મોંઘા હેર કલર છોડો, આ શાકની છાલથી સફેદ વાળ થઈ જશે કાળા

0
4612

સ્કૂલમાં ભણતા છોકરાના માથામાં સફેદ વાળ હોવા જાણે આજકાલ નવાઈની વાત નથી રહી. એક સમયે વ્યક્તિ 40 વર્ષની ઉંમર વટાવતો ત્યારે વાળ સફેદ થવાની શરુઆત થતી હતી, પરંતુ હવે તો કિશોરોના માથામાં પણ સફેદ વાળ જોવા મળે છે. નાની ઉંમરમાં સફેદ વાળ ક્યારેક તમારી વ્યક્તિત્વને અસર કરે છે, અને તમારો આત્મવિશ્વાસ પણ ઓછો કરે છે.

સફેદ વાળ થવાનું કારણ શું?

નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું કોઈ ચોક્કસ કારણ નથી પરંતુ ટેન્શન કે પછી કોઈ ગંભીર બીમારીને કારણે દવાઓના વધુ પડતા ડોઝ, પુરતું પોષણ ન મળવું, વાળની કાળજી લેવામાં બેદરકારી, શાકભાજી તેમજ અનાજમાં વપરાતા જંતુનાશકો, કેમિકલયુક્ત પાણી, ખાતરને કારણે પણ તમારા વાળ ઉંમર કરતા પહેલા જ સફેદ થઈ શકે છે.

વાળ કાળા કરવાનો ઘરેલુ ઉપચાર

વાળ સફેદ થવાના શરૂ થાય એટલે ક્યાં તો સફેદ વાળ કપાવી નાંખીએ છીએ અથવા તો પાર્લરમાં જઈને મોંઘા હેર કલર કરાવીએ છીએ. કેટલાક લોકો રૂપિયા બચાવવા માટે ઘરે જ હેર ડાઈ લગાવે છે. પરંતુ આમ કરવાથી માત્ર વાળ ખરાબ નથી થતાં રૂપિયા પણ બરબાદ થાય છે. જો તમે ઘરે જ પૈસા ખર્ચ્યા વિના કુદરતી રીતે વાળને કાળા કરવા માગતા હોવ તો આ અસરકારક નુસખો અપનાવો.

બટાકાંની છાલ લગાવો

વાળને કાળા કરવા માટે બટાકાંની છાલ લગાવો. બટાકાની છાલમાં રહેલું સ્ટાર્ચ કુદરતી રંગ તરીકે કામ કરે છે. બટાકાની છાલમાં રહેલું વિટામિન A, B, C સ્કાલ્પ પર લાગેલા તેલને દૂર કરે છે અને ડેંડ્રફ નથી થવા દેતા. એટલું જ નહીં બટાકામાં આર્યન, ઝિંક, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજ હોય છે જેના કારણે વાળ ખરવાનું ઓછું થાય છે.

આવી રીતે બનાવો હેર માસ્ક

સૌથી પહેલા બટાકાંની છાલ કાઢી લો. ત્યાર બાદ આ છાલને એક કપ પાણી લઈ બરાબર ઉકાળો. જ્યારે બરાબર ઉકળી જાય તે પછી 5-10 મિનિટ સુધી ધીમી આંચ પર ગરમ થવા દો. પછી આ મિશ્રણને થોડીવાર માટે ઠંડું થવા મૂકો. આ પાણીને એક વાસણમાં ભરીને રાખી દો. બટાકાના પાણીમાંથી આવતી દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે તેમાં થોડાં ટીંપા લેવેન્ડર ઓઈલ નાખી શકો છો.

આવી રીતે લગાવો

આ મિશ્રણને ધોયેલા ભીના વાળમાં લગાવવામાં આવે તો વધુ અસરકારક રહેશે. બટાકાની છાલના પાણીથી પાંચ મિનિટ સુધી સ્કાલ્પ પર મસાજ કરો. પછી અડધા કલાક સુધી વાળમાં લગાવેલું રાખો. ત્યાર બાદ વાળને ઠંડા પાણીથી ધોઈ લો.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો