કેન્સરનો મળી ચુક્યો છે એકદમ સચોટ ઈલાજ, ઇઝરાઈલની કંપનીએ કર્યો છે 100 % ઇલાજનો દાવો

0
644

અત્યારે હમણાં તો કોઈને કોઈ બોલિવુડ સેલેબ્રિટી વિશેના કેન્સર થયું હોય એવા સમાચાર આવી રહ્યા છે તેથી તમે પણ તમને ગમતા સ્ટારને જયારે આ ગંભીર બીમારી થઇ છે એ જાણીને નિરાશ થતા હશો અને એવું પણ વિચારતા હશો કે દરેક પ્રકારની મેડિકલથી માંડીને તેમના આરોગ્યપ્રદ આહાર સુધી બધી જ ધ્યાન તેઓ રાખવા છતાં પણ તેમને કેન્સર જેવી ગંભીર બીમારી થઈ રહી છે તો આપણે તો સામાન્ય માણસ છે. હવે આપણને એવો વિચાર આવશે કે આખી દુનિયામાં ફેલાઈ રહેલી આ ગંભીર બીમારીનો કોઈ સાચો અને સંપૂર્ણ ઈલાજ મળી શકશે કે નહીં કારણકે માત્ર સેલિબ્રિટીને નહિ પણ આપણી આજુબાજુમાં રહેતા હોય એવા પણ ઘણા લોકોને કેન્સરની બીમારી થઈ છે એવું આપણે સાંભળીયે છે. પણ હવે આ વિષે પ્રાપ્ત થયેલા એક અહેવાલ પ્રમાણે આગામી વર્ષ 2020 સુધીમાં આપણને કેન્સર જેવી ગંભીર બીમારીનો 100 ટકા જેટલો ઈલાજ શક્ય બનશે. અને આ દાવો કર્યો છે ઈઝરાયેલની એક બાયોટેક કંપની દ્વારા.

ઇઝરાયેલની બાયોટેક કંપની AEBi દ્વારા કરાયો છે દાવો


જો આપણે મેડિકલની દુનિયાની વાત કરીયે તો કેન્સરની બીમારી વિષે અલગ અલગ પ્રકારની થેરાપી અપનાવાય છે પણ આ બધી જ થેરાપીથી પણ કેન્સરની બીમારી 100 ટકા જેટલી ખત્મ થતી નથી. પણ ઈઝરાયેલની કંપની એક્સિલેરેટેડ ઇવોલ્યુશન બાયોટેક્નોલોજી લિમિટેડ (AEBi) કે જેની સ્થાપના વર્ષ 2000માં ITEK વિઝમેન ટેક્નોલોજી ઇન્ક્યુબેટરે કરી હતી. અને આ કંપનીએ એવો દાવો કર્યો છે કે કંપનીએ એક એવી ટેક્નોલોજી વિકસાવી છે કે જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીને પણ સંપૂર્ણ રીતે ક્યોર કરી શકાય છે.

આ દવાની અસર ચાલુ થઇ જશે પહેલા જ દિવસથી


AEBi ના બોર્ડ ઓફ ચેરમેને એક ઇન્ટરવ્યૂમાં આવું જણાવ્યું છે કે, ‘તેમની કંપનીએ જે દવા બનાવી છે તે દવાની અસર પહેલા દિવસથી જ દેખાવા લાગશે. અને આ ટ્રીટમેન્ટ માત્ર થોડાક જ અઠવાડિયાની હશે પણ એનાથી દર્દી સંપૂર્ણરીતે આ રોગથી મુક્ત થઇ જશે.’ માત્ર એ જ નહિ પણ કંપનીના ચેરમેને એક એવો દાવો કર્યો છે કે તેમની દવા એકદમ ઓછી અથવા તો કોઈપણ જાતની આડઅસર વિના જ લાભ કરશે. અને અત્યારે માર્કેટમાં જે કેન્સર માટેના ઇલાજ ઉપલબ્ધ છે તેની સરખામણીએ આ કંપનીએ જે ઈલાજ પદ્ધતિ વિકસાવી છે તે ઘણી જ સસ્તી અને દરેક વ્યક્તિને પરવડે એવી જ હશે.

આ દવા કરે છે કેન્સરના રિસેપ્ટર પર હુમલો – Mu Ta To

બાયોટેક કંપની AEBi જે ઉપચાર પદ્ધતિ વિકસાવી છે તે દવાને કંપનીએ Mu Ta To એવું નામ આપ્યું છે. અને એનો અર્થ થાય છે મલ્ટી ટાર્ગેટ ટોક્સિન જે SoAP ટેક્નોલોજી પર આધાર રાખે છે. આ બાયોટેક કંપનીના CEO ડૉ. ઇલેન મોરાદે જણાવે છે કે, ‘અમે આ ટેક્નોલોજીનો આવિષ્કાર કર્યો તે પહેલા તો અમે અત્યારે જે માર્કેટમાં કેન્સરની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે તે કેમ સંપૂર્ણ રીતે અસર કરતી નથી તે વિષે ઘણો ઊંડાણથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ કેન્સર પર સંપૂર્ણરીતે અસર કરે એવી ચિકિત્સા પદ્ધતિ શોધવાનું કામ ચાલુ કર્યું. મોટાભાગે કેન્સરની દવા એવી હોય છે કે જે ખાસ ટાર્ગેટ અથવા કેન્સરના સેલ પર હુમલો કરતી હોય છે. એની સામે Mu Ta To દવા કેન્સર સેલના રિસેપ્ટર પર 3 બાજુએથી હુમલો કરે છે.’

દર વર્ષે નોંધાય છે કેન્સરના 1.80 કરોડ જેટલા નવા કેસ

આ કંપનીએ એવો દાવો કર્યો છે કે તેમની દવા અને ટ્રીટમેન્ટને પહેલા તો ઉંદર પર પ્રયોગ કરવામાં આવી હતી અને તેમાં તેમને સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ છે.  તેથી હવે આ કંપની હ્યુમન ટ્રાયલ માટેની પુરી તૈયારીમાં છે. અને જેવી એમાં સફળતા મળશે એટલે  કેન્સરની આ દવા આવનારા વર્ષ 2020 સુધીમાં તો માર્કેટમાં પણ મળવા લાગશે. આ વાત જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયામાંથી લગભગ દર વર્ષે કેન્સરના 1 કરોડ 80 લાખ જેટલા નવા કેસ નોંધાતા હોય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?