શું તમને મહિનાની અંતમાં થાય છે પૈસાની તંગી, આ ઉપાય કરવાથી મળે છે રાહત

0
26

કેટલીક વાર મનુષ્યને આર્થિક સમસ્યા એવી હેરાન કરે છે કે તે વ્યક્તિ સાવ તૂટી જ જતો હોય છે. કેટલીક વાર મનુષ્ય ગમે તેટલી ટ્રાય કરે છે છતાં પણ તેમાંથી બારે નથી નીકળી શકતો. માણસને આવીથી ઘણું જ હેરાન થવું પડતું હોય છે અને સાથે જ તેના પરિવાર અથવા તો કુટુંબને પણ તેના લીધે ઘણું જ સહન કરવું પડતું હોય છે. તો આજે આ લેખમાં અમે તમને એવા ટૂચકાઓ વિશે માહિતી આપીશું કે જો તમે તેને અજમાવશો તો એમાંથી બારે આવી શકશો…

કપૂર


જો તમારા ઘરમાં સીડીઓ, ટોયલેટ કે દરવાજો કોઈ ખોટી દિશામાં આવેલા છે તો બધી જ જગ્યાએ 1-1 કપૂરનો ટુકડો રાખી દેવો અને એવી જગ્યાઓએ કપૂર રાખી દેવાથી ચમત્કારિક રૂપથી વાસ્તુ દોષને દૂર કરવાનું કામ કરે છે.

ગૂગળનો ધૂપ


અઠવાડિયામાં 1 વખત ગમે તે  દિવસે ઘરમાં છાણા સળગાવીને ગૂગળનો ધૂપ ચોક્કસથી કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં થતો કલેશ શાંત થાય છે. ગૂગળ એકદમ સુગંધિત તો હોય જ છે સાથે જ તે મગજના પણ રોગોમાં લાભ આપે છે.

અગરબત્તી


જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી તો તમારે નિયમિત મહાકાળી માતા પાસે એક ધૂપબત્તી કરો અને દર શુક્રવારે કાળકા માતાના મંદિરે જાઓ અને ત્યાં જઈને પૂજા કરવી.

પીળી સરસવ


લોબાન, ગાયનું ઘી આ બધું ઉમેરીને સૂર્યાસ્તના સમયે છાણા સળગાવો અને પછી એમાં બધી સામગ્રી ઉમેરી દો. આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મકતાની અસર દૂર થાય છે.

લીમડાના પાન


દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં અઠવાડિયમાં એક કે બે વખત લીમડાના પાનની ધૂણી કરો. જો આવું કરવામાં આવે તો બધા પ્રકારના જીવાણુંઓ નષ્ટ થઈ જાય છે. અને આ ઉપાયથી વાસ્તુદોષ પણ ખતમ થઇ જાય છે.

દશાંગ ધૂપ


ચંદન, કુષ્ટ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાંસી, લઘુ, અને ક્ષોદ્ર આ બધી વસ્તુઓને એકસરખી માત્રામાં મિક્સ કરો અને પછી તેને સળગાવવામાં આવે તો ખુબ જ શ્રેષ્ઠ ધૂપ બને છે આ ધૂપને દશાંગ ધૂપ તરીકે ઓળખવામાં આવે છે અને ઘરમાં શાંતિ પણ જળવાઈ રહે છે.

કેસર


જો તમારા ઘર પર કોઈએ તંત્ર-મંત્ર કર્યું છે તો તેના ઉપાય માટે જાવંત્રી, ગાયત્રી કેસર લો અને એ બધું વાટીને મિક્સ કરી લો. પછી એમાં યોગ્ય પ્રમાણમાં ગૂગળ મિક્સ કરી લો. પછી આ મિશ્રણની ધૂપ કરો. જો આવું સતત 21 દિવસ સુધી કરવામાં આવે તો તેનાથી લાભ મળે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?