ભૂલમાં પણ કોઈ દિવસ પોતાના પિતાનું અપમાન ના કરવું , જાણો તેના વિશેની એક રસપ્રદ સ્ટોરી, વાંચીને આંખમાં આવી જશે પાણી

0
179

ધર્મ ડેસ્કઃ- દરેક માતાપિતાની જેમ એક પિતા એના દીકરાને ખુબ જ સારી રીતે ઉછેરે છે. એકદમ સારો અભ્યાસ કરાવે છે અને તેને ખુબજ સફળ વ્યક્તિ પણ બનાવ્યો. પછી તે દીકરો એક કંપનીમાં મોટો અધિકારી પદ પર કાર્ય કરે છે. તેની નીચે હજારો લોકો કામ કરતા હોય છે. એક દિવસ તેના પિતાને એવો વિચાર આવે છે કે પોતે દીકરાના ઓફસે જાય અને તેને જઈને મળે. જેવા તેના તેની ઓફિસે પહોંચ્યા તો તે જોવે છે કે તેમનો દીકરો એક ખુબજ શાનદાર ઓફિસમાં બેસેલો છે અને ઘણા બધા લોકો તેની નીચે કામ કરી રહ્યા છે. આ બધું જોઇને તેના પિતાને ઘણો જ ખૂબ ગર્વ થાય છે.

હવે પિતા તેના દીકરાની ચેમ્બરમાં જાય છે અને પાછળથી જઇને તેને ખભે હાથ રાખે છે. પછી તે પિતા એના દીકરાને પૂછે છે કે – આ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? તો આ સવાલના જવાબમાં દીકરો જવાબ આપે છે – મારા સિવાય કોણ હોય શકે છે પિતાજી. તેના પિતાને આવા જવાબની અપેક્ષા હતી નહિ, કારણકે તેમને એવો વિશ્વાસ હતો કે તેમનો દીકરો ગર્વપૂર્વક એમ કહેશે કે પિતાજી દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ જો કોઈ હોય તો એ તમે જ છો, કારણકે તમે જ મને આટલો યોગ્ય બનાવ્યો છે.

જયારે તેના પિતાએ આ જવાબ સાંભળ્યો એટલે પિતાની આંખો ભરાઈ જાય છે. તો તેના પિતા તો ચેમ્બરનો ગેટને ખોલીને બહાર જય રહ્યા હોય છે. પણ ફરીથી એક વખત તેના દીકરાને પૂછે છે કે – ફરી એક વાર જવાબ આપ કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? તો દીકરો જવાબ આપે છે – પિતાજી આ દુનિયામાં તમે જ સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. આ જવાબ સાંભળીને તે પિતાને ઘણું જ આશ્ચર્ય થાય છે. અને કહે છે – પહેલા તો તે પોતાની જાતને સૌથી શક્તિશાળી વ્યક્તિ કીધો અને પછી હવે તું એમ કહે છે હું સૌથી શક્તિશાળી વ્યક્તિ છું.

દીકરો હસે છે અને સામે બેસાડે છે અને કહે છે – જયારે પિતાજી તમે તમારો હાથ મારા ખભા પર રાખ્યો હતો, અને જે દીકરાના ખભે તેના પિતાનો હાથ હોય તો ત્યારે તે વ્યક્તિ જ દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કહેવાય. જયારે તે પિતાએ પુત્રની આ વાત સાંભળી તો પિતાની આંખોમાં આંસુ આવી ગયા, અને તેના દીકરાને એકદમ જોશથી હગ કરી લે છે. સાચી વાત કીધી કે જે વ્યક્તિના ખભે અથવા માથે એના પિતાનો હાથ હોય છે તો તે જ વ્યક્તિ આખી દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિ કહેવાય છે.

શીખો લાઇફ મેનેજમેન્ટ

દરેક પિતાની એવી ઈચ્છા હોય છે કે તે પોતાના સંતાનને ખુબજ સારું શિક્ષણ આપે જેનાથી તે ભવિષ્યમાં આગળ જઈને કંઈક બની શકે. પણ અત્યારે જે સમય બદલાઈ રહ્યો છે તેમાં આપણે એવું જોઈએ છે કે જયારે બાળકો સક્ષમ થઇ જાય એટલે પોતાના માતા-પિતા જોડે સરખી રીતે વ્યવહાર કરતા નથી પણ સામે તેમનું અપમાન કરતા હોય છે. પણ આપણે એક હકીકત ખરેખર સમજવી જોઈએ કે આપણે પણ એક દિવસ વૃદ્ધ તો થવાના જ છીએ, તો સામે આપણા સંતાનો પણ આપી જોડે એવો જ વ્યવહાર કરશે તો આપણી હાલત કેવી થશે ?

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?