ચાલો આજે શીખીએ કાઠિયાવાડના ફેમસ એવા વણેલા ગાંઠિયા બનાવવાની રીત

0
636

તમે જાણો છો કે કાઠિયાવાડના લોકો બે વસ્તુ માટે ઘણી જ ફેમસ છે. એક વસ્તુ છે હરવા-ફરવાની અને બીજી ખાણી‌-પીણી માટે ઘણા જ પ્રખ્યાત છે. જો આપણા કાઠિયાવાડી લોકોની સવારની વાત કરીયે તો એમની સવાર જ ચા અને ગાઠિયાના નાસ્તાથી ચાલુ થતી હોય છે. અત્યારે જો ખાલી અમે તમને રાજકોટ શહેરના જ એનાલીસીસ જણાવીએ તો તમે રવિવારના દિવસે જોઈ શકશો કે ફરસાણની દુકાનો પર તો ગરમા-ગરમ ગાંઠિયા લેવા માટે રીતસરની લોકોની લાંબી લાઈન હોય છે અને પડાપડી કરતા હોય છે.

આપણા બધા જ શહેર અથવા તો પ્રાંતની વાત કરીયે તો ગાંઠિયાની તો કંઈક અલગ જ વાત હોય છે. એમાય રાજકોટમાં તો સાવ અલગ જ પરંપરા જોવા મળતી હોય છે કે વહેલી પરોઢના ફાફડા ખાય ને રાતના સમયે ગરમ ગરમ વણેલા ગાંઠિયા મળતા હોય છે. જો તમે રાતના સમયે અને સવારે પણ જો લારીએ જાઓ અને ઉભા રહો અને તમે તે ભાઈને કહેશો કે ભાઈ , ૨૦૦ ગ્રામ ફાફડા આપી દે. આવું કહેતા પેલો લારી વાળો ભાઈ એના માથેથી પરસેવો સાફ કરશે અને કહેશે કે ભાઈ થોડી વાર લાગશે.વણેલા ગાંઠિયા તો તૈયાર છે જોઈએ તો કહો અને તે એક બાજુ મરચાં તડશે ને તેની પર મીઠુ ભભરાવશે અને સંભારો બનાવશે.

ચાલો તો અમે તમને સેમ આવા જ ગાંઠિયા ઘરે જ કઈ રીતે બનાવી શકાય એની સરસ રીતે રેસિપી જણાવીએ

ગાંઠિયા માટે જોઈતી વસ્તુઓ

  • ચણા નો લોટ – ૧ બાઉલ
  • અજમા – ૧ ચમચી
  • નમક – જરૂર મુજબ
  • મરી નો પાવડર – ૧ ચમચી
  • સોડા – અડધી ચમચી
  • હિંગ – અડધી ચમચી
  • તેલ– જરૂરીયાત મુજબ

બનાવવાની રીત

સૌથી પહેલા ગાંઠિયા બનાવવા માટે ચણાનો લોટ એક વાસણમાં લો અને એમાં આશરે એક ચમચી જેટલું તેલ નાખો.

ત્યારબાદ એમાં અજમો, નમક, ખાવાનો સોડા, હિંગ અને મરી નો ભુક્કો બધું એમાં ઉમેરો અને બધી જ વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી લો.

ત્યારબાદ આ મિશ્રણમાં થોડુ પાણી નાખો અને સરખી રીતે લોટ બાંધી લો. એક વાતનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ લોટ વધારે ઢીલો પણ નહિ અને વધારે કડક પણ બાંધવાનો નથી.

પછી આ લોટ બાંધી દીધા બાદ પંદર મિનિટ માટે આ લોટને ઢાંકીને સાઈડમાં રાખી દયો.

પછી આ લોટમાંથી ગોયણા વાળી લો અને એક એકદમ સપાટ હોય એવો પાટલો લો અને ખુબજ હળવા હાથે આંકા પડે એમ બધા ગાંઠિયા વણી લો.

પછી આ ગાંઠિયાને તમારે ધીમા ગેસ પર તળી લો. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જયારે તમે ગાંઠિયા તળો છો તો ગાંઠિયા વધારે લાલ થઇ જાય નહિ.

પછી ગાંઠિયા તળાઈને તૈયાર થઇ જાય એટલે તેની પર હિંગનો પાવડર છાંટી દો અને ગાંઠિયાને ગરમાગરમ જ પીરસવાના છે.

તૈયાર છે આપણા ખુબજ સ્વાદિષ્ટ એવા ગાંઠિયા, આવી ગયું ને મોઢામાં પાણી તો ચાલો ઝડપથી બનાવો અને મજા માણો ગરમાગરમ ગાંઠિયાની !!!

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?