આજે પડછાયો પણ છોડી દેશે તમારો સાથ

0
399

વડીલો પાસે સાંભળ્યું છે કે પડછાયો ક્યારેય તમારો સાથ નથી છોડતો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ સિદ્ધાંતનો પણ એક અપવાદ છે. દર બે વર્ષમાં આવું બને છે જ્યારે તમારો પડછાયો પણ થોડા સમય મારે તમારો સાથ છોડી દે છે. આ ઘટનાને ખગોળશાસ્ત્રમાં ઝીરો શેડો (શૂન્ય છાયા) દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે અમદાવાદના લોકો આ ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છે. મને તમને જણાવીએ કે કેટલા વાગ્યે તમે આ ઝીરો શેડો ડેને અનુભવી શકશો…

પડછાયો બે વખત થાય છે ગાયબ

આમ તો આ ઘટના જૂન અને જુલાઈમાં બનતી હોય છે, જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મે મહિનાના અંતમાં આ ઘટનાનો અનુભવ થાય છે. ધરતી પોતાની ધરી તરફ 23.5 ડિગ્રી નમેલી હોય છે. જેથી વર્ષના જુદા જુદા સમયે સૂર્ય ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. આકાશ પર સૂર્ય સીધી રેખા પર આવતો ન હોવાથી ભાગ્યે જ આવી ઘટનાઓ બનતી હોય છે.

આવી રીતે પૃથ્વીના વ્યાસની ગણતરી થાય છે

“અમુક લોકો ભાગ્યે જ જાણતા હશે કે આવી અદ્ભુત ઘટનાનું નિરીક્ષણ કરી પૃથ્વીની ધરીનો ઝુકાવ 250 BCE તરફ હોય ત્યારે ઝીરો શેડોની ઘટનાની મદદથી પ્રાચિન ઈજિપ્તવાસીઓ પૃથ્વીના વ્યાસની ગણતરી કરતા હતા” પડછાયા વગરના દિવસની ખગોળીય ઘટના નિહાળવા ખગોળપ્રેમીઓ ભારે આતુરથી રાહ જોતા હોય છે.

આવી રીતે કરો અનુભૂતિ

ચોખ્ખો ગ્લાસ લઈ છત કે મેદાન જેવી ખુલ્લી જગ્યાએ જાઓ અને કોઈ વસ્તુ જમીન પર મૂકીને તેનું નિરીક્ષણ કરો. કહેવાય છે કે સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારે પડછાયો 3Dમાંથી 2Dમાં ફેરવાય જાય છે. થોડા સમય માટે પડછાયો એકદમ નાનો થતો જશે અને 60 સેકન્ડ સુધી પડછાયો એકદમ જતો રેહશે અને ફરી જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં આવી જશે. આજે બપોરે 12 વાગ્યે 1 મિનિટ માટે આ ઘટના નિહાળી શકાશે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો