પેટની ચરબી ઓછી કરવા માટે રાત્રે ખાવ આ ફૂડ ખિચડી, ઓટ્સ, દળિયા

0
3636

પેટની ચરબી ઓછી કરવા માટે કેટલીક એવી વસ્તુઓ દરરોજ ડાયટમાં લેવી જોઈએ જે પેટ ઓછું કરવામાં મદદ કરી શકે છે, સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ વસ્તુઓ શરીરમાં ફેટ બર્નિંગની પ્રક્રિયા ઝડપી બનાવે છે. તેનાથી મહિનામાં જ પેટ ઓછું થવા લાગે છે. તો આજે અમે તમને પેટની ચરબી ઓછી કરવા માટે કેટલીક ટિપ્સ જણાવીશું.

પેટ ઓછું કરવા શું ધ્યાન રાખવું?

  • ભૂખ લાગે ત્યારે શેકેલા ચણા, ડ્રાય ફ્રૂટ્સ અથવા ફ્રૂટ્સ ખાઓ.
  • બોડીમાં પાણીની કમી થવા ન દો.
  • ભોજન ધીરે-ધીરે અને ચાવીને ખાઓ.
  • રાતે લાઈટ ફૂડ જેમ કે ખિચડી, ઓટ્સ, દળિયા ખાઓ.
  • ભોજન કરતી વખતે ધ્યાન બીજે ક્યાંય ન રાખો, ટીવી જોવી નહીં.
  • બોડીમાં કફ વધવાથી વજન વધી શકે છે, જેથી કફ વધારનાર વસ્તુઓ ખાવાનું અવોઈડ કરો.
  • સપ્તાહમાં ઓછાંમાં ઓછું 5વાર એક્સરસાઈઝ અવશ્ય કરો.

કેટલાક ઉપાય

વરિયાળીનું પાણી

વરિયાળીના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયબર હોય છે. દરરોજ જમીને વરિયાળી ખાવી જોઈએ. આ સિવાય પેટ ઓછું કરવા માટે તમારે વરિયાળીનું પાણી પણ પી શકો છો. તેના માટે 2 ચમચી વરિયાળીને રાતે પાણીમાં પલાળી સવારે પાણી ગાળીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો.

દૂધીનો રસ

દૂધીમાં ફાયબર્સ હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઉતરે છે અને પેટ ઓછું થાય છે. એક કપ દૂધીના રસમાં કાળા મરીનો પાઉડર અને સંચળ નાખીને પીવો.

પપૈયું

પપૈયામાં પોટેશિયમ અને પપાઈન હોય છે. તેનાથી ચરબી બર્નિંગ પ્રક્રિયા તેજ થાય છે. રોજ પપૈયું ખાઓ અથવા તેનો શેક પીવો.

ઈંડા

ઈંડામાં રહેલાં પ્રોટીનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન ઘટે છે. તેને બાફીને ખાવાથી જલ્દીથી વજન અને પેટ ઓછું થાય છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો