આત્મહત્યા છેલ્લો ઓપ્શન નથી – હિમ્મત જોઈતી હોય તો ખુલ્લેથી વાંચી લો – ગેરેંટી આ વાત તમને ગમશે..

0
279

ખુદને દુનિયાના સૌથી મોટા દોષિત સાબિત કરી દેવું એ યોગ્ય નથી પણ અમુક લોકોના જીવનમાં ક્યારે શું થઈ જાય તેની ખબર પડતી નથી. માણસ ખુદની હિંમત તોડી નાખે ત્યારે આત્મહત્યા કરવા પ્રેરાય છે પણ બધાને જણાવી દઇએ કે, “આત્મહત્યા” કરવાથી પરિસ્થિતિ સુધરી જતી નથી, ઊલટાની બગડી જાય છે. ડરપોક માણસ આત્મહત્યા કરે છે. જો તમે માણસ હોય, તમારામાં હિમ્મત હોય અને પરિવારના બીજા સભ્યોને દુઃખી કરવા ન માંગતા હોય તો આત્મહત્યા તમારા માટેનો વિકલ્પ નથી. જે માણસ પરિસ્થિતિ સામે લડે છે એ જ ઇન્સાન કહેવા લાયક છે.

એવી રીતે હમણાં ગુજરાતના રાજકોટ શહેરમાં એક વ્યક્તિએ જીવનની તકલીફથી અને પરિસ્થિતિથી ભાગીને આત્મહત્યા કરી લીધી. અમે તો આ વ્યક્તિને એક નંબરના ના-હિમ્મતવાળા વ્યક્તિ ગણીએ છીએ, જેને આત્મહત્યાનો વિચાર કર્યો. જાણી લો આ વ્યક્તિએ કેવી રીતે નાના પ્રશ્નોને મોટું રૂપ આપીને આત્મહત્યા કરી લીધી.

પડધરીના મોટા રામપર ગામમાં રહેતા ૫૧ વર્ષના ખેડૂત સવજીભાઈ નરભેરામ ભોજાણીએ ગુરૂવારે સવારે ખુદને આગ ચાંપી દીધી. ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ નીપજયું હતું. આત્મહત્યા પાછળનું કારણ એવું હતું કે, પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. મૃતકના અંતિમ સંસ્કાર માટે પરિવાર પાસે પૈસા પણ ન હતા. આત્મહત્યાનું કારણ એવું બહાર આવ્યું કે, સવજીભાઈએ ઉછીના પૈસા લઈને ખેતરમાં જીરૂનું વાવેતર કર્યું હતું પણ પાણી નહીં મળવાને કારણે જીરૂ સુકાઈ ગયું અને તેના પર દેવું થઈ ગયું. આ કારણે આગ લગાડીને તેને જીવનને પૂર્ણ કરી નાખ્યું.

અમારે તમને આ ઘટના જણાવી ન હતી પરંતુ તમારી જાણકારી માટે આ ઘટના જણાવી. જુઓ, આ જ વાત તમને સમજાવી હતી કે સવજીભાઈ એ લોકો સાથે વાત કરી હોત, તેની સ્થિતિ વિશે બીજાને સમજાવી હોત તો કોઈને કોઈ રસ્તો નીકળ્યો હોત. હવે, સવજીભાઈના ઘરની આર્થિક પરિસ્થિતિ આમ પણ સાવ નબળી હતી તો તેના ઘરના અન્ય સભ્યોની જિંદગી વિશે શું વિચારવાનું?

મૃત્યુ થાય એટલે માણસની જિંદગી પૂર્ણ થઇ જાય છે પણ એ કારણે તેની સાથે જોડાયેલા ઘણા વ્યક્તિઓને પણ આઘાત લાગે છે. કદાચ એ આઘાત પૂરી જિંદગી માટે ભરી શકાતો નથી. હસતા-હસતા જીવનની દરેક સ્થિતિ પરિસ્થિતિને હેન્ડલ કરવી જોઈએ. આત્મહત્યા એ અંતિમ ઉપાય નથી. પરિસ્થિતિનો સામનો કરવાથી જરૂર કંઈક રસ્તો નીકળે છે. જ્યારે-જ્યારે હિમ્મત તૂટે ત્યારે નીચેનું વાક્ય યાદ રાખો,

”અરે! આ દુઃખ પણ શું બગાડી શકશે મારૂ, જો સુખ ન ટકી શક્યું તો દુઃખનું શું આવે!!”

જિંદગીમાં રમત કોઈપણ પ્રકારની હોય, પહેલા તેને રમવી પડે છે પછી જ જીત-હાર નક્કી થાય છે અને જીવનમાં ઘણી રમતોને પાર કરતા-કરતા જિંદગીને જીતવી પડે છે. ના-હિમ્મતવાળું નહીં પણ ખડતલ અને મનથી મજબૂત બનો.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?