આ રોટલી ખાઈને એક્સરસાઇઝ વિના પણ ઘટાડી શકશો 1 મહિનામાં 10 કિલો વજન !!

0
74

કોઈપણ વ્યક્તિ એમ કહેશે કે વજન વધે તો ઝડપથી છે પણ જો ઘટાડવું હોય તેની ગતિ ઘણી જ ધીમી હોય છે. જો તમે જીમમાં જાઓ છો અને કલાકો સુધી તમારો પરસેવો પાડો છો છતાં પણ વજન ઓછું થતું નથી તો તમારે સમજવું જોઈએ કે તમારો જે ડાયેટ પ્લાન છે એમાં કોઈ ગડબડ છે. એ જ કારણે તમે તમારું વજન ઓછું થતું નથી. વજન ઓછું કરવામાં 80 ટકા ખોરાક અને 20 ટકા વ્યાયામ તેની ભૂમિકા ભજવે છે. જો તમે જીમમાં વર્કઆઉટ કરો છો અને સામે ઘરે જઈને વિચાર્યા વગર કાંઈ પણ ખાઓ છો તો તમારું વજન ઓછું થશે નહિ. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય છે તો તે વ્યક્તિ રોટલી ખાવાનું બંદ કરી દેતો હોય છે કારણકે રોટલી ઘઉંમાંથી બનાવેલી હોય છે અને એમાં ઘણી વધુ માત્રામાં કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે, જેનાથી શરીરનું જાડાપણું વધે છે.

પણ દોસ્તો રોટલી ખાધા વિના કાંઈ જીવી શકાય ? તો આજે આપણે એક એવી રોટલી બનાવતાં શીખવાના છીએ કે જેને ખાઈને તમે ફક્ત એક જ મહિનામા તમારું વજન 10 કિલો સુધી ઘટાડી શકશો. અમે એક એવી વસ્તુનો વિષે જણાવીશું કે જેનો સમાવેશ હેલ્ધી ડાયટ પ્લાનમાં થાય છે. જો તમે એને ફોલો કરો છો તો તેનાથી તમે તમારું વજન ઓછું કરી શકશો. આ રોટલીને મલ્ટિગ્રેઈન રોટી તરીકે પણ જાણીતી છે, અને આ રોટલી ઘણાં બધા કઠોળ, અનાજ અને લોટને મિક્સ કરીને બનાવાય છે. બધા વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે, એનાથી કદાચ કોઈ વ્યક્તિ આ રોટલી ખાય અને વજન જો ઝડપથી ઓછું નથી થઇ રહ્યું તો તેના માટે થોડી ધીરજ રાખવી જરૂરી છે પણ આ રોટલીને ખાવાનું ચાલુ જ રાખવી. ધીમે ધીમે વજન તમારું ઓછું થવા લાગશે. આ રોટલી બનાવવામાં જે પણ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રમાણે જ તમારે રોટલી બનાવવાની છે.જરાય સામગ્રીમાં ફેરફાર કરવાનો નથી.એમાં એવી જ વસ્તુઓનો સમાવેશ થાય છે કે જેના લીધે વેઇટલોસ ઘણો જ સ્પીડમાં થાય છે. આ રોટી ખાવાથી બીજા પણ કેટલાક લોકોને પણ ફાયદો થાય છે જેમ કે ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ અથવા હૃદયરોગની બીમારીવાળી વ્યક્તિઓને. તેથી જ આ રોટી માત્ર વજન ઓછું કરવા જ નહિ પણ બીજા રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. ચાલો તમને આ રોટી બનાવવાની રીત વિષે જણાવી દઈએ.

સામગ્રી

 • ઘઉંના લોટ – 200 ગ્રામ
 • ગ્રાઈન્ડ કરેલાં ઓટ્સ – 50 ગ્રામ
 • બાજરી લોટ – 25 ગ્રામ
 • મગની દાળ દળેલી – 12 ગ્રામ
 • બેસન – 25 ગ્રામ
 • કોર્ન ફ્લોર – 12 ગ્રામ
 • ગ્રાઈન્ડ કરેલાં જરદાળુ – 1 ચમચી
 • અળસી પાવડર – 1 ચમચી ચમચી
 • મેથી પાવડર – 1 ચમચી ચમચી
 • મીઠાં લીમડાનાં પાન – 1 ટીસ્પૂન
 • વરિયાળી પાવડર – 1 ટીસ્પૂન બનાવવા માટે રેસીપી

બનાવવાની રીત

આ રોટલી બનાવવા માટે સૌથી પહેલા ઉપર જણાવેલ બધી જ સામગ્રીને ભેગી કરો ત્યારબાદ એમાં પાણી ઉમેરીને હાથેથી લોટ બાંધી લો.

ત્યારબાદ રોટલી વણો અને ગેસ પર તવી મૂકીને વણેલ રોટલીને શેકી લેવાની છે અને હવે તૈયાર છે તમારૂ વજન ઓછું કરવામાં ઉપયોગી થાય એવી રોટલી.

જો તમે ઈચ્છો તો આ રોટીને દાળ જોડે પણ ખાઈ શકો છો.બપોરના લંચમાં કે રાત્રે ડિનરમાં પણ બીજી કોઈ ઓછી કેલરી વાળી વસ્તુ હોય એની જોડે ખાઈ શકો છો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?