તાંત્રિકે હોસ્પિટલ માં કર્યો આત્મા ને પાછું લાવવા નું હવન, જાણો પછી શું થયું

0
21

મૃતક ના પરિવાર વાળા હોસ્પિટલ માં લઈ ને આવ્યા તાંત્રિક, કરવા માં આવ્યું આત્મા ને પાછું લાવવા નું હવન, ડરી ગયા હોસ્પિટલ ના બધા લોકો

આપણા દેશ માં એવા ઘણાં લોકો છે જે અંધવિશ્વાસ માં માને છે અને આજે પણ જાદુ કરે છે. અંધવિશ્વાસ થી જોડાયેલી એક ભયાનક ઘટના હમણાં જ રાજસ્થાન માં ઘટી છે. જ્યાં એક પરિવારે પોતાના ઘર ના મરેલા માણસ ની આત્મા ને પાછું લાવવા માટે હવન કરાવ્યો. હેરાન કરવા વાળી વાત એ છે કે આ પરિવારે આ હવન હોસ્પિટલ માં કરાવ્યો છે અને આ હવન ને રોકવા માટે ની હિંમત કોઈ એ ન કરી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માં છપાયેલી એક રિપોર્ટ ના પ્રમાણે રાજસ્થાન ના અજમેર માં રહેવાવાળા એક પરિવાર ના માણસ નું એક્સિડન્ટ થઇ ગયું હતું. જેના પછી એને હોસ્પિટલ માં એડમિટ કરાવવા માં આવ્યો અને હોસ્પિટલ માં એ માણસ નો ઈલાજ ના સમયે મૃત્યુ થઈ ગયું. માણસ ના મૃત્યુ પછી એના ઘરવાળા શબ ને લઈ ને પોતાના ઘરે ચાલ્યા ગયા અને એનો અંતિમ સંસ્કાર કરી દીધો. પરંતુ આ બાબત ત્યારે બગડી જ્યારે મૃતક માણસ ના પરિવારવાળા કેટલાક દિવસો પછી પાછા હોસ્પિટલ માં આવ્યા અને એમણે હોસ્પિટલ માં આવી ને જે કર્યું એ ઘટના થી હોસ્પિટલ માં હાજર લોકો ડરી ગયા.

હોસ્પિટલ માં કર્યો આત્મા ને પાછા લાવવા નું હવન

અંધવિશ્વાસ થી જોડાયેલી આ ઘટના જેએલએન હોસ્પિટલ માં થઈ છે. આ હોસ્પિટલ માં કામ કરવાવાળા લોકો ના પ્રમાણે ઇજાગ્રસ્ત માણસ હોસ્પિટલ માં એડમિટ કરાવવા માં આવ્યું હતું. પરંતુ એને ડોક્ટર બચાવી ન શક્યા. આ માણસ ના ઘરવાળાઓ હોસ્પિટલ થી એમનો શબ લઈ ને ચાલ્યા ગયા. પરંતુ શબ લઈ ગયા ના કેટલા દિવસ પછી મૃતક ના પરિવાર વાળા અને ગામ વાળા એમની આત્મા ને પાછી લેવા માટે હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પિટલ માં બધા લોકો તાંત્રિક ની સાથે આવ્યા અને એ તાંત્રિક ની સાથે મળી ને હોસ્પિટલ માં પૂજા કરવા ની શરૂ કરી દીધી. ત્યારે હોસ્પિટલ ના લોકો એમને પૂજા કરવા નું કારણ પૂછયું તો એમણે કીધું કે મૃતક માણસ ની આત્મા અહી જ રહી ગઈ છે.

કરતાં રહ્યા હવન, કોઈ એ કંઈ ના કીધું

તાંત્રિક ની સાથે મળી ને એ લોકો એ હોસ્પિટલ ના પુરુષ વોર્ડ ની પાસે આ હવન કર્યું. ત્યા ના લોકો ની આ વર્તણૂક જોઇને હોસ્પિટલ ના કર્મચારી એટલા ડરી ગયા કે એ લોકો ને આવું કરવાથી રોકી ના શક્યા. જે જગ્યા પર આ હવન કરી રહ્યા હતા એ જગ્યા એ ઘણા બધા મરીજ પણ હતા અને મરીજો એ પણ કઈ ના કીધું. ત્યાં હોસ્પિટલ માં હાજર ડૉક્ટરો પણ ચૂપ રહેવા માં જ પોતાની ભલાઈ સમજી અને આ હવન થવા દીધો. હોસ્પિટલ માં કામ કરવાવાળા એક વોર્ડ બોય ના પ્રમાણે એ લોકો નું કહેવું હતું કે મૃતક ની બોડી લઈ ગયા હતા પરંતુ એની આત્મા અહીંયા જ રહી ગઇ હતી અને હવે અમેની આત્માને લેવા આવ્યા છીએ. આત્મા ને અમે ઘર ના એક ખૂણા માં રાખીશું. આ વોર્ડબોય ના પ્રમાણે તાંત્રિક અને કાળા જાદુ ના ડર ના કારણે કોઈ એ પણ એ લોકો ને હવન કરવા થી ન રોક્યો. તાંત્રિક અને બ્લેક મેજીક પર આજે પણ લોકો વિશ્વાસ કરે છે અને અંધવિશ્વાસ થી જોડાયેલી એક આવી ઘટના દિલ્હી માં વર્ષ 2018 મા પણ ઘટી હતી. જ્યાં અંધવિશ્વાસ ને કારણે પરિવારવાળા એ આવું વિચારી ને ફાંસી લગાવી દીધી હતી કે પાછા જીવિત થઈ જશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?