ટોટલ ધમાલ થશે 100 કરોડના ક્લબમાં અજય દેવગણે આવી સિદ્ધિ મેળવી હોય એવી આ 9 મી ફિલ્મ

0
67

બોલિવૂડ ડેસ્કઃ હાલમાં જ રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ બોક્સ ઓફિસ પર ખુબજ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને રિલીઝ થઈને આઠ દિવસ થયા ત્યારે આ ફિલ્મે ભારતમાં 4.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આમ આ ફિલ્મે આઠ દિવસમાં કુલ 99 કરોડ 30 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે ઓવરસીઝ માર્કેટમાં પણ માત્ર એક જ અઠવાડિયામાં 30.95 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. જયારે ‘લુકા છુપી’ અને ‘સોનચિડિયા’ જેવી ફિલ્મો રિલીઝ થયા બાદ ‘ટોટલ ધમાલ’ના સ્ક્રીનકાઉન્ટમાં નોંધ પાત્ર રીતે ઘટાડો થયો છે, તે છતાં પણ આ ફિલ્મથી દર્શકો સતત આકર્ષાય છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ કહે છે કે શનિવારે તો આ ફિલ્મનો 100 કરોડની ક્લબમાં સમાવેશ થઈ જશે.

‘ગોલમાલ અગેઇન’ ની 206 કરોડની કમાણી હતી

અજય દેવગણની આ 9 મી ફિલ્મ છે કે જે 100 કરોડના ક્લબમાં શામેલ થઇ છે. જો અજય દેવગણની સૌથી પહેલી ફિલ્મ વિષે વાત કરીયે કે જેનો આ ક્લબમાં સમાવેશ થયો હોય એવી ફિલ્મ છે 2011માં આવેલી ‘સિંઘમ’ ફિલ્મ. તેની 2017માં આવેલી ‘ગોલમાલ અગેઇન’ ફિલ્મે પણ ભારતમાં 205.69 કરોડ રૂપિયાનો બિઝનેસ મેળવ્યો હતો.

રિતેશની 100 કરોડની આ પાંચમી ફિલ્મ છે

100 કરોડ રૂપિયાની કમાણી કરી હોય એવી આ રિતેશ દેશમુખની પાંચમી ફિલ્મ થશે. આ ફિલ્મ માટે એવું કહેવાયું છે કે ‘ટોટલ ધમાલ’ ફિલ્મ રિતેશ માટે સૌથી વધારે કમાણી કરી હોય એવી ફિલ્મ બનશે. આજ સુધી જો એની કોઈ ફિલ્મે સૌથી વધુ કમાણી કરી હોય તો એ છે ‘હાઉસફુલ 3’ ,આ ફિલ્મે ભારતમાં 109.14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

અરશદ અને અનિલ કપૂરની આ બનશે ત્રીજી 100 કરોડની ફિલ્મ

‘ટોટલ ધમાલ’ જેવી 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરે એટલે અનિલ કપૂર અને અરશદ વારસીની પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવી ત્રીજી ફિલ્મ થશે. અનિલની ‘રેસ’ સિરીઝની બીજી પણ બે ફિલ્મો (રેસ-2 અને રેસ-3)ને ભેગી કરીયે તો 1000 કરોડથી પણ વધારે બિઝનેસ કર્યો હતો. જો ડોમેસ્ટિક માર્કેટની વાત કરીયે તો રેસ-3 ફિલ્મે સૌથી વધારે 166 કરોડની કમાણી કરી હતી. અરશદ વારસીની પહેલાની ફિલ્મની વાત કરીયે તો ‘ગોલમાલ’ સિરીઝની બે ફિલ્મો (ગોલમાલ-3 અને ગોલમાલ અગેઇન) ની કમાણી પણ 100 કરોડની ઉપર ગઈ હતી.

માધુરી પહેલી વાર કરશે 100 કરોડ ક્લબમાં પ્રવેશ

માધુરી દીક્ષિતની ‘ટોટલ ધમાલ’ એ પહેલી ફિલ્મ હશે કે જેનો 100 કરોડ ક્લબમાં સમાવેશ થયો છે. જો એની સૌથી વધારે કમાણી કરી હોય એવી ફિલ્મોની વાત કરીયે તો એમાં ‘હમ આપકે હૈ કોન’નો સમાવેશ થાય છે, આ ફિલ્મે ભારતમાં 72.47 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. રણબીર કપૂર-અને દીપિકાની એક ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ એ 188 કરોડની કમાણી કરી હતી અને એના એક ગીત ‘ઘાઘરા’માં માધુરી દીક્ષિતનો પણ ડાન્સ હતો

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?