ઠંડી માં વધી રહ્યું છે વજન, તો આ ફળ ખાવા થી થઈ જશે ઓછું

0
171

ઠંડી ની સિઝન ઘણી ખુશનુમા હોય છે. ઠંડી ની સિઝન માં ભૂખ પણ વધારે લાગે છે. આવા માં લોકો મન ભરી ને પોતાની ફેવરેટ જમવા નું ખાય છે. ઠંડી પડી રહી છે તો વારંવાર ચા પીવી છે. ચા પણ કોઈ એકલું પીવે છે, સાથે જોઈએ ભજીયા અથવા સમોસા. આ બધા નું પરિણામ એ નીકળે છે કે શરીર માં ફેટ ની માત્રા ઘણી વધી જાય છે. ઠંડી માં કોટ પહેરી ને તો લોકો પોતાનું પેટ સંતાડી લે છે, પરંતુ આ શરીર માટે નુકસાનકારક છે. શરીર માં ફેટ ક્યારેય ન વધવું જોઈએ. આનાથી શરીર નો આકાર તો બગડે જ છે સાથે તમારા શરીર ને ઘણા પ્રકાર ના નુકસાન પણ થાય છે. તમને બતાવીએ કે ઠંડી માં તમે કઈ રીતે પોતાને ફિટ રાખી શકો છો.

નારંગી

ઠંડી માં જ્યારે વજન વધવા ની બીક હોય તો નારંગી નો ઉપયોગ સારું માનવા માં આવે છે. નારંગી માં એમિનો એસિડ, વિટામીન એ, કેલ્શિયમ, આયોડિન, સોડિયમ, ફોસ્ફરસ જેવા ઘણા તત્વો જોવા મળે છે. નારંગી ઠંડી માં ખાવુ ઘણું જ સારું હોય છે. નારંગી ના ઉપયોગ થી શરીર ની ગંદકી બહાર નીકળી જાય છે. જો તમારું વજન ઘણું વધારે છે તો તમારે રોજ નારંગી ખાવી જોઈએ. આનાથી તમારું વજન ઓછું થશે. આ માંથી વિટામિન સી મળે છે જે શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે. નારંગી ગરમી અને ઠંડી બંને માં ખાવું ઘણું ફાયદાકારક હોય છે.

જામફળ

આ એક એવું ફળ છે જેને ખાવા માટે ઠંડી ની રાહ જોવી પડે છે. આમાં વિટામિન સી, લાઇકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેટલી માત્રા માં પોટેશિયમ તમને કેળા માંથી મળે છે એટલું જ પોટેશિયમ જામફળ માં પણ હોય છે. રુધિર દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર ને નોર્મલ રાખે છે. એનો ઉપયોગ થી વજન ઓછું થાય છે. એમાં પ્રોટીન, ફાઇબર, અને વિટામિન ના બધા ગુણ જોવા મળે છે. રોજ એક જામફળ વધતા વજન ને પણ કન્ટ્રોલ કરે છે.

દ્રાક્ષ

ઘણું રસીલું અને મીઠું ફળ દ્રાક્ષ કાળા અથવા લીલા રંગ માં જોવા મળે છે. ઠંડી માં આનુ સેવન શરીર માટે ઘણું ફાયદાકારક માનવા માં આવ્યું છે. દ્રાક્ષ ખાવા થી મોટાપો ઓછો થાય છે. જો તમને હ્રદય ની બીમારી, હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવી સમસ્યા છે તો દ્રાક્ષ ખાવું હજુ વધારે લાભદાયક છે. આ વધારે ચરબી વાળા ખોરાક ની નકારાત્મક પ્રભાવ ને ઓછું કરે છે. આના ઉપયોગ થી મોટાપો તો ઓછો થાય છે જેની સાથે ચહેરા ની સુંદરતા પણ વધે છે.

ચીકુ

પેટ પર જામેલી વધારા ની ચરબી ને ખસેડવા માં ચીકુ સૌથી આગળ છે. આના ઉપયોગ થી સારો એવો મોટાપો દૂર થઈ જાય છે. આ તમારા પાચનતંત્ર ને તંદુરસ્ત બનાવી રાખે છે. આ તમને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ જેવી બીમારી થી બચાવે છે. ચીકુ માં રહેલાં ફાઇબર તમારા પેટ ને વધારે વાર સુધી ભરેલું રાખે છે જેનાથી તમે ફેટી વસ્તુઓ નથી ખાતા.

અંજીર

ફાઈબર થી ભરપૂર અંજીર મોટાપો ઓછું કરવા માં ઘણું કામ આવે છે. ફાઇબર ઘણી રીતે શરીર માટે ફાયદાકારક હોય છે. અંજીર શરીર માં જતા તરત જ નથી પચતુ તમે ઘણા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ કરો છો. પાચન તંત્ર સારુ બનાવે છે અને આનાથી મેટાબોલિઝમ પણ સારું રહે છે આનાથી તમારું વજન ઓછું થઈ જાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?