આખરે કેમ ફિલ્મ ડોન 3 માં કામ કરવા ની શાહરૂખ ખાને ના પાડી? સાચું કારણ આવ્યું સામે

0
165

શાહરુખ ખાને ફિલ્મ ડોન 3 માં કામ કરવા ની ના કેમ પાડી? આ એક્ટર ના હાથે લાગી ફિલ્મ

બોલિવૂડ માં બનેલી ફિલ્મ ડોન ની વાત જ્યારે પણ આવે છે બોલિવૂડ ના બે એક્ટર્સ ના નામ યાદ આવે છે. એક તો અમિતાભ બચ્ચન અને બીજા શાહરુખ ખાન. બતાવી દઇએ કે વર્ષ 1978 મા સૌથી પહેલા અમિતાભ બચ્ચન ની ફિલ્મ ડોન રિલીઝ થઈ. આ ફિલ્મ એ સમયે બોક્સ ઓફિસ માં લગભગ 7 કરોડ નો વેપાર કર્યો હતો. જેના પછી વર્ષ 2011 માં શાહરૂખ ખાન આ ફિલ્મ નો બીજો પાર્ટ ડોન 2 માં ડોન નું પાત્ર કર્યો. આ ફિલ્મ માં શાહરુખ ખાન ના પાત્ર ને લોકો એ ઘણું પસંદ કર્યું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 209 કરોડ રૂપિયા ની કમાણી કરી હતી.

બતાવી દઇએ કે ઘણા સમય થી આ ફિલ્મ ના ત્રીજા પાર્ટ આવવા ની ખબરો સામે આવી રહી છે. જોવા જેવી વાત છે કે આ વાત થી શાહરૂખ ના ફેંસ ઘણા ખુશ થશે, પરંતુ આ ફિલ્મ ને લઈ ને જે ખબર સામે આવી રહી છે એ આવી છે કે હોઈ શકે છે કે શાહરુખ ખાન આ ફિલ્મ એટલે કે ડોન 3 માં નહી દેખાય. જેના પછી આ પાત્ર માટે કોઈ ત્રીજા ચહેરા નું નામ જોડાઈ શકે છે. અને ત્રીજું ડોન બીજું કોઈ નહીં પરંતુ બોલીવુડ ના હેન્ડસમ, સ્ટાઇલીસ રણવીર સિંહ હશે. ખબર છે કે શાહરૂખે ફિલ્મ કરવા ની ના પાડી દીધી છે, જેના પછી ફિલ્મ નિર્માતા એ રણવીર સિંહ ને આ રોલ માટે પસંદ કર્યું છે.

મુંબઈ મિરર ની તાજા રિપોર્ટના પ્રમાણે, ‘કિંગ ખાન એ ડોન 3 ના કરવા નો નિર્ણય લીધો છે, જેની સ્ક્રીપ્ટ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. કિંગખાન ની ના સાંભળ્યા પછી નિર્માતા એ રણવીર સિંહ ને વાત કરી છે, જે કિંગ ખાન ની જગ્યા એ ‘ડોન 3’ મા દેખાઇ શકે છે.’

જોકે આ વાત પર અત્યાર સુધી કોઈ પણ પ્રકાર ની કોઈ અધિકારી ઘોષણા થઈ નથી, પરંતુ સૂત્રો ની માનીએ તો જલદી જ નિર્માતા રણવીર સિંહ ને મળી ને ફિલ્મ સાઇન કરાવી શકે છે. બતાવી દઈએ કે રણવીર સિંહ ની પહેલા પણ જોયા અખ્તર ની સાથે દિલ ધડકને દો અને ગલી બોય જેવી હિટ ફિલ્મ કરી ચૂક્યા છે આ બંને જ ફિલ્મો એ બોક્સ ઓફિસ પર ઘણો ધમાલ મચાવ્યો હતો. જો રણવીર સિંહ આ ફિલ્મ સાઈન કરે છે તો એકવાર ફરી થી દર્શકો ને એક શાનદાર ફિલ્મ જોવા મળી જશે.

પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આવી સુપરહિટ ફિલ્મ ની સિકવલ માટે શાહરૂખે ના કેમ પાડી દીધી? તો બતાવી દઈએ કે શાહરુખ ખાન આનાથી પહેલા રાકેશ શર્મા ની બાયોપિક ને પણ ના પાડી ચુક્યા છે. આ ફિલ્મ ને ના પાડવા નું કારણ સામે આવ્યું હતું કે ફિલ્મ ઝીરો ના બોક્સ ઓફિસ પર અસફળ થવા પછી શાહરુખ પોતાની ફિલ્મો ને પસંદ કરવા માં ઘણી સાવધાની રાખી રહ્યા છે. જોકે હવે તો આવવાવાળા સમય માં જ ખબર પડશે કે શાહરુખે સાચે આ ફિલ્મ ને ના કરી રહ્યા છે અને સાચે આ ફિલ્મ એમની પાસે થી ચાલી ગઈ છે અથવા તો પછી આ માત્ર એક અફવા છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?