ચાલો જાણીયે વધેલી રોટલીની એક સ્વાદિષ્ટ રેસિપી !!

0
28

આજે આ લેખમાં આપણે વધેલી રોટલીના ઉપયોગથી બનતી એક ખુબ જ સ્વાદિષ્ટ રેસિપી જાણીશું. આ વાસી રોટલીનો ઉપયોગ કરીને ખુબજ સ્વાદિષ્ટ વેજી પોપ્સ બનાવી શકો છો અને આ વાનગી ઘણીજ સ્વાદિષ્ટ તો હોય જ છે સાથે તે ખુબજ સરળતાથી બને છે.

શું જોઈએ સામગ્રી

 • 5 નંગ – વાસી રોટલી
 • 1/2 કપ – કોબીજ
 • 1/2 કપ – ઝીણું સમારેલું કેપ્સિકમ
 • 1/2 કપ – કપ છીણેલું ગાજર
 • 2 – 3 કપ – બ્રેડનો ભૂકો
 • 2 નંગ – ઝીણા સમારેલા લીલા મરચા
 • 1 ચમચી – આદુ લસણની પેસ્ટ
 • 5 ચમચી – મકાઈનો લોટ
 • 1 ચમચી – લાલ મરચાનો પાવડર
 • 1 ચમચી – ગરમ મસાલો
 • 1 ચમચી – ચાટ મસાલો
 • મીઠુ – સ્વાદ મુજબ
 • તળવા માટે તેલ

બનાવવાની રીત

આ વાનગી તૈયાર કરવા માટે સૌથી પહેલા રોટલીનો ભૂકો કરી લેવાનો છે અને પછી એમાં બધા જ વેજીટેબલ્સ ઉમેરી દેવાના છે.

પછી એમાં મકાઈનો લોટ 2 ચમચી, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, અને 1 ચમચી ચાટ મસાલો ઉમેરી લેવાનો છે અને પછી આ બધી જ વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી લેવાની છે અને એમાં 3થી 4 ચમચી પાણી અને 2થી 3 ચમચી તેલ નાખીને લોટ બાંધી લેવાનો છે.

હવે આ વેજી પોપ્સ તૈયાર કરવા માટે બેય હાથમાં તેલના બે-ત્રણ ટીપાં લો અને હાથને સહેજ તેલવાળા કરી લો. પછી આપણે બાંધેલા લોટ બનાવ્યો છે એમાંથી રોટલીના લુવા જેટલું મિશ્રણ લેવાનું છે અને નાનો ગોળ આકાર આપવાનો છે. આમ જ બધા બોલ રેડી કરી લેવાના છે.

જયારે વેજી પોપ્સ તળિયે એ પહેલા એક બાઉલ લો અને એમાં ત્રણ ચમચી મકાઈનો લોટ નાખો અને એમાં થોડું પાણી ઉમેરો  (મિશ્રણ સહેજ પાતળું થાય એટલું પાણી નાખવાનું છે) હવે તેમાં થોડું મીઠું (1/4 ચમચી) અને લાલ મરચું (1/4 ચમચી)ઉમેરવાનું છે.

હવે એક પછી એક એમ બધા જ બોલને મકાઈના લોટના પાણીમાં ડુબાડો અને પછી એને બ્રેડના ભૂકામાં રગદોળી લેવાના છે ને બધા જ બોલને એનાથી કવર કરી લેવાના છે અને હવે વેજી પોપ્સ તળવા માટે તૈયાર છે. જયારે તેલ સહેજ ગરમ થઈ જાય એટલે બોલને વારાફરતી તળી લો.

પછી બોલનો કલર સહેજ ગોલ્ડન થાય એટલે તેલમાંથી બહાર કાઢી લો. હવે બધા જ બોલની ઉપર ટુથપીક લગાવો. તો તમારા માટે તૈયાર છે સ્વાદિષ્ટ વેજી પોપ્સ. તમે આ વેજી પોપ્સને ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો.

જોયું કેટલીક સરળ વાનગી છે ?તમે આ રેસિપી ટ્રાય કરજો અને વાનગી કેવી લાગી કમેન્ટ ચોક્કશ કરજો

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?