તૈમૂરની પોપ્યુલારિટી વિશે શું માને છે બહેન સારા અલી ખાન?

0
107

1.સારાની મહેનત રંગ લાવી 


સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ગયા વર્ષે ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું. આજકાલ બીજી ફિલ્મ ‘સિમ્બા’ની સફળતા માણી રહી છે. સારાએ બે ફિલ્મોથી જ દર્શકો વચ્ચે પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. સારાએ આ ફિલ્મો માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી સારા બે વર્ષના સાવકા ભાઈ તૈમૂરની પોપ્યુલારિટી વિશે આવો મત ધરાવે છે.

2.સારાનું ફિલ્મી ફેમિલી 


સારાની દાદી શર્મિલા ટાગોર જૂના જમાનાની ઉત્તમ એક્ટ્રેસ પૈકીની એક હતી. જ્યારે સારાના પેરેન્ટ્સ સૈફ અને અમૃતા 80ના દશકથી ફિલ્મો સાથે જોડાયેલા છે. સારાની સ્ટેપ મોમ કરીના આજે પણ બોલિવુડ પર રાજ કરે છે. જો કે સારાના પરિવારનો સૌથી નાનો સભ્ય તૈમૂર પોપ્યુલારિટીમાં આ બધાથી આગળ છે. સોશિયલ મીડિયા પર તૈમૂરની તસવીરો છવાયેલી રહે છે.

3.તૈમૂરને મળતા મીડિયા અટેન્શન વિશે કહ્યું… 


ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સારાએ તૈમૂરની પોપ્યુલારિટી વિશે વાત કરી. સારાને પૂછવામાં આવ્યું કે, શું તેને લાગે છે કે તૈમૂર તેમના પરિવારનો સૌથી મોટો સ્ટાર છે? જવાબમાં હસતા હસતા સારાએ કહ્યું, “તૈમૂર ઘરની બહાર ફરવા નીકળે છે તો પણ ખબર બની જાય છે. જ્યારે આ બધા માટે અમારા ખૂબ મહેનત કરવી પડે છે.”

4.‘લવ આજકાલ’ની સીક્વલમાં દેખાશે સારા! 


વર્કફ્રંટની વાત કરીએ તો સારા ઈમ્તિયાઝ અલીની સુપરહિટ ફિલ્મ ‘લવ આજકલ’ની સીક્વલમાં જોવા મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે ‘લવ આજકલ 2’માં સૈફ અલી ખાન સારાના પિતાની ભૂમિકામાં જોવા મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?