શું તમે જાણો છો સારા પહેલા કેવી દેખાતી હતી? એક જ ટ્રિકથી થઇ ગઈ સ્લિમ !!!

0
1326

સારા અલી ખાનને તો કોણ નહિ જાણતું હોય ?? સારા અલી ખાન એટલે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી. સારા ખુબજ સુંદર દેખાય છે. હજી થોડા સમય પહેલા જ સારાએ બોલીવુડમાં એન્ટ્રી કરી છે. તેણે બોલીવુડ ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કર્યું છે. અને આ ફિલ્મમાં સારા જોડે હીરો તરીકે સુશાંત સિંહ રાજપૂતે અભિનય આપ્યો હતો. આ ફિલ્મ દર્શકોને ખુબજ ગમી હતી અને પછી એની બીજી ફિલ્મ હતી સિમ્બા. સિમ્બામાં સારા જોડે લીડ રોલમાં રણવીર સિંહ હતા. સિમ્બા પણ ખુબજ સુપર હિટ ફિલ્મ ગઈ છે મતલબ કે લોકોને સારાનો અભિનય ગમી રહ્યો છે.

આપણે વાત કરી તેની ફિલ્મો વિષે. ચાલો હવે એની કેટલીક પર્સનલ લાઈફ વિશેની વાત કરીયે. સારા એકદમ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અભિનેત્રી છે. ભારતના ઘણા છોકરાઓ એમની સુંદરતાના ખુબજ દીવાના બન્યા છે. જો સોશિયલ મીડિયાની વાત કરીયે તો સારાના લાખો ફોલોઅર્સ છે. જો એનું ફિગર જોઈએ તો એની સરખામણી સાવકી માં કરીના કપૂર સાથે કરી શકીયે છે. પરંતુ કદાચ કોઈ જાણતું નહિ હોય કે પહેલા સારા આટલી પાતળી હતી નહિ. જયારે સારા ફિલ્મોમાં આવી એ પહેલા એનું વજન ખુબજ વધુ હતું. જો તમે એના પહેલાના ફોટા આ લેખમાં જોશો તો તમને અંદાજો આવી જશે કે સારા પહેલા કેવી દેખાતી હતી ?

પણ સારા એ પોતાનું વજન ઓછુ કર્યું અને પોતાના શરીરને એકદમ સુડોળ બનાવ્યું છે. જો તમે ઈચ્છો તો તમે સારાની જેમ પાતળા થઇ શકો છો. પણ કેટલીક વાતો ધ્યાનમાં રાખવી ખુબજ જરૂરી છે. ચાલો તો જાણી લઈએ કે કેવી રીતે સારા અલી ખાને પોતાનું આટલું ભારે શરીર ઓછું કર્યું અને એકદમ આકર્ષક ફિગર બનાવ્યું છે. ચાલો તો જાણીયે કે સારાએ કઈ ટ્રીક અપનાવી છે જે જેની મદદથી એણે પોતાને આટલી બોલ્ડ અને બ્યુટીફૂલ બનાવી છે.

સારા એ પોતાનું વજન ઓછું કરવા માટે ખુબજ સરળ એવી ટ્રીક અપનાવી છે. આ ટ્રીકથી ખાલી તમારુ વજન જ ઓછું થશે એવું નથી પણ આ ટ્રિકથી તમે ખુબજ સ્વસ્થ અને હેલ્દી પણ થઇ જશો. એ વાત તો સો ટકા સાચી છે કે દરેક વ્યક્તિને એકદમ ફીટ અને હેલ્થી થવું હોય છે. પણ જયારે જરૂરતથી વધુ વજન હોય તો ઘણી તકલીફો ઉભી થતી હોય છે. અને લોકો પોતાનું વજન ઘટાડવા માટે કેટલાયે પ્રયત્નો કરતા હોય છે, જેમ કે ડાયટીંગ, કસરત અને યોગા. પણ ઘણી વાર તેનાથી કોઈ ફાયદો મળતો નથી અને વજન ઓછું કરવામાં અર્પણ સફળતા મળતું નથી.

