શું તમે મોબાઈલનો પેટર્ન લોક ભૂલી ગયા છો? લોકને તોડવાની આ રહી સહેલી રીત – પૈસા દેતા જાણવા નહીં મળે એવું…

0
108

જમાનો આગળ વધી ગયો તેમાં સિક્યુરિટીની વાત વિચારવી જરૂરી બને છે. પછી ભલે એ આપણા ખુદની સુરક્ષા હોય કે આપણે ઉપયોગ કરતા હોય એવી વસ્તુની.દરેક ચીજવસ્તુને સાચવીને રાખવા તેની સિક્યુરિટી વિચારવી પડે છે. બાઈકની ચાવી ગણો, ઘરનું તાળું ગણો અથવા મોબાઈલનો લોક ગણો. છે ને સિક્યુરિટી બધે જ… પણ આ સિક્યુરિટી સારી ગણાય છે એવી રીતે ખુદની મુશ્કેલી પણ ઉભી કરે છે. જો તમે કોઈ જગ્યાએ પાસવર્ડવાળી સિક્યુરિટીનો ઉપયોગ કર્યો હોય અને તમે જ તે પાસવર્ડ ભૂલી જાવ તો…?એ રસ્તો ફરી પાછો ક્યાં ગોતવા જવો!!તમે સહેજ સમજી ગયા હશો કે અમે ક્યાં વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. તો ચાલો તૈયાર થઇ જાઓ અમારી સાથે જ્ઞાનની સફર કરવા. આજે અમે જે જણાવવા જઈએ છીએ એ તમને કદાચ ખબર પણ નહીં હોય.

જી હા, તમે તમારા મોબાઇલની સિક્યુરિટી વિચારી પછી લોકસ્ક્રીનમાં પેટર્ન સેટ કરી જેથી બીજા કોઈ તમારા ફોનને ન વાપરી શકે. પણ બન્યું એવું કે તમે જ એ પેટર્ન અને પાસવર્ડ ભૂલી ગયા તો હવે શું કરવાનું? તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે નાની એવી સરળ ટેકનીક યુઝ કરવાની છે. આ આર્ટીકલને છેલ્લે સુધી વાંચો. એટલે કામ ખતમ.

જો તમે તમારા સ્માર્ટફોનનો પાસવર્ડ, પિનકોડ કે પછી પેટર્ન લોક સાવ ભૂલી ગયા હોય તો આ મુજબ કરો જેથી મોબાઇલને અનલોક કરી શકશો. માણસોના વિચારોનું કાઈ નક્કી નહીં. ઘણીવખત અઘરો પાસવર્ડ/સિક્યુરિટી સેટ કરી નાખે બીજા દિવસે પોતે જ ભૂલી જાય. પણ અમે એ વાતનો જવાબ શોધીને તમારા સુધી આવી ગયા છીએ. નીચે જાણવા જેવી ટેકનીક બતાવી છે જેથી સ્માર્ટફોનનો સ્ક્રીન પરનો સિક્યુરિટી લોક ખોલી શકાય છે. તો ફોલો કરો નીચે મુજબની ટેકનીક..

૧.       સૌપ્રથમ તમારે અન્ય કોઈ વ્યક્તિના પાસેથી સ્માર્ટફોન કે કોમ્પ્યુટર લેવાનું રહેશે.

૨.       એ સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી તેમાં http://myaccount.google.com/find-your-phone-guideટાઇપ કરવું અને એ લિંક એડ્રેસ પર જવું.

૩.       જ્યાં તમારું ગુગલ એકાઉન્ટની જરૂર પડશે. તમારી સામે જે સ્ક્રીન ઓપન થઇ તેમાં ઈમેલથી લોગઇન કરો. જે આઈડી ફોનમાં યુઝ કરીએ છીએ એજ ઈમેઈલ આઈડી વાપરવું ફરજીયાત છે.

૪.       લોગઇન થયા પછી જેટલી ડિવાઈસમાં લિંક થયેલ છે તેનું ડિવાઈસ લીસ્ટ જોવા મળશે. એ લીસ્ટમાંથી જેનો પાસવર્ડ ભૂલી ગયા છો એ ડિવાઈસને ગોતી લો.

૫.      ત્યારબાદ તમને એક ઓપશન જોવા મળશે જેમાં Lock Your Phoneઓપશન હશે.

૬.       જ્યાં બોક્ષમાં જુનો પિનકોડ, પેટર્નની જગ્યાએ નવો પાસવર્ડ સેટ કરો અને નીચેની તરફ લખેલા Lock બટન પર ક્લિક કરો.

૭.      પછી તમારા સ્માર્ટફોનમાં નવો પાસવર્ડ અને પેટર્ન એન્ટર કરો.

૮.       આટલી પ્રોસેસ પછી રીફ્રેશ કરી નાખો ટેબને અને તમારો સ્માર્ટફોન પણ અનલોક થઇ જશે.

છે ને મસ્તમજાની ટેકનીક. આ ટેકનીકથી તમારો ખોવાઈ ગયેલ કે ભૂલી ગયેલ પાસવર્ડને તેમજ પેટર્ન સ્ક્રીનલોકને અનલોક કરી શકાય છે.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?