રોહિત શેટ્ટીને તૈમુર પાસે કરાવવું હતું કામ , સિમ્બા ફિલ્મમાં

0
220

આજકાલ રોહિત શેટ્ટી અને રણવીર સિંહની મુવી ‘સિમ્બા’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મનો ફક્ત પાંચ દિવસનો જ વકરો 124 કરોડનો થયો છે. પણ રોહિત શેટ્ટીની એક ઈચ્છા અધૂરી રહી ગઈ જે આ ફિલ્મ સાથે જોડાયેલી હતી. તે તૈમૂર પાસે એક કામ કરાવવા ઇચ્છતા હતા પરંતુ રોહિત શેટ્ટી તે કરાવી શક્યા નહીં .

તેમને તૈમૂર પાસે કરાવવાની ઈચ્છા હતી આ ફિલ્મનું પ્રમોશન

રોહિત શેટ્ટી જયારે એક રિયાલિટી ટીવી શોમાં ‘સિમ્બા’ ના પ્રમોશન માટે જયારે પહોંચ્યા ત્યારે રોહિત શેટ્ટીને છોટે નવાબ તૈમૂર પાસે ફિલ્મનું પ્રમોશન કરાવવાની ઈચ્છા હતી. રોહિત શેટ્ટીએ ત્યારે કહ્યું કે , “મેં સારાને વિનંતી કરી હતી કે એક દિવસ માટે તૈમૂર સિમ્બાવાળી ટી-શર્ટ પહેરે.જો આવું કરવામાં આવ્યું હોત તો ફિલ્મનું ઓપનિંગ જબરદસ્ત થયું હોત.”

બંપર ઓપનિંગ

ભલે તૈમૂરે આ ટી-શર્ટ પહેરી નહિ પણ ‘સિમ્બા’ ફિલ્મનું ખુબ જ જોરદાર ઓપનિંગ તો થયું જ. મહત્વની વાત એ છે કે, ‘સિમ્બા’ ફિલ્મે પહેલા દિવસે જ 20 કરોડથી વધારે કમાણી કરી લીધી હતી. પરંતુ જો તૈમૂરે તે ટી-શર્ટ પહેરી હોત તો ચોક્કસથી તેની અન્ય તસવીરોની જેમ આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ ગઈ હોત.

રોહિતની આ 8 મી ફિલ્મ છે જે 100 કરોડના ક્લબમાં શામેલ થઇ ગઈ છે

આ ફિલ્મ 2018ના અંતમાં રિલીઝ થઇ છે અને ‘સિમ્બા’એ ફક્ત પાંચ જ દિવસમાં 100 કરોડથી વધુ કમાણી કરી લીધી છે. 2018માં 100 કરોડના ક્લબમાં સામેલ થનારી આ 13મી ફિલ્મ છે ‘સિમ્બા’. ભારતમાં અને તે સિવાય વિદેશમાં પણ આ ફિલ્મને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. વિદેશમાં પણ આ ફિલ્મે 50 કરોડથી વધારે કમાણી મેળવી લીધી છે. ‘સિમ્બા’ એ રોહિત શર્માની આઠમી ફિલ્મ છે અને 100 કરોડથી વધુ વકરો કરી લીધો છે .

હવે બનશે સિમ્બાની સીક્વલ

‘સિમ્બા’ નું જે ક્લાઈમેક્સ છે તેમાં તેના મેકર્સે આ ફિલ્મની સીક્વલ બનશે તેવી જાહેરાત કરી દીધી છે. અને ‘સિમ્બા’ની સીક્વલનું નામ હશે ‘સૂર્યવંશી’. આ ફિલ્મ રિલીઝ આવતા વર્ષે થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમારનો રોલ દબંગ પોલીસવાળાના રોલમાં આપણે જોઈ શકીશું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?