આ એ દિવસોની વાત છે, જયારે શર્ટને કોલર અને પેન્ટને ખિસ્સા નહોતા.

0
20

ભર બપોરે ચાંદનીમાં જયારે મેદાન બોલાવતું હોય, ત્યારે sophistication જેવા શબ્દો અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં બંધ કરીને , જૂના બેટ પર MRFનું નવું સ્ટીકર લગાડીને, ભારત માતાને આપણી જરૂર છે એવું માની મેદાનમાં ઉતરી પડતા.

મિત્રના ખભ્ભા પર હાથ મૂકી, કોઈ ગંભીર વાત કહેવાની હોય એમ થોડું senti થઇને આપણે routinely કહેતા ‘મને ઓપનીંગમાં જવા દે યાર ‘.

તે સમયે ન તો girl friend હતી , ન તો સ્માર્ટ ફોન , ન તો હોન્ડા સીટી. ત્યારે ફક્ત extra cover અને mid off વચ્ચેનો ગેપ દેખાતો . મેચ ન હોય તો ‘નંબરીયા’ પાડવાના! આપણી પીઠ પાછળ કોઈ બે વાર હાથ ફેરવે અને પૂછે ‘કોણ ?’.

એ સ્પર્શમાં કશું જ romanticism ન હોવા છતાં, એ સ્પર્શ કાયમ ગમતો અને હંમેશા ગમશે.

બપોરની ચાંદનીમાં પાછળ ઉભેલા મિત્રને આપણા પડછાયામાં થોડી વાર ઊભા રહ્યાનું સુખ અને આપણને પણ સુખ એ દિલાસાનું કે ઈશ્વરે ફક્ત પીઠ નથી આપી, પીઠબળ પણ આપ્યું છે .

પછી life ધીરે ધીરે uncover થઇ અને cover-extra cover બંને ધોવાઇ ગયા. ‘fine leg’ ફક્ત
હિન્દી movies માં જોવા મળતા. પછી ફક્ત પીઠ રહી, પીઠબળ નહિ.

રોજ સવારે ઉઠી ને સામે આવતી જવાબદારીઓને ‘leg glance’ કરવામાં, straight drive ભૂલાતી ગઈ.

કશુંક મેળવવાની ઝંખનામાં ઘણુંય દોડવા છતાં પણ, running between the wicket નબળું પડવા લાગ્યું. ગામના અને ફક્ત કામના જ call receive કરવામાં, nonstriker end પર રહેલા મિત્રોના call miss થઇ ગયા.

જૂના મિત્રોની exit પછી હવે મેદાનના ખાલીપાનો ભાર લઈને આપણે ફરીએ છીએ. સાવ સફેદ sidescreen જેવી આંખોમાં હવે cricket ballની sizeના ફક્ત રંગીન સપનાંઓ આવે છે. સામે વાળાની wicket પડે, એ મિત્રોને ગળે મળવાનું સૌથી મોટું બહાનું હતું. આજે ફક્ત બહાના રહ્યા છે. નથી wicket પડતી કે નથી મિત્રોને ગળે મળાતું.

બાઉન્ડ્રી પર બેઠા બેઠા, હાથમાં રહેલા પથ્થર વડે, જમીન ઉપર એક મનગમતું નામ લખતા અને મિત્રો એ જૂએ તે પહેલા જ ભૂંસી નાંખતા. એ જમીન ખોવાણી, એ નામ ખોવાયું અને સાથે સાથે ચેહરા ઉપર આવતી મુસ્કાન ખોવાણી.

૫૦ રન થાય ત્યારે બેટ ઊંચું કરવાનો આનંદ હજી પણ અકબંધ છે. બસ, હવે આસપાસમાં કોઈ કહેવાવાળું નથી કે ‘well played’.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?