આંકડાના પાંદડાનો ઈલાજ શાસ્ત્રોમાં પણ જણાવેલો છે, ચાલો જાણીયે કે આંકડાના ઉપયોગ વિષે

0
112

આંકડા વિષે તો ઘણા પ્રયોગો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલ છે, અને તેને તો આયુર્વેદના જીવન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે અમે તમને આંકડાનો એક એવો ઉત્તમ ઉપાય વિષે જાણાવીશું કે ગમે તેવી હરસની તકલીફ હોય તો પણ તે ફક્ત ૩ થી ૫ દિવસમાં જ સારી થઇ જાય છે, ચાલો તો અમે તમને એના વિષે વિગતે જણાવીએ.

આ ઉપાય માટે સૌથી પહેલા ૫૦ ગ્રામ આંકડાના કોમળ પાંદડા લેવાના છે અને પછી એક સરખા ભાગે પાંચ જાતના મીઠા લેવાના છે જેમાં ૧. સંચળ (કાળું મીઠું), ૨. સિંધા મીઠું, ૩. બીડ મીઠું. ૪. દરિયાઈ મીઠું અને ૫. સાંભર મીઠું.લેવાનું છે અને આ બધું મીઠું ૧૦-૧૦ ગ્રામ લેવાનું છે અને થોડી મહેનત કરશો એટલે આ બધા પાંચ મીઠા કોઈ ગાંધીની દુકાનેથી તમને મળી જાય છે.

હવે તમે કેટલા આંકડાના પાંદડા લીધા છે તે પ્રમાણે મીઠું લેવાનું છે અને તેમાં બધાના વજનનો હિસાબ કરીને ચોથા ભાગનું તલનું તેલ અને એટલી જ માત્રામાં લીંબુનો રસ ઉમેરીને એક માટીના વાસણમાં બધું ઉમેરી દેવાનું છે.

હવે આ વાસણ ઉપર કાપડ માટી (એટલે કે તે વાસણને ઢાંકણું લગાવીને તેની ઉપર સુતરાઉ કપડુ સરખી રીતે વીંટી દેવાનું છે અને પછી તેની ઉપર ભીની માટી વડે સરખી રીતે પેક કરી લેવાનું છે અને એમાંથી કોઈ પણ પ્રકારનું લીકેજ ના રહેવું જોઈએ) હવે આ વાસણને છાણના ચૂલે આગ ઉપર એક કલાક સુધી પકાવાનું છે. એક વાત ધ્યાનમાં ખાસ રાખવાની છે કે આગ વધારે તેજ હોય નહિ, અને ધીમે ધીમે હલાવતા રહો.

જો આગ વધારે તેજ હશે તો માટીનું વાસણ તો તૂટી પણ શકે છે. એક કલાક થઇ જાય એટલે વાસણને નીચે ઉતારી લ્યો. હવે તેમાં આંકડાના પાંદડા બળી ગયા હશે માટે બધી વસ્તુ કાઢીને વાટી લેવાની છે, ૫૦૦ મીલીગ્રામ માંથી ૩ ગ્રામ સુધી જરૂરીયાત અને તમારી ઉંમર હોય તે પ્રમાણે ગરમ પાણી અથવા તો છાશ જોડે સેવન કરો તો બાદી હરસ પણ મટે છે.

બીજો એક સરળ ઉપાય

1. ત્રણ ટીપા આંકડાનું દૂધ લેવાનું છે અને તેને રાઈ ઉપર નાખવાનું અને પછી તેની ઉપર થોડું કાપેલ જવાખાર ઝીણું કરીને પતાસામાં રાખીને ગળવાનું છે આ ઉપાયથી પણ હરસ ખુબ જ જલ્દી મટે છે.

2. હળદરના ચૂર્ણને આંકડાના દુધમાં પલાળી રાખવું અને પછી સુકવી લેવાનું છે, આવું સાત વખત કરવાનું છે. પછી આંકડાના દૂધથી જ તેની બોરના સાઈઝની ગોળીઓ બનાવી લો અને પછી એને છાયામાં સુકવા રાખો. સવાર સાંજ શૌચ કર્યા બાદ આ ગોળીને થુકમાં અથવા તો પાણીમાં સહેજ ઘસીને મસ્સા ઉપર જો લેપ કરવામાં આવે તો ફક્ત થોડા જ દિવસોમાં તે સુકાઈ જશે અને એની જાતે ખરી જશે.

3. તમે શૌચ જાઓ પછી આંકડાના બે ચાર તાજા પાંદડા તોડી લો અને પછી એને ગુદા ઉપર એમ ઘસવાનું છે કે મસ્સા ઉપર દૂધ ન લાગવું જોઈએ ફક્ત સફેદી જ લાગવી જોઈએ. આ ઉપાયથી પણ મસ્સામાં ઘણો જ ફાયદો મળે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?