શું તમને પણ છે ટ્રાવેલિંગમાં ઉલ્ટીની તકલીફ? તો જાણી લો આ ઉપાય

0
13

હવે જેમ ઉનાળાનું વેકેશન પડશે એટલે દરેકના ઘરમાં બહાર ફરવા જવાનો પ્લાન બની રહ્યો હશે અને દરેકને ફરવા જવાની ખુશી ઘણી જ હોય છે, પણ કેટલાક લોકો એવા હોય છે કે જેમને ટ્રાવેલિંગમાં સતત વોમિટિંગ થવાની ચિંતા પણ થતી હોય છે. આ સમસ્યાનું નામ છે ‘મોશન સિકનેસ.’ કેટલાકને ટ્રાવેલિંગ દરમિયાન ઊલટી થવી, ચક્કર આવવા, માથામાં દુખાવો થવો કે પછી બેચેની થવી વગેરે જેવી તકલીફો રહેતી હોય છે. તો ત્યારે એવું બને છે કે એ લોકો ટ્રાવેલિંગની મજા નથી લઇ શકતા. ચાલો તો સમસ્યાનું સમાધાન કરી શકાય એવા કેટલાક ઉપાયો વિશે જણાવી દઈએ.

બારી બહાર જોવું નહિ

જો તમને ટ્રાવેલિંગ દરમિયાન ઊલટીની તકલીફ સતાવે છે તો બારીની બહાર રોડ પર જોવું નહિ,કેમ કે એનાથી આપણું મગજ એક બિંદુ પર કેન્દ્રિત થઈ જાય છે અને પછી આપણું માથું ભમવા લાગતું હોય છે,અને પછી એનાથી ઊલટી પણ થાય છે.

આદુનો ઉપયોગ

શું તમને ખબર છે ટ્રાવેલિંગમાં આદુ બહુ જ ઉપયોગી છે? જયારે તમે ઘરેથી નીકળો ત્યારે આદુનો નાનો કટકો મોઢામાં રાખી દેવો. જો તમને એવું ના ગમતું હોય તો જ્યારે પણ ઊલટી થશે એવું લાગતું હોય તો રસ્તામાં ક્યાંક રોકાઈ જાઓ અને આદુવાળી ચા પી લો. એનાથી પણ તમને આરામ મળશે.

ટ્રાવેલિંગ પહેલાં કંઈક ખાવું

કેટલાક લોકો એવું માનતા હોય છે કે જો તેઓ ટ્રાવેલિંગ પહેલાં કંઇક ખાઇ લેશે તો એમને ઊલટી થશે. પણ આ વાત સાચી નથી. હા એ વાત સાચી કે ટ્રાવેલિંગ દરમિયાન વધારે પડતું ખાઈ લેવાથી વોમિટ થઈ શકે છે. તો જયારે ઘરેથી નીકળો ત્યારે બહુ વધુ નહિ પણ થોડું તો ખાઈ જ નીકળવું જોઈએ. જયારે ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે ઓઇલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. એનું કારણ છે કે ખોરાક પચાવવામાં વધુ સમય લાગે છે, અને વોમિટ થઈ જતી હોય છે.

મિન્ટ કરશે તમને મદદ

જો તમને ટ્રાવેલિંગમાં બેચેનીનો અનુભવ થાય છે તો તમે કોઈ મિન્ટવાળી ગોળી ખાઈ શકો છો અથવા તો તમારા રૂમાલમાં મિન્ટ ઓઇલ છાંટીને સૂંઘી શકો છો. એના સિવાય તમે કાચી કેરી અથવા તો આમલી પણ મોઢામાં રાખી શકો છો અને એ બધી વસ્તુઓ તમારી બેચેની પણ ઓછી કરશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?