જાણો આ રાણી વિષે જે રોજ 700 ગધેડાઓના દૂધથી ન્હાતી હતી, જેની પાછળ છે એક રહસ્ય

0
153

આપણે હંમેશા બધાને પાણીથી, ગાય અથવા તો ભેંસના દૂધથી સ્નાન કરતા જોયા જ હોય અને સાંભળ્યું પણ હશે, પણ શું તમે જાણો છો કે વિશ્વમાં એક રાણી એવી હતી, જે હંમેશા ગધેડાઓના દૂધથી જ સ્નાન કરતી હતી, અને માટે તેઓ દરરોજ 700 ગધેડાઓનુ દૂધ મંગાવતી હતી.પણ તે કેમ આવું કરતી હશે તે એક રહસ્ય છે, ચાલો જાણીયે આજે એ રહસ્ય વિષે.

 

આ રાણીનું નામ ક્લિયોપેટ્રા હતુ અને તે ઈજિપ્ત પર શાસન કરતી હતી. એવું કહેવાય છે કે ક્લિયોપેટ્રાએ 51 પૂર્વે 30 ઈસા પૂર્વ સુધી ઈજિપ્ત પર શાસન કર્યુ હતું. તે સમયગાળા દરમિયાન ક્લિયોપેટ્રા વિશ્વની સૌથી અમીર અને સુંદર મહિલા તરીકે ઓળખાતી હતી. અને તેનું નામ ઈતિહાસમાં એક એવા વ્યક્તિત્વ તરીકે નોંધાયું છે કે જેનું નેતૃત્વ રહસ્યોથી ભરપૂર હતું.

એવું કહેવાય છે કે ક્લિયોપેટ્રા ખુબ જ સુંદર હતી કે તે રાજા અને સૈન્ય અધિકારીઓને પોતાની સુંદરતાના જાળમાં ફસાવતી અને તેમની પાસેથી પોતાના બધા કામ કરાવી લેતી હતી. અને આ રાણીના ઘણા પુરૂષો જોડે શારીરિક સંબધ પણ હતાં. અને તે દુનિયાની 5 ભાષાઓનું જ્ઞાન ધરાવતી હતી. અને તે જ કારણ હતુ કે તે એકદમ ઝડપથી કોઈ પણ વ્યક્તિ જોડે મેચ થઇ જતી અને તેમની પાસેથી બધી વાતો કઢાવી લેતી હતી.

ખાસ વાત તો એ છે કે ક્લિયોપેટ્રા સુંદર દેખાવા માટે દરરોજ 700 ગધેડાઓનું દૂધ મંગાવતી હતી અને રોજ સવારે તેનાથી જ સ્નાન કરતી હતી,માટે જ તેની સ્કિન એકદમ સુંદર રહેતી હતી. હમણાં જ એક સંશોધનમાં આ વાત જાણવા મળી છે. હમણાં તુર્કીમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે, જયારે એક સંશોધન સમયે જ્યારે ઉંદરોને ગાય અને ગધેડાનું દૂધ પીવડાવાયુ ત્યારે ગાયનું દૂધ પીનારા ઉંદર વધુ મોટા થવા લાગ્યા. માટે એક વાત સાબિત થઇ કે ગધેડાનું દૂધ ગાયના દૂધની સરખામણીએ ઓછી ચરબી ધરાવે છે, માટે બધી રીતે સારું હોય છે.

એવું કહેવાય છે કે ક્લિયોપેટ્રા ઈજિપ્ત પર શાસન કર્યું હોય એવી અંતિમ શાસક હતી. જોકે, આફ્રિકી, કૉકેશિયસ અથવા યુનાની હતી, જે હજી સુધી રહસ્યમય છે. અને હજી પણ તેનું સંશોધન ચાલુ જ છે. ક્લિયોપેટ્રાનું મૃત્યુ આશરે 39 વર્ષની ઉંમરમાં જ થયું હતું , પણ એનું મૃત્યુ કેવી રીતે થયું એ હજી પણ રહસ્ય જ છે. કેટલાંક લોકો એવું માને છે કે ક્લિયોપેટ્રાએ સાપ સાથે ડંખ લગાવીને જાતેજ આત્મહત્યા કરી હતી, જયારે બીજા એવું કહે છે કે તેનું મૃત્યુ માદક (ઝેરીલા) પદાર્થના સેવનના કારણે થયું હતું. અને બીજા ઘણા એમ માને છે સાપ સાથે ડંખ જાતે કરીને લગાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?