શિયાળાની ઠંડીમાં ગરમાગરમ ડિનર માટે બેસ્ટ ચોઇસ રહેશે ટ્રેડિશનલ ગુજરાતી વાનગી ભૈડકું

0
490

ભૈડકું ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. ભૈડકું ખાવામાં ખૂબજ હેલ્ધી છે અને ટેસ્ટી પણ. બાળકો સરખુ ખાતાં ન હોય તો તેમને એક સમયના જમવામાં ભૈડકું ખવડાવશો તો, તેમને મળી રહેશે સંપૂર્ણ પોષણ. ડિનરમાં કઈંક ગરમા-ગરમ અને હેલ્ધી ખાવું હોય તો, નાનાંથી મોટાં બધાંને બહુ ભાવશે.

સામગ્રી

 • 1 વાટકી ઘઉં
 • 1 વાટકી બાજરો
 • 1 વાટકી ચોખા
 • 1 વાટકી ચણાની દાળ
 • 1 વાટકી મગની ફોતરાવાળી દાળ (આ પાંચ અનાજ મિક્સ કરીને દળાવી લેવા)
 • 3થી 4 ચમચી ઘી
 • 1 આદુંનો ઇંચનો ટુકડો
 • 4થી 5 કળી લસણ
 • 1 ઝીણું સમારેલું લીલુ મરચું
 • કોથમીર ગાર્નિશિંગ માટે
 • 1 ટીસ્પૂન હળદર
 • 1 ટીસ્પૂન રાઈ
 • 1 ટીસ્પૂન જીરું
 • 1 ટીસ્પૂન મરી
 • 1 ચપટી હિંગ અને લીમડો
 • મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત

સૌપ્રથમ એક તપેલીમાં ચાર ગ્લાસ જેટલું પાણી નવશેકું કરવું. તેમાં 1 વાટકી લોટ ધીરે-ધીરે નાખવો અને બરાબર હલાવવું.

તેમાં લોટની ગાંઠ ન રહી જાય તે ખ્યાલ રાખવું.

ત્યારબાદ કડાઈમાં વઘાર માટે ઘી મૂકી, તે ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મરી, હળદર, હિંગ, આદું-મરચાંને લસણની પેસ્ટ અને લીમડો નાખી તતડે એટલે તેમાં તૈયાર કરેલું ખીરું નાખી દેવું.

સ્વાદ અનુસાર મીઠું નાખવું અને મરીનો ભૂકો નાખવો. ધીમી આંચ પર તેને દસ મિનિટ સુધી હલાવવું.

ઘટ્ટ થાય એટલે કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરવું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?