહિતી મળી છે કે વોટ્સએપે 5 નવા અને રસપ્રદ ફીચર્સ લઇ આવવાનું નક્કી કર્યું છે. જે માહિતી મળી છે તે પ્રમાણે અત્યારે આ ફીચર્સનું Beta વર્ઝન આવ્યું છે અને ટૂંક જ સમયમાં દરેક યૂઝર્સ માટે નવું અપડેટ અવેલેબલ હશે. આ ફીચર્સમાં Dark Mode, પ્રાઇવેટ રિપ્લાઇ, વેકેશન મોડ, લિંક્ડ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, અને સાઇલેન્ટ મોડનો સમાવેશ થવાનો છે.

વોટ્સએપ ગ્રુપ ઇન્વિટેશન


આ ફીચર લૉન્ચ થશે પછી તમારે જે ગ્રુપમાં એડ થવું હશે એ ગ્રુપમાં તમે એડ થઇ શકો છો. WAbetaInfoથી જે માહિતી મળી છે તે પ્રમાણે અત્યારે આ ફીચરને iOS beta યૂઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને હવે એવી આશા છે કે ખુબ જ જલ્દી આ અપડેટ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લૉન્ચ કરી દેવાશે. આ ફીચર વિશેની એક ખાસ વાત એ છે કે તમારા કોઈ મિત્ર જ્યારે પણ તમને કોઇ ગ્રુપમાં એડ કરે છે તો તમે એનું નોટિફિકેશન મેળવશો. અને એક વાત ખાસ છે કે આ નોટિફિકેશન એક ઇન્વિટેશન રિક્વેસ્ટ રૂપે આવશે કે જેને 72 કલાકમાં એક્સેપ્ટ અથવા તો રિજેક્ટ કરી શકાય છે તેનો મતલબ કે જો તમારે એ એડ થવું હોય તો એડ થઈ શકો છો અને ના એડ થવું હોય તો એ ગ્રુપમાંથી બહાર પણ નીકળી શકો છો.

ફિંગર પ્રિન્ટ લોક ફોર ચેટ્સ


આ નવું ફીચર તો iOS યૂઝર્સ માટે લૉન્ચ થઇ ગયું છે , પણ હજી એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ ફીચર બીટા વર્ઝનમાં છે. આ નવા ફીચરનો એક ફાયદો એ છે કે તમારું વોટ્સએપ માત્ર ફિંગરપ્રિન્ટ વડે જ ઓપન કરી શકાશે. અને ખુબ જ જલ્દી આ ફીચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ અવેલેબલ કરવામાં આવશે.

ડાર્ક મોડ ફીચર


આ ફીચર ઓન કરવામાં આવશે એટલે આખા વોટ્સએપનો બેકગ્રાઉન્ડ કલર બ્લેક થઇ જશે. એનાથી ફાયદો એ થશે કે યૂઝર્સ લોન્ગ ટાઈમ માટે કોઈ પણ ચિંતા વગર વોટ્સએપ પર ચેટિંગની મજા લઇ શકશે અને એનાથી તમારી આંખો ઉપર પણ કોઇ ખરાબ અસર થશે નહીં. આ ફીચર માટે ઘણી વાર WaBeta Info દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. આ ફીચર વિષે જે માહિતી મળી છે તે પ્રમાણે અત્યારે તો આ ફીચર ટેસ્ટિંગ સ્ટેજ પર છે અને ખુબ જ ટૂંક સમયમાં બધા યૂઝર્સ આનો ફાયદો લઇ શકશે.

ઓડીઓ મેસેજ રીડીઝાઈન


હવે વોટ્સએપ અત્યારે ઓડિયો ફાઇલ મોકલવાની જે રીત છે તે બદલવાના કામમાં છે. આ ફીચર મુજબ તમે ઓડિયો ફાઇલનો ઓડિયો પ્રિવ્યૂ અને ઇમેજ પ્રિવ્યૂ પણ જોઈ શકશો. WaBetaInfo માં જે માહિતી મળી છે તે પ્રમાણે આ એન્ડ્રોઇડ એપ બીટા વર્જન 2.19.1માં અત્યારે અવેલેબલ , અને બીજો પણ એક એ ફાયદો મળશે કે એક જ સમયે વધુ માં વધુ તમે 30 ઓડિયો મેસેજ પણ મોકલી શકશો.

વેકેશન મોડ ફીચર


આ ફીચરના નામ પરથી કંઈક આઈડિયા આવે છે કે જો તમે વેકેશનમાં ક્યાંય બહાર છો અથવા ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તમારી ઈચ્છા વોટ્સએપની રિંગટોનથી દૂર રહેવાની છે , તો એવા સમયે તમને આ ફીચર ખૂબ જ ઉપયોગી થશે. અને તમને કોઇ પણ જાતનું ડિસ્ટબન્સ થશે નહિ અને કોઈ પણ ચિંતા વિના વેકેશન એન્જોય કરી શકશો. અત્યારે આ ફીચરનું એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર ટેસ્ટિંગ સ્ટેજમાં છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?