અમદાવાદમાં કુંવારી બહેન બની ‘માં’ અને ભાઈ બાળકને ઠેકાણે પાડવા ગયો હતો – પછી બન્યો મોટો કિસ્સો અંતે સત્ય બહાર આવી જ ગયું..

0
278

કદાચ અન્ય કોઈ સ્ત્રી સાથે સેક્સ માણતા પકડાઈ જાય તો વ્યક્તિને જવા દેવો જોઈએ પણ હવે એ સ્ત્રી સગી બહેન હોય તો શું કરવું? આવો જ કિસ્સો નોંધાયો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક નરાધમ પાપી ભાઈએ પોતાની સગી બહેનને બનાવી કુવારી ‘માં.’ આટલું સાંભળીએ ત્યાં જ મગજ ચકરાવે ચડી જાય છે. એથી વિશેષ આરોપીએ એવું કર્યું કે નવજાત બાળકનો જીવ ચાલ્યો ગયો. તેની બહેને જે બાળકને જન્મ આપ્યો તે બાળકને બેદરકારીથી ત્યજી દેવાની ગણતરીને પગલે બાળક મૃત્યુ પામ્યું.

સમગ્ર ઘટના એમ છે કે, જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેના મામા સારવાર અર્થે બાળકને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા પણ ત્યાં વેન્ટિલેટર પર બાળકને ચાલુ સવારે બાળકને મૂકીને ફરાર થઇ ગયા હતા. આ કોઈ મામા નહીં પણ રાક્ષસ કહેવાય. ગણતરીની કલાકોમાં બાળકનું મૃત્યુ નીપજ્યું. આ ઘટનામાં આરોપીને ગોતવો મુશ્કેલ બની જાય તેમ હતું પણ સીસીટીવી કેમેરાને આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

હવે જણાવીએ આરોપીની સમગ્ર કહાની શું છે? યુવકનું નામ છે જેકસન. જેણે તેની કુંવારી માતા બનેલી બહેનના બાળકને સિવિલ હોસ્પિટલમાં ત્યજી દીધું. બે દિવસ પહેલાની આ વાત છે જ્યારે બાળકનો જન્મ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં થયો ત્યારે બાળકનું વજન માત્ર ૯૦૦ ગ્રામ હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે તેમજ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકને દાખલ કરાયા બાદ ચાલુ સારવારે કુંવારી ‘માં’ બનેલ યુવતીનો ભાઈ જેકસન ત્યાંથી ભાગી ગયો હતો આખી ઘટના ત્યારે ખુલ્લી પડી જ્યારે પોલીસે તેને પકડ્યો.

હોસ્પિટલના મુખ્ય ગેટ પર લગાડેલ સીસીટીવી કેમેરામાં જેક્સન કેદ થઇ ગયો હતો. તેમાં નિર્દય મામા એટલે કે આમ તો બહેનને કુંવારી ‘માં’ બનાવનારો ભાઈ કેમેરામાં દેખાયો હતો. તે એવી રીતે દેખાયો કે જેમાં એ એક વ્યક્તિ સાથે હાથમાં એક દિવસનું બાળક લઈને એમ્બ્યુલન્સમાં આવ્યો અને સિવિલ હોસ્પિટલની અંદર જતો નજરે પડે છે. એ ફૂટેજના આધારે પોલીસે અરવલ્લીમાંથી જેકસન નામના યુવકની ધરપકડ કરી હતી.

શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. કે. પટેલે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના ડો. નીરવ રાઠોડે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ અંગે “કલ્પેશ” નામના વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ બાળક કલ્પેશ નહીં જેકસન લઈને આવ્યો હતો. આરોપી જેકસનની કુવારી બહેનને કલ્પેશ સાથે અનૈતિક સંબંધ હતા અને કુવારી વયે જ છોકરીને ‘માં’ બનાવી દીધી હતી. બાળકનો જન્મ થતા જેક્સન સારવાર માટે બાળક હાથમાં લઈને હિમંતનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલે બાળકને દાખલ કરવા આવ્યો હતો. પણ અહીંથી કલ્પેશ અને જેક્સન બાળકને મૂકીને ફરાર થઇ ગયા હતા. બાળકને ઉછેરવું ન પડે અને સમાજમાં બદનામી ન મળે તે માટે જેક્સને બાળકને ત્યજી દીધું હતું. આ ઘટના પછી સંબંધોમાં લાંછન લાગ્યું. જે ભાઈ–બહેનના પવિત્ર સંબંધ છે તેમાં પણ ધૂળ પડી અને બાળકની જિંદગી પણ અનૈતિક સંબંધોએ પૂર્ણ કરી નાખી.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?