તો તમે સારાની જેમ જ માઈન્ડફૂલ ઇટીંગને અપનાવીને તમારું વજન ઓછું કરી શકશો. આ ઉપાયથી તમારું વજન પણ સરળતાથી ઘટે છે. કદાચ આ ટ્રીક વિષે વધારે કોઈ જાણતું નથી માટે કોઈ તેનો ઉપયોગ કરતુ નથી. તો જાણી લો કે માઈન્ડફૂલ ઇટીંગ આપણા શરીરમાં જમા થયેલી ચરબીને પણ ઓછી કરવામાં ઘણી જ મદદ કરે છે, અને આપણા શરીરને એકદમ ફીટ અને ફાઈન રાખે છે.

શું છે માઈન્ડફૂલ ઇટીંગ ?

જો સિમ્પલ રીતે કહીયે તો માઈન્ડફૂલીંગ ઇટીંગ એટલે ખોરાકને ખુબજ ધ્યાનથી ખાવું. જો તમે ખોરાકને એકદમ ધ્યાનથી ખાઓ છો તો તમે ફક્ત જમવાની મજા માણો છો એવું નથી પણ તમે જે ખોરાક લીધો હોય એ પણ એકદમ સરળતાથી પચે છે. અત્યારે આ ભાગદોડવાળી લાઈફમાં લોકો ખુબજ ફટાફટ જમતા હોય છે. એનાથી ફક્ત તમે તમારી થોડો સમય બચાવી શકો છો પણ બીજો કોઈ ફાયદો ખાવાનો મળતો નથી.

પણ જો તમે સરસ રીતે , ધીરે ધીરે અને ચાવી ચાવીને જમો છો, તો એ ખોરાકથી તમને ફાયદો મળે છે. જો તમે ચાવી ચાવીને ખાઓ છો તો તમે સ્વાદને પણ માણી શકો છો. અને જમેલું સરખી રીતે પચી પણ જાય છે, અને એમાં જે પોષક તત્વો એ તમારા શરીરને મળે છે. મિત્રો માઈન્ડફૂલ ઇટીંગમાં ખોરાકને ખુબજ સરખી રીતે ચાવીને ખાવામાં આવે છે. જો ખોરાકને ચાવીને ખાઈએ તો વારંવાર ભૂખ નથી લાગતી, અને તમે ગમે તે અસ્વસ્થ ખોરાક લેતા નથી અને તમારું વજન કંટ્રોલમાં રહે છે.

સાથે જ માઈન્ડફૂલ ઇટીંગ આપણા પેટને કેટલાક સંકેતો આપે છે કે હવે પેટ ભરાયેલું છે અને એના લીધે ઓવરઇટીંગ થતું નથી , માટે વધારે નથી ખવાઈ જતું . પણ જો તમે ઝડપ ઝડપથી જમો છોતો તમારું પેટ મોડા સંકેત મેળવે છે, જેના લીધે તમે ઓવરઇટીંગ કરો છો અને વજનમાં પણ વધારો થાય છે.

ફૂડ ક્રેવીંગ થાય છે ઓછું 

ફૂડ ક્રેવિંગ એટલે શું તો ખોરાકની તૃષ્ણા. સિમ્પલ લેંગ્વેજમાં કહીયે તો કોઈ વ્યક્તિને એક જ પ્રકારનો ખોરાક વારંવાર ખાવાની ઈચ્છા થાય એ.પણ માઈન્ડફૂલ ઇટીંગથી ફૂડ ક્રેવીંગ ઓછું થાય છે કારણકે તમારા પેટને યોગ્ય ટાઈમે જ સિગ્નલ મળી જતું હોય છે અને વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી. જો વધારે ફૂડ ક્રેવીંગ ના થાય તો તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે અને આપણા શરીરમાં વધારાનું ફેટ નથી જમા થતું.


જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?