શું તમને ખબર છે, ચીકુ ખાવાથી કયા કયા ફાયદા મળે છે ?

0
15

ચીકુનો સ્વાદ એદકમ સરસ મીઠો અને તે સ્વાદિષ્ટ ફળ છે. જો આપણે ચીકુ ખાઈએ છે તો એમાંથી આપણને ઘણા બધા પ્રકારના વિટામીન મળે છે. ચીકુમાંથી આપણને વિટામીન એ, વિટામીન બી, વિટામીન  સી અને વિટામીન ઈ મળે છે. એના સિવાય એમાંથી પ્રોટીન, ફોસ્ફરસ, ફાયબર અને આયરન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ચીકુ એ એક કુદરતી એન્ટીઓક્સીડેંટ ફળ છે. ચીકુમાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને એનાથી આપણા શરીરની ઘણી બધી જરૂરિયાત પણ પૂરી થાય છે. તો એટલે જ ચીકુનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તો ચાલો ચીકુથી થતા અન્ય ફાયદાઓ વિષે જાણી લઈએ.

ચીકુથી આપણા હાડકા મજબુત થાય છે માટે હાડકા મજબુત થાય એના માટે ચીકુ ખુબ જ ઉપયોગી છે. આપણા હાડકા મજબૂત બને એના માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં મળવું જોઇએ. ચીકુ આ તત્વોથી ભરપુર હોય છે. મહિલાની ગર્ભાવસ્થા હોય ત્યારે ડોક્ટર કેટલાક ફળ અને શાકભાજી ખાવાની મનાઈ કરતા હોય છે પરંતુ ચીકુ એ એક એવું ફળ છે કે જેને ખાવાની કોઈ દિવસ ડોક્ટર મનાંઈ કરતા નથી. જો મહિલાઓ ચીકુ ખાય તો મહિલાઓને નબળાઈ લાગતી નથી.

શું તમને ખબર છે કે ચીકુ પથરીના ઈલાજ માટે પણ ખુબ જ ઉપયોગી છે ? જો ચીકુના બીજને પીસીને ખાવામાં આવે તો પથરી નીકળી જાય છે. તે શરીરમાં રહેલી કીડની સ્ટોનને ખતમ કરી દે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તો એમણે આ ઉપાય ચોક્કસથી અજમાવવો. ચીકુ આંખોની રોશની માટે પણ ઘણું જ ફાયદાકારક છે. ચીકુ વિટામીન ઈથી ભરપુર હોય છે માટે એનાથી આંખોને ઘણો જ ફાયદો કરે છે. તો બધાએ આંખોની રોશની વધે એના માટે ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ.

ચીકુ કેન્સરના ઈલાજ માટે પણ લાભકારી છે. ચીકુમાંથી આપણને વિટામીન ઈ અને બી પુષ્કળ પ્રમાણમાં મળે છે. અને એનાથી આપણા શરીરમાં કેન્સરની કોસીકાઓને વધતા અટકાવે છે એમાં એન્ટી ઓક્સીડેટ ફાયબર પણ મોજુદ હોય છે. જેનાથી આપણા શરીરમાં રહેલા બધા જ ઝેરી પદાર્થો પણ બહાર નીકળી જાય છે. તો માટે જ દરેકે ચીકુનું સેવન ભરપુર પ્રમાણમાં કરવું જ જોઈએ.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?