માવા વગર પણ બની શકે છે ગુલાબજાંબુ, બનાવો ‘સોજીનાં સ્પોંજી ગુલાબજાંબુ’

0
321

મોટાભાગે આપણે માવા કે રેડી મિક્સમાંથી જ ગુલાબજાંબુ બનાવતા હોઇએ છીએ. ઘરમાંથી આમાંનું કઈંજ ન હોય અને છતાં ગુલાબજાંબુ ખાવાની ઇચ્છા થાય તો બનાવી શકાય છે ખૂબજ ટેસ્ટી સોજીનાં ગુલાબજાંબુ. સોજીમાંથી પણ બનશે એકદમ સ્પોંજી અને ટેસ્ટી ગુલાબજાંબુ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સામગ્રી

  • એક બાઉલ ઝીણી સોજી
  • ઇલાયચી પાવડર
  • દૂધ
  • કિસમિસ
  • તેલ
  • ખાંડ
  • ઘી

બનાવવાની રીત

સૌપ્રથમ કઢાઇને થોડી ગરમ કરી અંદર દોઢ ચમચી ઘી નાખ. ઘી ગરમ થઈ જાય એટલે અંદર સોજી નાખી થોડીવાર માટે શેકી લો.

માત્ર બે-ત્રણ મિનિટ માટે જ શેકવી. ત્યારબાદ અંદર ધીરે-ધીરે દૂધ નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ. ગેસની ફ્લેમ ધીમી રાખવી.

લોટ બંધાઇ શકે એટલું દૂધ નાખવું, જેથી ગોલાબજાંબુ વળી શકે. લગભગ એક નાનો બાઉલ દૂધ જોઇએ. ત્યારબાદ પ્લેટમાં કાઢી ઠંડુ કરો.

ચાસણી બનાવવાની રીત

આ દરમિયાન ચાસણી બનાવી લો. ગેસ પર એક તપેલી ગરમ કરવા મૂકો. અંદર દોઢ બાઉલ પાણી નવશેકું ગરમ કરો. ત્યારબાદ અંદર એક બાઉલ ખાંડ નાખો અને એકતારી ચાસણી બનાવવી.

આ દરમિયાન સોજીના પેસ્ટને બરાબર મિક્સ કરો અને મસળી-મસળીને લોટ તૈયાર કરો. ત્યારબાદ અંદર ઇલાયચી નાખી બરાબર મિક્સ કરી દો.

ચાસણી તૈયાર થઈ જવા આવે એટલે અંદર ઇલાયચીનાં ફોતરાં નાખો, જેથી ચાસણીની સુગંધ સારી આવે. ચાસણી બની જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી દો.

ગુલાબજાંબુ તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એ દરમિયાન નાનાં-નાનાં ગુલાબજાંબુ વાળી લો. ગોલાબજાંબુના ગોળામાં તિરાડ ન પડે તેનું ધ્યાન રાખવું.

આ માટે મસળી-મસળીને ગોળા વાળવા. વચ્ચે દબાવીને એક કિસમિસ મૂકી ફરી ગોળો વાળી દેવો. આ જ રીતે બધાં ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરો.

તેલ મિડિયમ ગરમ થઈ જાય એટલે એકદમ સ્લો ફ્લેમ પર ગુલાબજાંબુ તળવાં. ગુલાબ પલટી-પલટીની બ્રાઉન થાય ત્યાં સુધી તળવાં.

છેલ્લે ગેસની ફ્લેમ મિડિયમ કરવી, જેથી કલર સારો આવે.

ત્યારબાદ ગુલાબજાંબુ તેલમાંથી કાઢી સીધાં જ ચાસણીમાં નાખો અને ચાસણીને બે-ત્રણ મિનિટ માટે ગુલાબજાંબુ સાથે ગરમ કરો. ત્યારબાદ બે કલાક માટે સેટ થવા મૂકી દો. તૈયાર છે સોજીનાં ગુલાબજાંબુ.

આપ આ વાનગી Whatsapp અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?