રજવાડી ખીચડી બનાવીને કરો ઘરના લોકોને ખુશ, ખાવાની પડી જશે મજા

0
966

ખાસ કરીને ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે એમા પણ જો ખીચડી મળે એટલે મજા પડી જાય. તો તમે અવારનવાર ઘરે ખીચડી બનાવતા હશો. પરંતુ આજે અમે તમારા માટે તદ્દન અલગ જ ખીચડીની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ફટાફટ બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય રજવાડી ખીચડી.

સામગ્રી

  • ચોખા – 2 કપ
  • તુવેરની દાળ – 1 કપ
  • સિંગ- 50 ગ્રામ
  • વટાણા – 150 ગ્રામ
  • બટાકા- 1 સમારેલું
  • ડુંગળી- 1 ઝીણી સમારેલી
  • ટામેટુ- 1 ઝીણું સમારેલું
  • લસણ- 10થી 12 કળી
  • તજ – 4 નંગ
  • લવિંગ – 2 નંગ
  • આખા લાલ મરચાં – 2 નંગ
  • હળદર – અડધી ચમચી
  • મરચું – 1 ચમચી
  • ગરમ મસાલો – 1 ચમચી
  • જીરું – પા ચમચી
  • રાઇ – પા ચમચી
  • લીમડાના પાન- વઘાર માટે
  • આદું-લસણની પેસ્ટ – દોઢ ચમચી
  • તેલ – 2 ચમચા
  • પાણી – જરૂર પ્રમાણે
  • નમક- સ્વાદાનુસાર

બનાવવાની રીત

સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઇ એક કલાક માટે પલાળી રાખો. જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો.

હવે કૂકરમાં તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરું અને તજ, લવિંગ ઉમેરો. થોડીવાર પછી તેમાં બટાકા, ડુંગળી, ટામેટા, લસણ, લીમડો અને વટાણા ઉમેરો અને થોડી વાર સાંતળો.

ત્યાર પછી તેમાં હળદર, મીઠું અને અન્ય મસાલા ઉમેરો. 2 મિનિટ બાદ તેમા તેમાં દાળ-ચોખા ઉમેરી 15 મિનિટ રહેવા દો.

હવે તેમાં 5 કપ પાણી રેડી ત્રણ સીટી વાગે ત્યાં સુધી મધ્યમ આંચ પર ચઢવા દો.

તૈયાર છે ગરમા ગરમ અને મસાલેદાર ખિચડીને દહીં, કઢી કે છાશ સાથે સર્વ કરો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?