તો અનુષ્કા નહીં આ હોત વિરાટ કોહલીની પત્ની, કારકિર્દી બનાવવા તોડ્યુ દિલ

0
226

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા છે. વિરાટ-અનુષ્કાના લગ્ન ઇટલીના મિલાન શહેરમાં થયા હતા. વિરાટે જ્યારથી લગ્ન કર્યા છે તેના જૂના અફેરની ચર્ચા મીડિયામાં થઇ રહી છે. અનુષ્કા સાથે અફેર પહેલા વિરાટનું નામ કેટલીક અભિનેત્રીઓ સાથે પણ જોડવામાં આવ્યુ હતું. વિરાટ પૂર્વ મિસ ઇન્ડિયા અને અભિનેત્રી સારા જેન ડીયાસના પ્રેમમાં હતો.

વિરાટનું સારા સાથે હતું અફેર

વિરાટ કોહલીનું અફેર રિશ્તા પૂર્વ મિસ ઇન્ડિયા અને અભિનેત્રી સારા જેન ડીયાસ સાથે પણ રહ્યું છે.

વિરાટ અને સારાનું ઘણા લાંબા સમય સુધી એક બીજા સાથે અફેર રહ્યું, બન્નેની પ્રથમ મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા 2011માં થઇ હતી. તે બાદ બન્નેને કેટલીક વખત એક બીજા સાથે સમય ગાળતા પણ જોવા મળ્યા હતા.

વિરાટે મોકલી હતી WC ફાઇનલની ટિકિટ

મુંબઇમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 2011ના વર્લ્ડકપની ફાઇનલ રમાઇ હતી. આ ફાઇનલ માટે વિરાટે સારાને સ્પેશિયલ મેચના પાસ પણ મોકલાવ્યા હતા.

મીડિયામાં આ બન્નેને લઇ અલગ અલગ વાતો પણ થતી હતી. આ વાતોથી બચવા અને પોતાની કારકિર્દી બનાવવા માટે સારાએ વિરાટ કોહલીનું દિલ તોડી નાખ્યુ હતુ અને તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતું.

વિરાટ સાથે બ્રેકઅપ બાદ સારાની કારકિર્દી તો ન ચાલી શકી પરંતુ કોહલી સમય જતા ભારતીય ટીમનો કેપ્ટન બની ગયો.

2011માં આ બન્ને એક બીજા સાથે જોવા મળતા હતા

વિરાટે 2011ના વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ પણ સારાને મોકલાવી હતી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બરે ઇટલીમાં લગ્ન કર્યા હતા

વિરૂષ્કાનું રિસેપ્શન દિલ્હી અને મુંબઇમાં યોજાશે

સ્રોત : દિવ્યભાસ્કર