પૈસા વસૂલ અને ફેમિલી મનોરંજક ફિલ્મ છે સિમ્બા

0
185

રોહિત શેટ્ટીની ‘આતા માઝી સટકલી’ ફૅમ બાજીરામ સિંઘમ(અજય દેવગન)ની ઝલક ‘સિમ્બા’સંગ્રામ ભાલેરાવ (રણવીર સિંહ)માં સ્પષ્ટ રીતે જોવા મળે છે. સિંઘમ એક ઈમાનદાર પોલીસ ઓફિસર હતો, જ્યારે સિમ્બા અણસમજુ તથા ભ્રષ્ટ છે. તે સહજતાથી અપ્રામાણિક બનીને વધુ પૈસા કમાઈ લે છે.

રેટિંગ: 3.5/5
સ્ટાર કાસ્ટ: રણવીર સિંહ, સારા અલી ખાન, સોનુ સૂદ, અજય દેવગણ
ડિરેક્ટર: રોહિત શેટ્ટી
ડ્યૂરેશન: 2 કલાક
ફિલ્મનો પ્રકાર: એક્શન, ડ્રામા, કોમેડી
ભાષા: હિન્દી
ક્રિટિક: રોનક કોટેચા

રિવ્યુ

સિમ્બા ખુબજ સરસ છે એ વાતમાં શંકાને સ્થાન નથી. સ્ક્રીન પર તેની એન્ટ્રી પ્રેક્ષકોને ખુશખુશાલ કરી દે તેવી છે. પરંતુ સિમ્બાને માત્ર એક જ ચીજ ખુશ કરી શકે છે, તે છે પૈસા. તેનો જીવનમંત્ર છે ફૂલ ઈમાનદારી સાથે બેઈમાની કરવી. રણવીર સિંહ મનોરંજક તરીકે અત્યારે ટોપ ફોર્મમાં છે. પહેલા સીનથી માંડીને તે પોતાના ચાર્મથી પ્રેક્ષકોને જકડી રાખે છે. તે કંઈ ખોટું કરતો હોય ત્યારે પણ પ્રેક્ષકો તેને નાપસંદ નથી કરી શકતી.

સિમ્બાના કેરેક્ટરને જીવંત કર્યું

રણવીર સિંહે સિમ્બાનાપાત્રને ગજબ એનર્જીથી જીવંત કર્યું છે. મરાઠી એક્સેન્ટમાં તે જોક મારે ત્યારે પ્રેક્ષકો ખડખડાટ હસવુ રોકી નહિ શકે. પરંતુ ફિલ્મ ધીમે ધીમે ગંભીર થતી જાય છે. અને આવી હસી મજાકની જગ્યાએ સિરિયસ વિષયો ચર્ચાય છે અને તેમાં લાગે છે સોલિડ એક્શન અને ઈમોશનનો તડકો. ફર્સ્ટ હાફ ફની છે તો સેકન્ડ હાફ થોડો સિરિયસ છે. બંનેમાં રણવીર પોતાના પાત્રને પૂરેપૂરો ન્યાય કરે છે.

સારાના ભાગે કંઈ ખાસ ન આવ્યું

સારા અલી ખાનને ભાગે ફિલ્મમાં ખાસ કંઈ કરવાનું આવ્યું નથી. પણ તે ગજબ સુંર લાગે છે. સિમ્બા અને શગુન (સારા)ની કેમિસ્ટ્રી કરતા સિમ્બા જે લોકો સાથે ફેમિલી જેવા સંબંધો વિકસાવે છે તેમની કેમિસ્ટ્રી વધુ સારી છે. ફિલ્મમાં બાકી બધુ ટ્રેડમાર્ક રોહિત શેટ્ટીની સ્ટાઈલમાં થાય છે. આ રોહિત શેટ્ટી બ્રાન્ડની ફિલ્મ છે.

ફિલ્મમાં શું છે ખાસ?

રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં તમને લાર્જર ધેન લાઈફ હીરો જોવા મળશે. પણ આ હીરો એવો છે કે આમ આદમી પણ પોતાની જાતને તેની સાથે સાંકળી શકે. આ ઉપરાંત બેચારા બાપ, બેટી, બહેન જેવા ટિપિકલ કેરેક્ટર્સ પણ છે. તમને આખા ગોવામાં SUV ફાસ્ટ સ્પીડમાં દોડતી જોવા મળશે અને વિલન પણ ડેશિંગ છે. બીજી ફિલ્મોની જેમ આ વિલન પણ રાજકારણીઓ અને પોલીસને ખીસામાં રાખે છે. સોનુ સૂદે દુર્વા રાનડેના કિરદારને સારો ન્યાય કર્યો છે.

મસાલા એન્ટરટેઈનર

આ બધા વચ્ચે ફિલ્મ જબરદસ્ત મસાલા એન્ટરટેઈનર છે જેમાં અમૂક સીનમાં તમને સીટી મારવાનું મન થઈ જશે. આંખ મારેના બીટ્સ પર થિરકવાનું મન થશે તો તેરે બિન ગીતનું પિક્ચરાઈઝેશન સુપર્બ છે. ફિલ્મમાં એવા કેટલાંક સીન છે જ્યારે તમને ખાખીમાં સજ્જ રણવીર પર ગર્વ થઈ જાય. ખાસ કરીને આશુતોષ રાણા તેને સેલ્યુટ કરે છે તે સીન. આ સાથે અમુક કેરેક્ટરને ઓવર ડ્રામેટિક બતાવાયા છે જે તમને ન ગમે તેવું પણ બને.

પૈસા વસૂલ

બીજા ભાગમાં ફિલ્મ થોડી સ્ત્રીઓની સુરક્ષા અને તેમની જાતીય સતામણી કરનારાઓ અંગે બોધપાઠ આપનારી બની જાય છે. ફિલ્મ થોડી પ્રેડિક્ટેબલ પણ છે અને તેમાં ભાગ્યે જ કોઈ સરપ્રાઈઝ એલિમેન્ટ છે. જો કે સિમ્બા ઓવરઓલ મજા આવે એવી ફિલ્મ છે. જેમાં નબળા કરતા સારા પાસા વધારે છે. ફિલ્મમાં ઘણી પૈસા વસૂલ ક્ષણો છે, જેમાં ઓરિજિનલ સિંઘમ અજય દેવગણના કેમિયોનો પણ સમાવેશ થાય છે. આ વસ્તુ અહીં અજય દેવગણની 2019ની ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ તમને જોવા મળશે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?