આ છોડના રસનું સેવન કરવાથી આત્માના શરીરમાંથી બહાર આવવાનો અનુભવ થાય છે.

0
240

વૈજ્ઞાનિકોએ પ્રાચીન કાળના સમયથી મળી આવતાં એક છોડને લઇને એક અજીબોગરીબ દાવો કર્યો છે. બેનિસ્ટરીઓપસિસ કેએપી ( Banisteriopsis caapi) નામના આ છોડના રસને જો પીવામાં આવે તો મૃત્યુ પછી થતાં અહેસાસને જાણી શકાય છે. આ છોડમાંથી મળી આવતાં રસને આયાહુયાસ્કા (ayahuasca) કહેવામાં આવે છે. રિસર્ચ અનુસાર, આ છોડના રસનું સેવન કરતાં જ આત્મા શરીરમાંથી બહાર આવવાનો અનુભવ થાય છે. આ અહેસાસ થોડી મિનિટથી લઇને કલાકો સુધી રહે છે. વૈજ્ઞાનિકો 13 લોકો પર રિસર્ચ કરીને આ નિર્ણય લીધેલ છે.

લંડનમાં થયો હતો પ્રયોગ

ઇમ્પીરિયલ કોલેજ ઓફ લંડનમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. 13 લોકોને આ છોડનો રસ પીવડાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના પ્રયોગને નોંધવામાં આવ્યો હતો. સેન્ટ્રલ અમેરિકા અને એમેઝોનના જંગલોમાં મળી આવતો આ છોડ એક સાઇકોએક્ટિવ ડ્રગની જેમ કામ કરે છે. તેમાં સાઇકોએક્ટિવ ડ્રગ હેલુસિનોજનની એટલી વધારે માત્રા હોય છે, જે મૃત્યુની નજીક હોવાનો અહેસાસ કરાવે છે. 13 લોકોના અનુભવને તેવા 67 લોકોના અનુભવ સાથે સરખાવવામાં આવ્યાં હતાં, જેમણે કોઇ ઓપરેશન કે કોમા દરમિયાન મૃત્યુની નજીકથી જવાનો અહેસાસ કર્યો હતો.

બંને ગ્રૂપમાં એક જ વસ્તુ સામાન્ય જોવા મળી હતી. તે દરેકે એક કિરણ જોઇ અને પોતાને શરીરમાંથી બહાર હોવાની વાત કહી હતી. આ સિવાય દરેકે પોતાને એક અલગ દુનિયામાં પોતાને ફરતા જોવાની વાત કહી હતી. થોડાં લોકોએ જણાવ્યું કે, તેમને ખૂબ જ શાંતિ મળી હતી.

મૃત્યુ પછીનો જવાબ મળી શકે છે

આ અભ્યાસને લીડ કરી રહેલાં ડોક્ટરના જણાવ્યા અનુસાર, આ અનુભવોના આધારે અમે અંદાજા લગાવી શકીએ છીએ કે, મૃત્યુ સમયે કે તેના પછી વ્યક્તિને શું અનુભવ થાય છે. તે અનુભવ સંપૂર્ણ રીતે આપણાં દિમાગના કારણે જ થાય છે.

રિસર્ચ શા માટે કરવામાં આવ્યું

એમેઝોન અને તેની આસપાસ રહેનાર અનેક પ્રજાતિઓના લોકો આ છોડ અને તેના રસને પવિત્ર માને છે. તેને એક ઔષધી માનવામાં આવે છે અને વર્ષોથી તેને ધાર્મિકતા સાથે જોડીને પણ જોવામાં આવે છે. આ છોડને લઇને કહેવામાં આવે છે કે, તે ઈશ્વરને મળવાનો એક દરવાજો છે. જોકે, અમેરિકામાં થોડાં વર્ષ પહેલાં આ છોડથી બનેલી થોડી વસ્તુઓ પર પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, આ છોડમાંથી તૈયાર થયેલો રસ એક પ્રકારનો ડ્રગ્સ છે. આ કારણે તેને રાખવો ગેરકાનૂની માનવામાં આવે છે અને વૈજ્ઞાનિકો તેના પર સતત રિસર્ચ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, સંસ્કૃત શાસ્ત્ર અનુસાર પ્રાચીન કાળમાં આ છોડનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો