ડાયરેક્ટર બનતા પહેલા આ હીરોઈનની સાડીઓ ઈસ્ત્રી કરતા હતા રોહિત શેટ્ટી , પરંતુ આવી રીતે બદલાઈ કિસ્મત

0
677

કહેવામાં આવે છે સોનું આગમાં તપીને કુંદન બને છે જેની ચમક અને દમક , બધાનું મન મોહી લે છે આજ વાત માણસની સફળતા માટે પણ લાગુ પડે છે. મહેનત અને સંઘર્ષ દમ પર જીવનમાં સારો મુકામ મળી શકે છે .આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આનાથી અછૂત નથી. ગ્લેમરની આ ચકાચોંધ ભરેલી દુનિયામાં મશહૂર બધા સિતારાની પાછળ લાંબા સંઘર્ષની કહાની છુપાયેલી છે.એવી જ એક કહાની આજના સફળ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની છે, જેનો . ખુલાસો તેમણે હાલમાંજ પોતે કર્યો છે.રોહિતની આપવીતી મુજબ ગોલમાલ જેવી સુપરહિટ ફિલ્મોની સીરીઝ આપી ચૂકેલા રોહિત એક જમાનામાં તબ્બુ, કાજોલ જેવી અભિનેત્રીઓના સ્પોટ બોય તરીકે કામ કરતા હતા. ચાલોતમને ચેન્નાઇ એક્સપ્રેસ , દિલવાલે , સિંઘમ જેવી બ્લોકબસ્ટર ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જીવનના સંઘર્ષમય વિષે જણાવીએ.

પોતાની સુપરહિટ ફિલ્મો દ્વારા ઇન્ડસ્ટ્રીમાં અલગ પહેચાન બનાવવા વાળા રોહિત શેટ્ટીની સાથે આજે બધા મોટા એક્ટર કામ કરવા આતુર છે.પોતાની ફિલ્મોમાં એકશન અને કોમેડી નો તડકા લગાવીને લોકોનું ભરપૂર મનોરંજન કરવાવાળા રોહિતને આજે બધા એક સફળ ડાયરેક્ટરના રૂપમાં જાણીયે છે પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે રોહિત ક્યારેક સ્પોટબોયનું કામ કરતા હતા , આ વાત નો ખુલાસો રોહિત શેટ્ટીએ રિયાલિટી શો ” ઈન્ડિયાઝ નેક્સટ સુપરસ્ટાર ” દરમિયાન કર્યો છે. પ્રોગ્રામમાં રોહિતે પોતાની ફિલ્મી કરિયરના સ્ટ્રગલ વિષે જણાવ્યુ કે 1995 માં આવેલી અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ ‘હકીકત ‘ માં તે એક સ્પોટ બોય હતા અને તે દરમિયાન તબ્બુની સાડીયો ઈસ્ત્રી કરવાનું કામ કરતા હતા અને આજે રોહિતે અજય અને તબ્બુ ને લઈને સુપરસ્ટાર અજય અને તબ્બુ ને લઈને સુપરહિટ ફિલ્મ ” ગોલમાલ અગેન ” બનાવી નાખી છે .

સાથેજ કાજોલ અને શાહરુખ સાથે દિલવાલે બનાવાવાળા રોહિતને સ્પોટ બોય તરીકે એકટ્રેસ કાજોલ નો મેકઅપ અને વાળનું પણ સેટઅપ કર્યું.ત્યારેજરોહિત શેટ્ટી અજય રોહિત શેટ્ટી દેવગણની “ફૂલ ઓર કાંટે “, “સુહાગ “, ” પ્યાર તો હોના હી થા ” અને ” રાજુ ચાચા ” જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરના રૂપમાં પણ કામ કરી ચુક્યા છે.આજ કારણ છે કે લાંબા સંઘર્ષ પછી ડાયરેક્ટરના મુકામ સુધી પહોંચ્યા રોહિત આજે પણ દરેક વસ્તુનું ખુબજ જ જીણવટથી ધ્યાન રાખે છે અને એમની ફિલ્મો નવા રેકોર્ડ સ્થાપે છે .રોહિતની ફિલ્મોનું દર્શકોને પણ બેસબ્રીથી રાહ જોતા હોય છે.

રોહિત શેટ્ટીની પાછલી ફિલ્મ ” ગોલમાલ અગેન ” ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાઈ કરી છે સાથેજ દર્શકોને પણ રોહિતની ભૂતિયા કોમેડી ફિલ્મ ઘણીજ પસંદ આવી , અને રોહિત તેની ફિલ્મોમાં જબરદસ્ત એકશન સીન માટે જાણીતા છે , એમની ફિલ્મોમાં ઊડતી કાર અને ધમાકાના સીન સામાન્ય હોય છે.ફિલ્મો સીવાય “ખતરો કે ખિલાડી “જેવા ટીવી શો ના હોસ્ટના રૂપમાં પણ ઘણી વાહવાહી મળી છે. અત્યારે રોહિત પોતાની હવે પછીની ફિલ્મ ” સિમ્બા ” ના કામમાં વ્યસ્ત છે જેમાં બોલીવુડના ખીલજી એટલેક રણવીર સિંહ એક ઈન્સ્પેક્ટરના રૂપમાં દેખાશે અને તેજ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંત પણ મુખ્ય ભૂમિકા ભજવશે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.