જાણો દ્વારકાધીશ મંદિરની ધજાનું રહસ્ય, તમે જાણતા નહીં હોવ

0
3801

ગુજરાતમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ દ્વારકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિક સ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જેમ ચારધામની યાત્રાનું મહત્વ છે તેટલું જ મહત્વ દ્વારકા અને અહીં આવેલું દ્વારકાધીશ કૃષ્ણનું મંદિરનું છે. આ એજ જગ્યા છે જ્યાં હજારોવર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજાનું વિશેષ મહત્વ છે. આ ધજાની ખાસિયત એ છે કે પવન ગમે તે દિશાનો હોય આ ધ્વજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે.

દ્વારકાધીશના મંદિર પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. કેમ કે આ ધજા નાનકડી નહીં પણ પૂરા 52 ગજની હોય છે. હવે આટલી મોટી ધજા શા માટે તેની પાછળ કથા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું. દરેકના પોતના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરુપ ધજા હતી. જ્યારે તેમાના મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાન હોવાના કારણે તેમના મંદિરો બનાવવાાં આવ્યા છે. જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતિક રુપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામેથી 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે.

મંદિર ઉપર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિન્હો છે જેનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યાં સૂધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. તેમજ સૂર્ય અને ચંદ્ર બને શ્રીકૃષ્ણના પણ પ્રતિક છે.

દ્વારકાધીશ મંદિર પર સવારે, બપોરે અને સાંજ આમ દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે. . અહીં મંદિર પર ધજા ચઢાવવા-ઉતારવા અને દક્ષિણાનો અધિકાર અબોટી જ્ઞાતિના બ્રાહ્મણોને છે. જોકે દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે. જોકે આ તમામ ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે.

मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम् । ..
पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् ॥

આ શ્ર્લોકનો અર્થ થાય છે. મેઘ સમાન રંગવાળા, પીળુ રેશમી પિતામ્બર ધારણ કરવાવાળા, શ્રીવત્સ ચિન્હવાલા, કૌસ્તુભ મણીથી સુશોભિત, પુણ્ય કરવાવાળા, કમળ સમાન આંખોવાળા સર્વલોકના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને નમન કરું છું. આમ ભગવાનનો રંગે મેઘ સમાન હોવાથી તેમની ધજા મેઘધનૂષ સમાન સપ્તરંગી હોય છે.

લાલ રંગઃ ઉત્સાહ, સ્ફૂર્તિ, ધનધાન્ય અને વિપુલ સંપત્તિનો પ્રતિક છે.

લીલો રંગઃ આધ્યાત્મિક પ્રેરણાનો પ્રતિક મનાય છે. તે શાંતિ અને શિતળતા દેવાવાળો છે.

પીળો રંગઃ આ રંગને શાણપણ, માન્યતા, અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

વાદળી રંગઃ બળ અને પૌરુષનું પ્રતીક ગણવામાં આવે છે.

સફેદ રંગઃ શુદ્ધતા, શુદ્ધતા અને શિક્ષણનું પ્રતીક ગણાય છે.

કેસરીયો રંગઃ હિંમત, નિર્ભયતા અને પ્રગતિની નિશાની ગણવામાં આવે છે.

ગુલાબી રંગઃ માનવની પ્રકૃતિ દર્શાવે છે, જે નરમ અને આકર્ષક છે, તે કાંટા ઉપર પણ સ્મિત કરે છે. મનુષ્યો પણ આના જેવું હોવા જોઈએ.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો