OMG… આ ગામ એવું છે જ્યાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના ઘરમાં જ તેની અંતિમ વિધિ કરી દેવામાં આવે છે

0
108

એવી પરંપરા હોય છે કે જયારે હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય તો પછી તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો, મુસ્લિમમાં માણસના અંતિમ સંસ્કાર કબ્રસ્તાનમાં કરાય છે. અને અંતિમક્રિયા કરવા માટે દરેક ગામ, શહેરમાં સ્મશાન ગૃહ અને કબ્રસ્તાન બનાવેલા હોય છે.

અને હંમેશા આ જગ્યાઓ રહેણાક વિસ્તારથી થોડે દૂર બનાવાય છે. મોટેભાગે લોકો આ જગ્યાએ જવાનું પણ ટાળતા હોય છે અને કેટલાક લોકોને તો આ જગ્યાએ જતા ઘણો ડર પણ લાગતો હોય છે. પણ શું તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે, કોઇનું મૃત્યુ થાય અને તેના અંતિમ સંસ્કાર તેના ઘરમાં જ કરવામાં આવ્યા હોય ? હા આ વાત સાચી છે કે આપણા જ દેશમાં એક ગામ એવું આવેલું છે, કે જ્યાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર તે વ્યક્તિના પોતાના જ ઘરમાં કરી દેવાય છે.

આજે આપણે આ લેખમાં એક એવા સમુદાય વિશે વાત કરવાના છીએ કે જ્યાં લોકો અંતિમ વિધિ પોતાના જ ઘરમાં કરતા હોય છે. છત્તીસગઢના માનિકપુરીમાં એક પનિકા સમુદાય રહે છે. આ સમુદાયના લોકો ખુબ જ વિચિત્ર પરંપરાનું પાલન કરતા હોય છે, અહીંયાના લોકો પોતાના ઘરમાં જ જે તે મૃત પરીજનની સમાધિ બનાવતા હોય છે.

આ ગામમાં મૃત્યુ પામનાર વ્યક્તિ ભલે ઘરનું વડિલ હોય બાળકો હોય કે મહિલાઓ તેમની સમાધિ તેમના જ ઘરના આંગણામાં બનાવવામાં આવે છે , તેથી જ એ લોકો તેમના પ્રિયજનને ઘરમાં જ દફન કરે છે. આ સમાજના જે લોકો છે તેઓ પોતાના સ્વજનનું મૃત્યુ થાય તો તેના મૃતદેહને બીજે ક્યાંય નથી લઇ જતા અને બીજે ક્યાંય દફનાવતા પણ નથી પરંતુ આ પરંપરાથી એકદમ અલગ અને પ્રથા તેઓ પાળે છે.

જે વ્યક્તિનું મૃત્યુ થયું એને ઘરના આંગણામાં કે વાડીમાં જ મૃતદેહને દફનાવે છે માત્ર એ જ નહીં એ જગ્યાએ તે વ્યક્તિનું સ્મારક પણ બનાવતા હોય છે અને પછી તેની રોજ પૂજા પણ કરતા હોય છે. આ સિવાય એના ઘરના લોકો જે સમાધિ બનાવેલી હોય ત્યાં વર્સીનો પાઠ પણ કરે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?