સેમસંગ પોતાની પ્રખ્યાત ફ્લેગશીપ ગેલેકસી S સિરીઝ કરી શકે છે બંદ, શું હોઈ શકે છે કારણ?

0
55

સેમસંગે હમણાં થોડા સમય પહેલા જ S10 સીરિઝ લોન્ચ કરી હતી. બીજી એક ખાસ માહિતી પ્રાપ્ત થઇ છે કે કંપની આ પોપ્યુલર ફ્લેગશિપ સીરિઝ કદાચ બંદ કરશે. સાઉથ કોરિયનની એક વેબસાઇટ મુજબ એવી માહિતી મળેલ છે કે S10 સીરિઝના સ્માર્ટફોન્સ આ સીરિઝના કદાચ હવે લાસ્ટ સ્માર્ટફોન હશે એવું માનવામાં આવે છે. હવે સેમસંગ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન્, માટે બીજું કોઈ નવું નામ વિચારશે , અને પછી એ નવા નામથી સીરિઝ લોન્ચ કરશે એવી તૈયારીઓ થઇ રહી છે. રિપોર્ટ પ્રમાણે કંપની એવું માને છે કે S10 પછી યૂઝર્સને વધારે લાંબા નામ ગમશે નહીં, તેથી જ કંપની હવે હેન્ડસેટ્સને 11,12,13 નામ આપશે નહિ એના બદલે ફ્લેગશિપ શરૂ કરી શકે એવી શક્યતાઓ છે.

પરંતુ હજી સુધી તો ફ્લેગશિપ સ્માર્ટફોન્સ માટે કોઈ નવા નામ વિષે કોઇ ચોક્કસ નિર્ણય નથી લેવામાં આવ્યો પરંતુ 2020માં ફ્લેગશિપ સ્માર્ટફોન્સને નવી સીરિઝ નીચે લોન્ચ કરવામાં આવે એવી શકયતાઓ છે.

જો તમને જણાવીએ તો સેમસંગએ હજી હમણાંજ પોતાની S10 સીરિઝના સ્માર્ટફોનનું લોન્ચ કર્યું હતું. આ સીરિઝમાં Galaxy S10, Galaxy S10+ અને Galaxy S10e સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા હતા. આ સ્માર્ટફોન્સ માર્કેટમાં 8 માર્ચથી સ્ટોર્સ અને ઓનલાઇન અવેલેબલ થવા લાગશે. અમેરિકામાં Galaxy S10 ની શરૂઆતની કિંમત 899.99 ડોલર એટલે કે આશરે 64000 રૂપિયા હશે અને જો Galaxy S10+ ની કિંમત ની વાત કરીયે તો તેની કિંમત 999.99 ડોલર એટલે કે આશરે 71000 રૂપિયા હશે, અને Galaxy S10e ની વાત કરીયે તો તેની શરૂઆતની કિંમત 749.99 ડોલર એટલે કે આશરે 53,300 રૂપિયા હશે.

સેમસંગના મોડલ Galaxy S10, Galaxy S10+ અને Galaxy S10e ના પ્રી ઓર્ડર 21 ફેબ્રુઆરીથી ચાલુ કરી દેવાશે. જે ગ્રાહકો Galaxy S10, Galaxy S10+ નો પ્રી ઓર્ડર કરે તો ગ્રાહકોને 129.99 ડોલર કિંમતના Galaxy Budsની પેયર ફ્રી માં આપવામાં આવશે. પરંતુ આ ઓફર ફક્ત પસંદગીના માર્કેટમાં જ હશે અને એ લિમિટેડ ટાઈમ માટે જ ઓફર છે. સેમસંગ Galaxy S10 ફોનમાં 8GB રેમ અને 128GB અથવા 512GB ની સ્ટોરેજ હશે. જ્યારે Galaxy S10+ સ્માર્ટફોન 8GB/12GB રેમ અને 128GB, 512GB અને 1TBના નેટિવ સ્ટોરેજ ઓપ્શનમાં અવેલેબલ થશે. અને Galaxy S10e ફોન 6GB રેમ/128GB સ્ટોરેજ અથવા 8GB રેમ/ 256GB સ્ટોરેજમાં ઉપલબ્ધ થશે.  બધા જ વેરિએન્ટમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ અવેલેબલ હશે. અને તેની મદદથી પણ સ્ટોરેજ વધારી શકાશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?