આ ઉત્તરાયણ નિમિત્તે ઘરે જ બનાવો ટેસ્ટી સીંગની ચીકી

0
275

ઉતરાયણના તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. ઉતરાયણના દિવસે લોકો વહેલી સવારથી જ ધાબે ચડી જાય છે અને પતંગ ચડાવે છે. તો સાથે સાથે દરેક તહેવાર સાથે તેની અલગ-અલગ ખાણીપીણીનું પણ મહત્વ હોય છે. તો ઉતરાયણમાં લોકો તલની ચીક્કી, તલના લાડું, જામફળ,બોર, શેરડી ,ઉંધિયું જેવી વસ્તુ ખાય છે. તો આજે આપણે ઉતરાયણમાં ખવાતા તલની ચીક્કી અને સીંગની ચીકી બનાવીશું. તલ શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં ગરમી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય સીંગની ચીકી.

સામગ્રી

  • 250 ગ્રામ સીંગદાણા
  • 250 ગ્રામ ગોળ
  • 2 મોટી ચમચી ઘી
  • 5 થી 6 નંગ ઈલાયચીનો પાવડર

બનાવવાની રીત

સૌપ્રથમ સીંગદાણાને શેકીને અધકચરા વાટી લો. હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો.

ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો.

ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખીને સારી રીતે મિક્ષ કરી લો.

ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને નીચે ઉતારી લો.

હવે એક થાળીની પાછળ તેલ લગાવીને આ મિશ્રણને પાથરી દો. મોટી પાતળી રોટલી વણો.

આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી.

ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી.

તૈયાર છે સીંગદાણાની ચીકી.

નોંધ

યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે શેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?