જો શરીર બનાવવું છે સુડોળ અને મેળવવી છે રાહત ઘૂંટણ અને પીઠના દુખાવામાં ,તો કરો ફક્ત એક કામ

0
475

એકદમ સરળ છે આ આસન તેનાથી થાય છે આખા શરીરને ફાયદો ,આ આસન છે તાડાસન

હેલ્થ ડેસ્ક: અત્યારે લોકો પાસે પોતાની માટે સમય હોતો નથી, જેથી તેઓ ઘણી બીમારીઓનો સામનો કરતા હોય છે. પણ આ સમસ્યાથી જો બચવું છે તો  દિવસમાં કરો માત્ર 10-15 મિનિટ તાડાસન. આનાથી આખા શરીરમાં ખેંચાણ થાય છે અને શરીરના બધા જ અંગોને પણ ફાયદો મળે છે.જો આ આસન નિયમિત કરવામાં આવે તો હાઈટ ઝડપથી વધે છે અને શરીર પણ સુડોળ બને છે. તો જાણીયે યોગ ગુરૂ ડો. ઓમાનંદ દ્વારા જણાવાયેલા આ આસનના  ફાયદા.

આસનના ફાયદા

ઊંચાઈ વધારવા માટે- 

આ આસનથી કરોડરજ્જૂમાં ખેંચાણ થાય છે, જેનાથી હાઈટ વધુ કરવામાં મદદ મળે છે. જો આ આસન 5 થી 16 વર્ષની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવે તો તેમનો હાઈટનો ગ્રોથ વ્યવસ્થિત રીતે થાય છે. આ સિવાય આ આસનથી એકાગ્રતા વધે છે અને શરીર પણ એકદમ સમતોલ રહે છે.

વજન ઓછું કરે – 

તાડાસન કરવાથી આખા શરીરમાં ખેંચાણ પેદા થાય છે. જેના લીધે તે શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી કરવામાં મદદ કરે છે અને બોડી વ્યવસ્થિત આકારમાં આવે છે.

ઘૂંટણ અને પીઠદર્દમાં આરામ – 

આ આસનથી પીઠમાં ખેંચાણ લાગે છે. જેના લીધે પીઠ અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.

સ્નાયુઓ અને માંસપેશીઓ માટે ઉપયોગી – 

આ આસનથી માંસપેશીઓ મજબૂત થાય બને છે. સાથે જ માંસપેશીઓમાં દુખાવાની કોઈ તકલીફ હોય તો તે પણ દૂર થાય છે.

પગ બને મજબૂત – 

તાડાસન કરવાથી પગની માંસપેશીઓ મજબૂત બની જાય છે. જેથી પગ નો સોજો , દુખાવો, પગ સુન્ન થઈ જવા જેવી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.

તાડાસન કરવાની રીત

-સૌથી પહેલાં સામાન્ય સ્થિતિમાં ઊભા રહો અને કમર તથા ગરદનને સીધી રાખો.
-હવે બંન્ને હાથને માથું અને ખભા ઉપર લઈ જાઓ અને શ્વાસ અંદર લઈને આખા શરીરને ઉપર તરફ ખેંચો અને પગના તળિયા પર ઊભા થઈ જાઓ.
-હવે તમને પગની આંગળીઓથી લઈને હાથની આંગળીઓ સુધી ખેંચાણ અનુભવાશે. આ સ્થિતિમાં જ્યાં સુધી ઊભા રહેવાય ત્યાં સુધી રહો.
-હવે ધીરે-ધીરે શ્વાસ છોડતા શરીર અને હાથને સામાન્ય સ્થિતિમાં લઈ આવો.

તકેદારી :
– જે લોકોને બ્લડપ્રેશરની તકલીફ હોય તેમણે તાડાસન ન કરવું અથવા તો કોઈ વિશેષજ્ઞની સલાહ લઈ લેવી જોઈએ.
– જે લોકોને ચક્કરની તકલીફ એવા લોકોએ પણ વિશેષજ્ઞની સલાહ લઈને જ આ આસન કરવું.

આ આસન ક્યારે અને કેટલી વખત કરવું જોઈએ ?
– જો આ આસન સવારમાં કરવામાં આવે તો તેનાથી સૌથી વધારે ફાયદો મળે છે. પણ જો સવારે સમય ન મળતો હોય તો કોઈપણ સમયે આ આસન કરી શકાય છે.
– જમ્યા પછી આ આસન ના કરવું કારણ કે ભોજન કર્યા પછી ભોજન પચાવવા માટે શરીરની ઊર્જા વપરાય છે, જેથી આ સમયે આ આસન વધારે સમય નહિ કરી શકાય.
– આ આસન ઓછામાં ઓછું 3 થી 4 વખત કરો. તેમાં તમે વચ્ચે-વચ્ચે તમે 1-2 મિનિટનો આરામ લઇ શકાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?