સલમાન ખાનની મમ્મી એવું ઈચ્છે છે કે આ સુંદર અભિનેત્રી જ બને તેમના ઘરની વહુ, આખરે કરી દીધો ખુલાસો

0
219

બોલીવૂડના એક્ટર જે દબંગ અને ટાઇગર કહેવાય છે એવા અભિનેતા સલમાન ખાનની ઉંમર 52 વર્ષની હોવા છતાં પણ ભલે લગ્નનો કોઈ જ પ્લાન ન કર્યો હોય, પણ તેમની માતાને એક અભિનેત્રી ખુબ જ ગમી ગઈ છે. અને સલમાનની માતાની ઈચ્છા આ અભિનેત્રીને પોતાની વહુ બનાવવાની છે. આ અભિનેત્રી બીજુ કોઈ નહિ પણ તે કેટરીના કૈફ જ છે. અને આ વાતનો ખુલાસો હમણાં થોડા સમય પહેલા જ થયો છે. સલમાન ખાનની માતા અને કેટરીના કેફ બંને એકબીજાથી ખૂબ જ નજીક પણ છે.અને આ બંનેની તસવીરો પણ અવારનવાર સામે આવતી રહેતી હોય છે.

હમણાં થોડા સમય પહેલા પણ એક ઇન્ટરવ્યૂ સમયે કેટરીના કૈફે આ વાતની જાણકારી આપી હતી. થોડા સમય પહેલા જયારે ફિલ્મ ભારતનું શુટીંગ ચાલતું હતું ત્યારે પણ સલમાન ખાનની માતા અને કેટરીના કેફની તસવીરો જોવા મળી હતી અને તેવા ફોટોમાં બંને એકબીજાને ગળે પણ લાગ્યા હતા.

આપણે સૌ એ વાત જાણીયે કે સલમાન ખાનના લગ્નની ચર્ચાઓ વારંવાર થતી હોય છે. અને તેના ફેન્સ તેના લગ્નની ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભાઈના જે ફેન્સ છે તેઓ જાણવા ઈચ્છે છે કે તેઓ લગ્ન ક્યારે કરશે પણ સલમાને કદી આ વિશે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો જ નથી. સલમાન ખાનને કેટલી બધી વાર આ સવાલ પૂછવામાં આવ્યો છે પણ હંમેશા તેઓ લગ્નના સવાલના ગોળગોળ જવાબ આપીને નીકળી જતા હોય છે.

થોડા સમય પહેલા તો તેમણે કહ્યું હતું લગ્ન એ પૈસાનો વ્યય છે. સલમાન ખાનનું નામ ઘણી બધી અભિનેત્રીઓ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. એમનું અફેર એશ્વર્યા રાય, યુલિયા વંતૂર, કેટરીના કૈફ જેવી ઘણી અભિનેત્રીઓ સાથે રહ્યું છે પણ કદી પોતાના અફેરની પુષ્ટિ નથી કરી. જો તમને કામ વિશે જાણીયે તો સલમાન ખાન અત્યારે પોતાની આવનારી ફિલ્મ ભારતના શૂટિંગમાં ખુબ જ વ્યસ્ત છે. અને આ ફિલ્મમાં તેઓ કેટરીના કૈફ સાથે આપણને જોવા મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?